Home Blog Page 1284

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને મોટા સમાચાર, આ તારીખ બાદ જાહેર થઈ શકે છે ચૂંટણી

0

Gujarat Elections 2022 : Big news regarding

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત શકે છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16થી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં (Gujarat and Himachal Pradesh) આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. જ્યારે આમ આદમી પાર્ટી બંને (Aam Aadmi Party) રાજ્યોમાં પૂરા દમખમથી રણમેદાનમાં ઉતરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

20 ઓક્ટોબર પછી જાહેર થઇ શકે છે ચૂંટણી :

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રોથી મળતી વિગત પ્રમાણે 20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.

ગત ટર્મમાં 25 ઓક્ટોબરે થઈ હતી જાહેરાત :

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે.

મહત્વનું છે કે ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

આ પણ વાંચો :-

શું તમારૂ આધાર કાર્ડ પણ 10 વર્ષથી વધારે જુનુ છે ? તો ફટાફટ કરી લો આ કામ, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન

0

Is your Aadhaar card also more than 10 years old

  • હવે UIDAIએ આવા આધાર ધારકોને પણ અપીલ કરી છે, જેમનું આધાર દસ વર્ષ જૂનું છે, તેઓ તેને અપડેટ કરે. તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે.

જે લોકોના આધાર 10 વર્ષ જૂના છે તેમના માટે એક જરૂરી સુચના છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો હવે અપડેટ કરવાની સલાહ આપી છે. UIDAIએ આધાર કાર્ડ ધારકોને તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

આધાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. UIDAI અનુસાર, જે લોકોનું આધાર દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ તેને વચ્ચે એક વખત પણ અપડેટ કર્યું નથી  તેવા લોકોને આધાર અપડેટ કરવાની જરૂર છે. (According to UIDAI, people whose Aadhaar was created ten years ago and have not updated it even once in between need to update Aadhaar.)

આવું કરવું ફરજિયાત નથી :

જો કે UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવું ફરજિયાત નથી. પરંતુ તે આધાર ધારકોના હિતમાં છે. UIDAIએ જણાવ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં પોતાનું આધાર મેળવ્યું હતું અને તે પછી આટલા વર્ષોમાં ક્યારેય અપડેટ કર્યું નથી. આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે.”

આ રીતે કરો અપડેટ :

UIDAIનું કહેવું છે કે આધારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે, વ્યક્તિએ MyAadhaar પોર્ટલની મુલાકાત લેવી પડશે. સાથે જ આધાર ધારકો પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ કામ કરી શકે છે. આ માટે તેઓએ કેટલીક ફી ચૂકવવી પડશે.

UIDAI એ એક સાંવિધિક પ્રાધિકરણ છે. જેની સ્થાપના ભારત સરકાર દ્વારા આધાર અધિનિયમ, 2016 હેઠળ 12મી જુલાઈ, 2016ના રોજ કરવામાં આવી હતી. તેની સ્થાપના દરેક દેશવાસીઓને આધાર નામના ખાસ ઓળખ પત્ર જાહેર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

VIDEO : કડીમાં શોભાયાત્રા વખતે હાથી બેકાબુ થયો, અંબાડી પરથી પડતાં કનીરામ બાપુને લોકોએ ઝીલી લીધા

0

VIDEO : During the procession in Kadi

  • દૂધરેજના વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની શોભાયાત્રામાં અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અડતા કરંટથી હાથી બેકાબૂ થયો હતો. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના અખૂટ સાગર સમાન વડવાળા મંદિરના (Vadwala temple) મહંત કનીરામ બાપુની (Kaniram Bapu) શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના સહેજમાં ટળતા લોકોના જીવ અધર થઇ ગયા હતા.

ધાર્મિક વાતાવરણમાં ઉલ્લાસ સાથે શોભાયાત્રા પસાર થઇ રહી હતી. આ દરમિયાન કડી નજીક હાથીની અંબાડી પરનું છત્ર વીજ તાર સાથે અચાનક અડકી જતાં હાથીને જોરદાર વીજ કરંટ લાગ્યો  હતો. જેને લઇને હાથી બેકાબૂ થયો હતો. (Meanwhile, the canopy on the elephant’s trunk near the link suddenly came in contact with the electric wire, and the elephant was electrocuted)

હાથીની અંબાડી પરથી પડ્યો પણ સેવકોએ જીલી લીધો :  કનીરામ બાપુ 

આ દરમિયાન મહંત કનીરામ બાપુ અંબાડી પરથી નીચે ઢળી પડ્યાં હતા. જેને લઇને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. કડી નજીક બનેલા આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ આ મામલે મહંત કનીરામ બાપુનું પણ નિવેદન સામે આપ્યું છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

તેમણે નિવેદન આપતા કહ્યું કે હાથીની અંબાડી પરથી પડ્યો હતો પણ સેવકોએ મને ઝીલી લીધો હતો. આથી વડવાળા ભગવાનની દયાથી મને સહેજ પણ ઈજા નથી. બાપુના આ નિવેદનને લઇને સેવકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો :-

દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર ! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના ભાવમાં ભડકો થવાની શક્યતા, જાણો હાલના રેટ

0

Inflation will break the back of the

  • આ વર્ષે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જ મોંઘવારી જનતાની કમર તોડી નાખશે. કારણ કે રાજ્યમાં વધુ એક વખત ખાદ્યતેલના ભાવમાં ભડકો થાય તેવી શક્યતા રહેલી છે.

નવી મગફળીમાં (Fresh peanuts) ભેજ હોવાથી પીલાણ માટે જૂની મગફળીની ડિમાન્ડ વધી છે. આથી જૂની મગફળીનો ભાવ ઊંચો રહેતા તેલનાં (Oil) ભાવમાં સતત વધારો થઇ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સિંગતેલનાં (Singtel) ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 945એ પહોંચ્યો છે.

જ્યારે કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 365એ પહોંચ્યો છે. તો પામોલીન તેલનો ભાવ રૂપિયા 1 હજાર 625એ પહોંચ્યો છે. યાર્ડમાં હાલ મગફળીનો ભાવ રૂપિયા 1 હજાર 150થી 1 હજાર 300 પ્રતિ મણ છે. (While the price of a can of cottonseed oil has reached 2 thousand 365 rupees. So the price of palm oil has reached Rs 1 thousand 625.)

તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગમાં વધારો :

આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહનનું કહેવું છે કે, આ વખતે હવામાનના કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે.

ખાદ્યતેલમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા :

વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઇ રહી છે. આથી જો સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને પામોલીન તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાના લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ અને ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યું તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. જો કે આ જ રીતે જો તહેવારોની સીઝનમાં સીંગતેલના ભાવ વધતાં રહેશે તો સામાન્ય લોકોને તહેવારો ઉજવવા પણ મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો :-

ક્રિકેટમાં કમાલ કર્યા બાદ હવે ફિલ્મી દુનિયામાં ધમાલ મચાવશે ધોની? સાઉથની સુપરસ્ટાર સાથે થઈ શકે છે શરૂઆત

After doing great in cricket

  • હાલ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. ધોનીની પહેલી ફિલ્મમાં સાઉથની આ અભિનેત્રી નજર આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Former Indian Cricket Team Captain Mahendra Singh Dhoni) દરેક લોકો ઓળખે છે. એમની રમતને લોકો આજે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યાદ કરે છે. ધોનીનું નામ ઘણી વખત મનોરંજન ઇન્ડસ્ટ્રી (Entertainment Industry) સાથે જોડવામાં આવ્યું એ વિશે અઆપણે બધા જાણીએ છીએ.

ધોનીના કરિયરની શરૂઆતમાં તેનું નામ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું એ પછી એવું કહેવામાં આવતું હતું કે ધોની નિવૃત્તિ પછી અભિનય તરફ જઈ શકે છે. જો કે આ બધી વાતો બસ અફવા બનીને રહી ગઈ હતી.  (After Dhoni’s name was linked with actresses early in his career, it was said that Dhoni might turn to acting after retirement)

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

આ બધા પછી એક નવા સમાચાર સામે આવ્યા છે અને તેમ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. વર્ષ 2019માં ધોનીએ તેનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું એ વિશે આપણે બધા જાણીએ છીએ. હાલ એ પ્રોડક્શન હાઉસ ધોની તેની પત્ની સાક્ષી સાથે ચલાવે છે. હાલ એવી માહિતી મળી છે કે ધોની હવે તેના એ પ્રોડક્શન હાઉસને મોટા સ્તરે લઈ જવા માટે તૈયાર છે અને હવે જલ્દી જ ફિલ્મો પણ લાવશે.

સાઉથની આ અભિનેત્રી સાથે આવશે પહેલી ફિલ્મ  :

કેહાલ આ વાતને લઈને અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની એન્ટરટેઈનમેન્ટ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોના પ્રોડકશનમાં આગળ વધવાનું વિચારી રહ્યા છે.જો કે આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પહેલી ફિલ્મની અભિનેત્રી લેડી સુપરસ્ટાર નયનતારા હશે. જો કે આ અહેવાલોને હજુ કોઈ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :-

ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ ? કઇંક આવું છે તેની પાછળનું કારણ

0

Why is the AC coach installed in the

  • શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

ભારતીય રેલ્વે (Indian Railways) નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં કરવામાં આવે છે એ વાર આપણે બધા જાણીએ જ છીએ. ઇંડિયન રેલ્વે દેશના સરહદી વિસ્તારોને (Border areas) મોટા મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે અને આપણી ભારતીય રેલ્વે વધુ સરળ અને મુસાફરી કરવાનું સુરક્ષિત માધ્યમ છે. આ જ કારણે છે દેશમાં દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા મુસાફરી કરે છે.

આપની ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વધુ નહીં જાણતા હોવ અને આજે અમે તમને એવી જ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે એસી કોચ હંમેશા ટ્રેનની વચ્ચે જકેમ લગાવવામાં આવે છે? આ વસ્તુ આપણે બધા એ જોઈ હશે પણ આ પ્રશ્નનો જવાબ આપણે નહીં જાણતા હોઈએ. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટ્રેનમાં એન્જિન પછી જનરલ કોચ લગાવવામાં આવે છે અને પછી વચ્ચે સ્લીપર અને એ પછી એસી કોચ હોય છે. એસી કોચ પછી પછી ફરીથી સ્લીપર કોચ અને જનરલ કોચ રાખવામાં આવે છે. શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે?

– મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે. રેલ્વે સ્ટેશનો પર એક્ઝિટ ગેટ તેની બરાબર મધ્યમાં હોય છે.

– એવામાં જે મુસાફરો એસી કોચમાં મુસાફરી કરે છે એમને સામાન સાથે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યારે ટ્રેનમાંથી ઉતરીને સીધા એક્ઝિટ ગેટ સુધી પહોચી જાય.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

– ટ્રેનની વચ્ચે એસી કોચ અંગ્રેજોના સમયથી લગાવવામાં આવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા. તે સમયગાળા દરમિયાન આગળના ભાગમાં એસી કોચ લગાવવામાં આવતા હતા અને એન્જિનના અવાજને કારણે કોચની અંદર ઘણો અવાજ આવતો હતો અને યાત્રીઓને સમસ્યા થતી હતી.

– એવામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસી કોચને એન્જિનથી દૂર લગાવવામાં આવ્યા હતા અને આ કારણોસર હજુ સુધી ટ્રેનની વચ્ચે જ એસી કોચ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

12 ઓક્ટોબર 2022 રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

12 October 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા. સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમસંબંધો પકડાઈ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખાવદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન:
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોરનું પત્તું કાપવા ભાજપના બે ઠાકોર નેતાઓ મેદાને, સમીમાં કર્યું શક્તિપ્રદર્શન

0

Two Thakor leaders of BJP made a

  • સમી તાલુકાના રણાવાડા ગામે ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે.

તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર (Radhanpur) વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

રણાવાડા ગામે યોજાયું અઢારે આલમનું મહાસંમેલન :

તાજેતરમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. જે બાદ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાઇ રહ્યો છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા.

ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.

સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી ઉઠી માંગ :

મહાસંમેલનના સભા સ્થળે મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી.  હાલ એવી અટકળો ચાલી રહી છે કે રાધપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે.

રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

દેવામાં ડૂબેલ હતો ‘તારક મહેતા..’નો આ એક્ટર, સિરિયલમાં આવ્યા પછી બદલાઈ હતી કિસ્મત

This actor of ‘Tarak Mehta..’, who was

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની (Tarak Mehta Ka Ulta Chashma) સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે.

શોની સ્ટારકાસ્ટ ભલે લાંબી હોય પરંતુ લોકો દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે. શોમાં દરેક કેરેક્ટરની પોપ્યુલારિટી અલગ છે. પરંતુ શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. જોકે શોને ક્વિટ કરનાર આ સ્ટાર્સની કિસ્મત ત્યાં ચમકી નથી શકી અને ન તો એ પ્રકારનું સ્ટાર્ડમ મળ્યું જે તમને તારક મહેતામાં મળ્યું હતું.

આ શોમાં શરૂઆતથી જ કામ કરતા કલાકારોથી લઈને આ શોને અલવિદા કહી ચૂકેલા કલાકારો પણ ચાહકોના દિલમાં વસી ગયા છે. શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

ઘણી પરેશાનીનો કર્યો છે સામનો  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હંમેશા પાર્ટી-શાર્ટી માટે તૈયાર રહેતા રોશન સિંહ સોઢીનું સાચું નામ ગુરચરણ સિંહ છે. ગુરચરણ સિંહે સોઢીના કરેકેટરમાં પોતાની શાનદાર સ્ટાઈલથી આ શોમાં અલગ ઓળખ ઊભી કરી છે. જો કે આજે ભલે તે આ શોનો ભાગ નથી આપણ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત આવે છે.

તારક મહેતા : બબીતા થી લઈને અંજલિ સુધી, અસલ જીવનમાં કુંવારા છે આ સિતારાઓ, એક ની ઉંમર તો ૪૬ વર્ષની છે - Adhuri Lagani

ત્યારે ગુરચરણ સિંહનો ચહેરો સૌથી પહેલા સામે આવે છે. આટલું નામ મેળવતા પહેલા એમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો એમને કર્યો હતો. ગુરુચરણ સિંહ એક સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને મજબૂરીમાં તેઓ મુંબઈ આવ્યા હતા.

તારક મહેતા શોમાં આવી રીતે મળ્યો રોલ  :

શો માં શરૂઆતમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે પોતાના એક લાઈવ વીડિયોમાં કહ્યું હતું કે ‘હું એવા સમયે મુંબઈ આવ્યા હતા જ્યારે મારા પર ઘણો કર્જ હતો અને લોકો પૈસા માંગવા મારી પાછળ પડ્યા હતા. જ્યારે ક્યાંયથી આશા ન મળી ત્યારે મુંબઈ આવી ગયો અને છ મહિનામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં રોલ મળી ગયો હતો.’

અત્યાર સુધી બે સોઢી બદલાયા :

તારક મહેતા શોની શરૂઆતથી જ ગુરચરણ સિંહ તેનો એક હિસ્સો હતા પણ એમને 2013માં શો છોડી દીધો હતો. પણ લોકોની માંગને કારણે 2014માં પરત ફર્યા હતા અને છ વર્ષ સુધી કામ કર્યા પછી એમને ફરી એકવાર વર્ષ 2020માં શોને અલવિદા કહી દીધું હતું. એ પછી એમની જગ્યા પર બલવિંદર સિંહ સૂરી લેવામાં આવ્યા છે જે રોશન સિંહ સોઢીનો રોલ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

ચાર સંતાનોનો પિતા સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી ગયો, લવ-જેહાદના કેસમાં પોલીસે હાથ ધરી તપાસ

Father of four children abducted

  • સુરતમાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની તરૂણીને 48 વર્ષનો વિધર્મી ભગાડી જતા ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં લવ જેહાદનો (Love Jihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષની સગીરાને ચાર સંતાનોનો પિતા ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હાલ સચિન પોલીસ (Sachin Police) રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

ચાર સંતાનોનો પિતા 17 વર્ષની કિશોરીને ભગાડી ગયો :

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ (Hojiwala Industrial) એસ્ટેટ ખાતે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. 17 વર્ષની કિશોરી લાજપોર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ફળીયામાં રહેતા 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ મઢીની રીક્ષામાં દરરોજ નોકરીએ આવતી જતી હતી. આ રીક્ષા ચાલક કિશોરીને પ્રેમજાળમાં (Love trap) ફસાવીને ભગાડી જતાં કિશોરીના ફોઈએ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

લવ જેહાદના કિસ્સાથી હિન્દુ સંગઠનોમાં રોષ  :

સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 48 વર્ષીય રીક્ષા ચાલકને ચાર સંતાનો છે. જેમાંથી 2 દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. રીક્ષા ચાલક સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અબ્દુલ હમીદ હાસીમ મઢી અને તરૂણીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

ચાર સંતાનોનો વિધર્મી પિતા હિન્દુ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસ નજર રાખી રહી છે.

આ પણ વાંચો :-