Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને મોટા સમાચાર, આ તારીખ બાદ જાહેર થઈ શકે છે ચૂંટણી

Share this story

Gujarat Elections 2022 : Big news regarding

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત શકે છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16થી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં (Gujarat and Himachal Pradesh) આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જ્યારે આમ આદમી પાર્ટી બંને (Aam Aadmi Party) રાજ્યોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

20 ઓક્ટોબર પછી જાહેર થઇ શકે છે ચૂંટણી :

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રોથી મળતી વિગત પ્રમાણે 20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.

ગત ટર્મમાં 25 ઓક્ટોબરે થઈ હતી જાહેરાત :

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે.

મહત્વનું છે કે ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

આ પણ વાંચો :-