Home Blog Page 1280

સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું, લોભામણી લાલચ આપી આચરતા હતા છેતરપિંડી,જાણો કઈ રીતે ચાલતું હતું ફેક કોલ સેન્ટર

Fake call center caught from Surat

  • જો OTP આપ્યો તો ખાતું સાફ થયું માનો, હોલિડે મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપી છેતરપિંડી કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

સમગ્ર ગુજરાત અને દેશમાં ફેક કોલ સેન્ટર (Fake call center) ધમધમી રહ્યા છે. લોકોને કોલ કરી અવનવી સ્કીમો આપી પૈસાની છેતરપિંડી (Fraud of money) આચરવામાં આવે છે. એક કોલ અને પૈસા સાફ થઈ શકે. લોકો આવી લોભામણી સ્કીમોમાં આવી ઘણી વખત મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલ સુરતમાં એક ફેક કોલ સેન્ટર ઝડપાયું છે.

સુરતના વેસુ (Vesu) વિસ્તારમાં આવેલા આ કોલ સેન્ટર દ્વારા લોકોને ફેમિલી હોલિડે માટે મેમ્બરશિપ આપવાની લોભામણી લાલચ આપવામા આવતી હતી. આ છેતરપિંડીમાં અત્યાર સુધી ક્રાઈમ સેલ દ્વારા ચાર આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવતી :

ધ હિમાલયન હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી કંપની ફેક કોલ સેન્ટર ચલાવતી હતી. ફેમિલી હોલિડેના નામે મેમ્બરશિપ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કંપનીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવમાં આવતી હતી. સ્કીમોમાં ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસનું રાત્રી રોકાણ સાથે રહેવા, જમવાની વ્યવસ્થા સાથે પિકઅપ અને ડ્રોપની લોભામણી સુવિધાનો કહેવામાં આવતું.

આરોપીઓ લોકોને સ્કીમો આપી મોબાઈલ OTP લઈ છેતરપિંડી આચરતા હતા. આરોપી મનિષ સિંહે ફરિયાદી પાસેથી જાણ બહાર OTP મેળવ્યુ હતું અને તે OTPના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 2 લાખ 10 હજારની ઉચાપત કરવામાં આવી હતી. ફરિયાદીએ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડને પૈસા રિફંડ કરવા કહ્યું છતાં રિફંડ ન કરવામાં આવ્યા અને જે  બાદ ફરિયાદીએ કંપની વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.

છેતરપિંડીના આરોપીઓ :

આ છેતરપિંડી કેસમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ અને વિમલ પ્રજાપતિ સામેલ છે તેમજ સાયબર સેલ દ્વારા તપાસ કરતા લાખો રુપિયાનો મુદ્દામાલ કબજે પણ કરાયો છે. ત્રણ કોમ્પ્યુટર, પાંચ POS મશીન, એક લેપટોપ, બાર મોબાઈલ અને આઠ ચેકબુક IPAYSLIP સહિતની વસ્તુ પોલીસે કબજે કરી છે.

આ પણ વાંચો :-

દોસ્ત હેં!! રાજકોટમાં ભાજપ અને આપના નેતા સાથે દેખાયા, ચૂંટણી સમયે મુલાકાતે જગાવી ચર્ચા…

0

Appeared with BJP and AAP leaders in

  • રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણી અને AAPના વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા શરૂ થયા તર્કવિતર્ક.

ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે સાથો સાથ નેતાઓના જિલ્લા અને તાલુકાસ્તર સુધીના આંટા ફેરા વધી ગયા છે. રાજકીય માહોલમાં (Political environment) આ વખતે ત્રીજોપક્ષ પણ ચૂંટણીની લહેરમાં જોડાઈ ગયો છે. રાજકીય માહોલ રોજે-રોજ ગરમ થતો જાય છે ત્યારે એક બીજા પર આરોપ અને આક્ષેપ બાજી વચ્ચે આજે બે પક્ષના નેતાઓ એકબીજાના હાલ-ચાલ પૂછતા અનેક અટકળો શરૂ થઈ છે.

તે નેતાઓ પર અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો ભેગા થતા અનેક તર્કવિર્તક શરૂ થયા છે. આજે રાજકોટમાં ભાજપનાં નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા અનેક તર્કવિતર્કના વાદળો ઘેરાયા છે.

અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાત :

રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો એકબીજાને મળતા અને સાથે જોતા અનેક તર્કવિર્તક વાદળો ઘેરાયા છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળ્યા હતા.

વશરમ સાગઠીયા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા. તો બીજી તરફ અરવિંદ રૈયાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રિસીવ કરવા પણ ત્યાં પહોંચ્યા હતા. બંને નેતા એરપોર્ટ પર જૂના મિત્રો હોવાનું કહી મળતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

રાજકીય અટકળો તેજ થઈ :

રાજકોટ-71ની બેઠકના આપના ઉમેદવાર વશરામ સાગઠીયા મંત્રી અરવિંદ રૈયાણીને મળતા રાજકીય બાબતમાં હલચલ મચી છે અને અવનવી અટકળોનો દોર શરૂ થઈ છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી તેમજ સાંસદ રામ મોકરીયા આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયાના મિત્રો હોવાનું કહ્યું હતું.

મળતી માહિતી મુજબ મંત્રી અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાતને આપના કાર્યકર્તા જોતા જ રહી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ રાજકીય અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો :-

15 ઓક્ટોબર 2022 : લક્ષ્મી માતા આ રાશિના લોકોની દરેક મનોકામના કરશે પૂરી, જાણો તમારી રાશી તો નથી ને!

15 October 2022 : Gujarat Guardian

મેષ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોરબાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

‌મિથુન
આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, અેકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક
‌શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-અેક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલા
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ, પ્રતિષ્‍ઠા વધે. સાચુ ખોટી પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃ‌શ્ચિક
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી, ખાંસીનો ઉપદ્રવ હેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતી થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબૂ રાખવો.

મકર
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતી થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીન
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી, માથાના દુઃખાવા‌ની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળતે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, હિમાચલ પ્રદેશમાં જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી

0

Assembly election dates announced

  • ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની (Gujarat and Himachal Pradesh) ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં  12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.

મહત્વની તારીખો :

મતદાનની તારીખ : 12 નવેમ્બર, 2022

પરિણામની તારીખ : 8 ડિસેમ્બર, 2022

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર યોજાશે ચૂંટણી :

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ – 2017

કુલ બેઠક – 68
ભાજપ – 44
કોંગ્રેસ – 21
અન્ય – 03

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 55,07,261 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલના મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18-19 વર્ષની વય જૂથના 69,781 નવા મતદારો નોંધાયા છે.

હવે કુલ 55,07,261 મતદારો છે, જેમાં 27,80,208 પુરૂષ, 27,27,016 મહિલા અને 37 તૃતીય લિંગના મતદારો છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોની સંખ્યા વધીને 56,001 થઈ છે. જેમાં 1470નો વધારો થયો છે.  મતદારોનો લિંગ ગુણોત્તર 978થી વધીને 981 થયો છે.

આ પણ વાંચો :-

વારંવાર તરસ લાગે છે તો થઈ જજો સાવધાન, ક્યાંક તમે આ બીમારીઓના શિકાર તો નથી બની ગયા ને?

If you feel thirsty often, be careful

  • જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો.

આપણા શરીરમાં 70 ટકા પાણી હોય છે અને જેટલું વધુ પાણી પીએ તેને સ્વાસ્થ્ય (Health) માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણી વધુ પીવાઇ છે પણ કેટલાક લોકો એવા હોય છે જે દર કલાકે સામાન્ય કરતા વધુ પાણી પીવે છે. અને તેના કારણે એ એક્સ્ટ્રીમ થર્સ્ટનો (Extreme Thirst) શિકાર છે. આવી સ્થિતિને મેડિકલ ભાષામાં પોલિડિપ્સિયા (Polydipsia) પણ કહેવામાં આવે છે.

જો તમને પણ વધુ પાણી પીવાની આદત છે તો તમે આ બીમારીનો શિકાર હોય શકો છો. જો એવું હોય તો તેને હળવાશથી ન લો અને તરત જ ડોક્ટરની સલાહ લો અને જરૂર પડે તો આવી સ્થિતિમાં બ્લડ ટેસ્ટ કરાવો જેથી તમને સમયસર બીમારીની ખબર પડી શકે. જો કે વધુ પડતી તરસ લાગવી એ બીજી બીમારીઓની નિશાની પણ હોય શકે છે.

વધુ પડતી તરસ લાગવી આ બીમારીનું લક્ષણ હોય શકે :

ડિહાઈડ્રેશન Dehydration :

જો કે આ કોઈ બીમારી નથી પણ તે એક ખરાબ કન્ડિશન છે. ડિહાઇડ્રેશન એ એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને તેમાં ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડાયાબિટીસ Diabetes :

જ્યારે કોઈને પહેલી વખત ડાયાબિટીસ થાય છે. ત્યારે તે બીમારીને ઓળખવી સહેલી નથી. પણ વધુ પડતી તરસ લાગવી એ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. જ્યારે તમને ખૂબ તરસ લાગે ત્યારે બ્લડ સુગર ટેસ્ટ કરાવવું જોઈએ.

એનેમિયા Anemia :

જ્યારે આપણા શરીરમાંથઈ રેડ બ્લડ સેલ્સ ઓછા થવા લાગે ત્યારે એનિમિયાનો રોગ થાય છે. તેને સામાન્ય ભાષામાં લોહીની ઉણપ પણ કહેવાય છે. આવી સ્થિતિમાં પણ વધુ તરસ લાગે છે.

આ પણ વાંચો :-

વિચિત્ર સજા ! ઉનાની સ્કૂલમાં સફાઇનો ઇનકાર કરતા શિક્ષકે ફટકારી એવી સજા કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

0

Strange punishment! A teacher who refused

  • ગીર સોમનાથના ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને આકરી સજા આપતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઉનાની (Una) એક સ્કૂલમાં શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને સફાઇ કરવાનું કહેતા તે વિદ્યાર્થીએ (Student) સફાઇ કરવાનું ના કહી દીધું હતું. આથી શિક્ષકે વિદ્યાર્થી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. વિદ્યાર્થીએ શિક્ષકના કહેવા પર સફાઇ ના કરતા શિક્ષકે (The teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠકબેઠક કરાવી હતી.

ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે 200થી વધારે ઉઠકબેઠક કરાવતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી. આથી તેને પહેલા ઉનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને રાજકોટની સવાણી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી.

પહેલેથી જ શાળાને જાણ કરી હતી, કાર્યવાહીની માંગણી કરાઇ :

વધુમાં મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના પિતાએ તેમનો પુત્ર પહેલેથી જ નબળો હોવાની જાણ શાળાના સંચાલકો અને શિક્ષકોને કરી હતી. તેમ છતાં શિક્ષકે તે વિદ્યાર્થીને ઉઠકબેઠકની સજા કરી હતી. જોકે આ ઘટનાને થોડાક દિવસ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આ બનાવમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મારા પુત્રને કીડની પર અસર થતા સોજો આવ્યો : વિદ્યાર્થીના પિતા

આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતા મહેશભાઇનું કહેવું એમ છે કે, મારો છોકરો સરસ્વતી સ્કૂલમાં ભણે છે. તેને સાહેબે 200 ઉઠક બેઠક કરાવી. આથી મારો છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે એની પિન્ની ચઢી ગઇ હતી. પછી ડૉક્ટર પાસે ગયો તો એની પિન્ની તો ચઢાવી દીધી પણ એને વોમિટ બંધ નહોતી થતી. આથી શાહ સાહેબને બતાવવા ગયા તો શાહ સાહેબે કીધું કે ત્રણ દિવસનો કોર્ષ આપું છું, જો ના ફેર પડે તો પછી રિપોર્ટ કઢાવવો પડે.

આથી ત્રણ દિવસ સારવાર કરાવી પણ કંઇ ફેર ના પડ્યો એટલે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ જોઇને પીછડિયા સાહેબ પાસે ગયા તો સાહેબે રાજકોટ મોકલ્યા. ત્યારે રાજકોટની હોસ્પિટલવાળાનું કહેવું એમ છે કે, આને ડાયાલીસીસ કરાવવું પડે. તેને કિડનીમાં સોજા ઉતરતા નથી. પછી અમે પૈસાના બંદોબસ્ત કરવામાં પડ્યા. મારા પુત્રને કીડની પર અસર થતા તેને સોજો આવ્યો હોવાથી ડોક્ટરે ડાયાલીસીસ કરવાનું કહ્યું છે.

તેમજ અમારી આર્થિક સ્થિતી પણ નબળી હોવાથી અમે સારવાર માટે કાર્ડ કઢાવવા આમથી તેમ દોડાદોડી કરી રહ્યાં છીએ. પછી હું જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે કહ્યું કે, પ્રાર્થનામાં હાજરી નથી આપતો. મે ચારેબાજુથી પૈસાં ભેગાં કરીને 30થી 35 હજાર જેટલાં રૂપિયા મારી દીકરા અને પત્નીને દઇને આવ્યો અને હજુ પણ હું પૈસાનો બંદોબસ્તમાં લાગ્યો છું.’

આ પણ વાંચો :-

ગુજરાતમાં પ્રવેશતી બસમાંથી ઝડપાયું અધધ… 143 કિલો ચાંદી, બસમાં એવી જગ્યાએ સંતાડ્યું હતું કે…

Half… 143 kg of silver was seized from

  • આગરાથી અમદાવાદ આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી 86 લાખની ચાંદી ઝડપાઈ.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat-Rajasthan border) પર આવેલી માવલ ચોકી પરથી આબુરોડની રિકો પોલીસે નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરતાં આગરાથી અમદાવાદ (Agra to Ahmedabad) જઈ રહેલી લકઝરી બસમાંથી અંદાજે ૮૬ લાખ રૂપિયાની કિંમતની ૧૪૩ કિગ્રા ચાંદીનો જથ્થો જપ્ત કરી આ લકઝરીને રિકો પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી અને તેમાં સવાર અન્ય મુસાફરોને બીજા વાહનોમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના આબુરોડની રિકો પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવલ પોલીસ ચોકીએ નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન આગરાથી અમદાવાદ જઈ રહેલી એક સ્લીપર લકઝરી નં. GJ-14-X-9845ને થોભાવી તેમાં તપાસ હાથ ધરી હતી. જેમાં લકઝરીની સીટ નંબર ૧૧ અને ૧૨ની નીચે ખાસ પાટેશન બનાવવામાં આવ્યું હતું.

જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટામાં ચાંદીની ધાતુથી બનેલા ઘરેણાં ભરેલાં હતા. કોઈ પણ જાતના પાસ પરમિટ વિના વધુ માત્રામાં ચાંદીનું પરિવહન કરતાં  કલમ ૧૦૨ સીઆરપીસી મુજબ ચાંદીને જપ્ત કરી સ્લીપર બસને કલમ ૨૦૭ એમવી એક્ટ અંતર્ગત ડિટેઇન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ઈટાલિયા-ઈરાની વચ્ચે તું તું મેં મેં : સ્મૃતિ મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, ગેસના બાટલા માથે……

0

Between Italy-Iran Tu Tu Mein Mein

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના અપમાન મામલે સ્મૃતિ ઈરાનીના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર. કહ્યુ- ઈટાલિયાએ રાજકારણમાં ચમકવા માટે હીરાનું અપમાન કર્યુ. ગુજરાતની જનતા PMની માતાનું અપમાન સહન નહીં કરે. ચૂંટણીમાં જનતા જવાબ આપશે.

ગુજરાતની ચૂંટણીઓમાં (Gujarat election) અત્યાર સુધી બે રાજકીય પક્ષો વચ્ચે હોડ ચાલતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રી થતા ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના (Gopal Italia) મહિલાઓના વિવાદને લઈને રાજકીય મામલો ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ સામસામે પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની (Gopal Italia) અટકાયત બાદ ભાજપના નેતા સ્મૃતિ ઈરાની (Smriti Irani) મેદાનમાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના અપમાન મામલે સ્મૃતિ ઈરાનીએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતા કહ્યુ કે ઈટાલિયાએ રાજકારણમાં ચમકવા માટે હીરાનું અપમાન કર્યુ છે. ગુજરાતની જનતા PMની માતાનું અપમાન સહન નહીં કરે. ચૂંટણીમાં જનતા જવાબ આપશે.

AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે :

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. રાજકીય ફાયદા માટે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ચૂંટણીમાં ફાયદા માટે આપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP ધ્વસ્ત થઈ જશે.

ગોપાલ ઈટાલિયાનો સ્મૃતિ ઈરાનીને વળતો જવાબ :

સ્મૃતિ ઈરાનીને જવાબ આપવા ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. NCW માં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી.

પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદેથી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ છે. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વીડિયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.

આ પણ વાંચો :-

વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું જાપાનનું આ ટોઈલેટ, ખાસિયત એવી કે જાણીને તમે પણ થઈ જશો વિચારતા

This Japanese toilet has become a topic

  • રિપોર્ટસ મુજબ આ જાપાની ટોઈલેટમાંથી દર વર્ષે આ દેશમાં લાખો લીટર પાણીની બચત થાય છે. એવામાં જો તમે દરેક ઘરમાં આ ટોઈલેટ ઈન્સ્ટોલ કરાવો તો વિશ્વમાં પાણીની સમસ્યા ઘણી ઓછી થઇ શકે છે.

તમે બધાએ તમારી સુવિધાની દ્રષ્ટિએ તમારા ઘરમાં વોશરૂમ (Washroom) બનાવડાવ્યું હશે. વોશરૂમમાં નવા અંદાજના મોર્ડન ફિટીંગ્સની એન્ટ્રી થઇ ગઇ છે. આ વાત એવા જપાની ઈકોફ્રેન્ડલી ટોઈલેટની (Japanese eco-friendly toilet) જેની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે.

જપાની ટેકનિકનો ઉપયોગ વિશ્વભરમાં દશકોથી પૂરા ભરોસા સાથે થઇ રહ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ (Electronics) હોય કે ઈનોવેશન દરેક મામલે જપાની પ્રોડક્ટ્સનો કોઈ તોડ નથી.

ચર્ચામાં જાપાની ટોઈલેટ :

હાલ એક વાત જાપાની ટોઈલેટની જે દર વર્ષે લાખો લીટર પાણી બચાવવાની પોતાની ખાસિયતને પગલે ચર્ચામાં આવ્યું છે. જેને લઇને એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પર્યાવરણને અનુકૂળ આ ટોઈલેટની ડિઝાઈનથી વોશરૂમમાં જગ્યાની બચત થાય છે. કોમ્પેક્ટ વોશરૂમનો ઉલ્લેખ કરતા એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે જપાન આવા ટોઈલેટનો મોટાપાયે ઉપયોગ કરીને ઘણા વર્ષોથી લાખો લીટર પાણી બચાવી રહ્યું છે.

કમોડમાં શું છે ખાસ? 

જાપાની ટોઈલેટમાં લગાવવામાં આવેલા આ કમોડની તસ્વીરને જો તમે ધ્યાનથી જોશો તો આ શીટમાં એક ફ્લશ ટેન્ક છે, જેની ઉપર એક હેન્ડવોશિંગ સિન્ક લગાવી છે. જેમાં લગાવેલા એક પાઈપના કારણે હાથ ધોવાથી નિકળતા સાબુનુ પાણી ટોઈલેટમાં વહેવાને બદલે ફ્લશ ટેન્કમાં જાય છેે.

આ પ્રક્રિયાથી દરરોજ ઘણા લીટર પાણીની બચત થાય છે. ઉલ્લેખનીય છે કે આ સિન્ક પર લગાવેલા નળનુ પાણી તાજુ હોય છે. પરંતુ ટોઈલેટની આ ડિઝાઈનના કારણે દરરોજ ઘણુ પાણી બચી જાય છે અથવા તેનો યોગ્ય ઉપયોગ થાય છે.

આ પણ વાંચો :-

 

હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે ! ચૂકવવો પડશે 18 ટકા GST, જાણી લો વિગત

0

From now on, eating parathas

  • હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા ખાવા મોંઘા પડશે. કારણ કે પરાઠા પર 18% GST લગાડવામાં આવ્યો છે.

એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી (Inflation) વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ રેસ્ટોરાંમાં (Hotel Restaurants) પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે.

પરાઠાઓ એ સાદી રોટલી નથી : GAAAR

GAAARનું કહેવું છે કે પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.’ મહત્વનું છે કે પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી હતી.

Uttar Pradeshમાં રસ્તાની હાલત તો જુઓ, ભૂવામાંથી બાઈક નીકળ્યું

તમને જણાવી દઇએ કે યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ તેની ગૂંચવણો હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. ત્યારે રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ કંઇક આવું જ છે.

પરાઠા પર 18 ટકા GST અને રોટલી પર લાગશે 5 ટકા GST :

જો તમારે પરાઠા (frozen) ખાવા હોય તો હવે તેની પર તમારે 18 ટકા GST ચૂકવવો પડશે. જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા GST રહેશે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે, બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ જ છે, આથી તેની પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ.

આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. માલાબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા હોય છે.

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકો છો, પરંતુ તેની વગર પરાઠા નથી બનતા. કારણ કે ઘી ચોપડેલી રોટલી કે પરાઠા એક રીતે અલગ કેટેગરીમાં આવે છે, આથી તેની પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.

દૂધ અને ફ્લેવર્ડ દૂધ વચ્ચે પણ છે આવો જ તફાવત :

રોટલી અને પરાઠાની જેમ જ GST વિવાદ દૂધ અને સુગંધિત અથવા તો ફ્લેવર્ડ મિલ્કને લઈને છે. ગુજરાતના GST સત્તાવાળાઓએ ફ્લેવર્ડ મિલ્ક પર 12 ટકા GST માન્ય રાખ્યો છે, જ્યારે દૂધ પર કોઈ ટેક્સ નથી રાખ્યો.

આ પણ વાંચો :-