Is your Aadhaar card also more than 10 years old
- હવે UIDAIએ આવા આધાર ધારકોને પણ અપીલ કરી છે, જેમનું આધાર દસ વર્ષ જૂનું છે, તેઓ તેને અપડેટ કરે. તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે.
જે લોકોના આધાર 10 વર્ષ જૂના છે તેમના માટે એક જરૂરી સુચના છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો હવે અપડેટ કરવાની સલાહ આપી છે. UIDAIએ આધાર કાર્ડ ધારકોને તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.
PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ
આધાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. UIDAI અનુસાર, જે લોકોનું આધાર દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ તેને વચ્ચે એક વખત પણ અપડેટ કર્યું નથી તેવા લોકોને આધાર અપડેટ કરવાની જરૂર છે. (According to UIDAI, people whose Aadhaar was created ten years ago and have not updated it even once in between need to update Aadhaar.)
આવું કરવું ફરજિયાત નથી :
જો કે UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવું ફરજિયાત નથી. પરંતુ તે આધાર ધારકોના હિતમાં છે. UIDAIએ જણાવ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં પોતાનું આધાર મેળવ્યું હતું અને તે પછી આટલા વર્ષોમાં ક્યારેય અપડેટ કર્યું નથી. આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે.”
આ રીતે કરો અપડેટ :
UIDAIનું કહેવું છે કે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે, વ્યક્તિએ MyAadhaar પોર્ટલની મુલાકાત લેવી પડશે. સાથે જ આધાર ધારકો પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ કામ કરી શકે છે. આ માટે તેઓએ કેટલીક ફી ચૂકવવી પડશે.
UIDAI એ એક સાંવિધિક પ્રાધિકરણ છે. જેની સ્થાપના ભારત સરકાર દ્વારા આધાર અધિનિયમ, 2016 હેઠળ 12મી જુલાઈ, 2016ના રોજ કરવામાં આવી હતી. તેની સ્થાપના દરેક દેશવાસીઓને આધાર નામના ખાસ ઓળખ પત્ર જાહેર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-
- VIDEO : કડીમાં શોભાયાત્રા વખતે હાથી બેકાબુ થયો, અંબાડી પરથી પડતાં કનીરામ બાપુને લોકોએ ઝીલી લીધા
- દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર ! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના ભાવમાં ભડકો થવાની શક્યતા, જાણો હાલના રેટ