ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ ? કઇંક આવું છે તેની પાછળનું કારણ

Share this story

Why is the AC coach installed in the

  • શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

ભારતીય રેલ્વે (Indian Railways) નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં કરવામાં આવે છે એ વાર આપણે બધા જાણીએ જ છીએ. ઇંડિયન રેલ્વે દેશના સરહદી વિસ્તારોને (Border areas) મોટા મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે અને આપણી ભારતીય રેલ્વે વધુ સરળ અને મુસાફરી કરવાનું સુરક્ષિત માધ્યમ છે. આ જ કારણે છે દેશમાં દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા મુસાફરી કરે છે.

આપની ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વધુ નહીં જાણતા હોવ અને આજે અમે તમને એવી જ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે એસી કોચ હંમેશા ટ્રેનની વચ્ચે જકેમ લગાવવામાં આવે છે? આ વસ્તુ આપણે બધા એ જોઈ હશે પણ આ પ્રશ્નનો જવાબ આપણે નહીં જાણતા હોઈએ. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટ્રેનમાં એન્જિન પછી જનરલ કોચ લગાવવામાં આવે છે અને પછી વચ્ચે સ્લીપર અને એ પછી એસી કોચ હોય છે. એસી કોચ પછી પછી ફરીથી સ્લીપર કોચ અને જનરલ કોચ રાખવામાં આવે છે. શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે?

– મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે. રેલ્વે સ્ટેશનો પર એક્ઝિટ ગેટ તેની બરાબર મધ્યમાં હોય છે.

– એવામાં જે મુસાફરો એસી કોચમાં મુસાફરી કરે છે એમને સામાન સાથે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યારે ટ્રેનમાંથી ઉતરીને સીધા એક્ઝિટ ગેટ સુધી પહોચી જાય.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

– ટ્રેનની વચ્ચે એસી કોચ અંગ્રેજોના સમયથી લગાવવામાં આવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા. તે સમયગાળા દરમિયાન આગળના ભાગમાં એસી કોચ લગાવવામાં આવતા હતા અને એન્જિનના અવાજને કારણે કોચની અંદર ઘણો અવાજ આવતો હતો અને યાત્રીઓને સમસ્યા થતી હતી.

– એવામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસી કોચને એન્જિનથી દૂર લગાવવામાં આવ્યા હતા અને આ કારણોસર હજુ સુધી ટ્રેનની વચ્ચે જ એસી કોચ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો :-