VIDEO : During the procession in Kadi
- દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના (Vadwala temple) મહંત કનીરામ બાપુની (Kaniram Bapu) શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા.
ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો. (Meanwhile, the canopy on the elephant’s trunk near the link suddenly came in contact with the electric wire, and the elephant was electrocuted)
હાથીની અંબાડી પરથી પડ્યો પણ સેવકોએ જીલી લીધો : કનીરામ બાપુ
આ દરમિયાન મહંત કનીરામ બાપુ અંબાડી પરથી નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. કડી નજીક બનેલા આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ આ મામલે મહંત કનીરામ બાપુનું પણ નિવેદન સામે આપ્યું છે.
PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ
તેમણે નિવેદન આપતા કહ્યું કે હાથીની અંબાડી પરથી પડ્યો હતો પણ સેવકોએ મને ઝીલી લીધો હતો. આથી વડવાળા ભગવાનની દયાથી મને સહેજ પણ ઈજા નથી. બાપુના આ નિવેદનને લઇને સેવકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો :-