Fake call center caught from Surat
- જો OTP આપ્યો તો ખાતું સાફ થયું માનો, હોલિડે મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપી છેતરપિંડી કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ
સમગ્ર ગુજરાત અને દેશમાં ફેક કોલ સેન્ટર (Fake call center) ધમધમી રહ્યા છે. લોકોને કોલ કરી અવનવી સ્કીમો આપી પૈસાની છેતરપિંડી (Fraud of money) આચરવામાં આવે છે. એક કોલ અને પૈસા સાફ થઈ શકે. લોકો આવી લોભામણી સ્કીમોમાં આવી ઘણી વખત મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલ સુરતમાં એક ફેક કોલ સેન્ટર ઝડપાયું છે.
સુરતના વેસુ (Vesu) વિસ્તારમાં આવેલા આ કોલ સેન્ટર દ્વારા લોકોને ફેમિલી હોલિડે માટે મેમ્બરશિપ આપવાની લોભામણી લાલચ આપવામા આવતી હતી. આ છેતરપિંડીમાં અત્યાર સુધી ક્રાઈમ સેલ દ્વારા ચાર આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવતી :
ધ હિમાલયન હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી કંપની ફેક કોલ સેન્ટર ચલાવતી હતી. ફેમિલી હોલિડેના નામે મેમ્બરશિપ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કંપનીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવમાં આવતી હતી. સ્કીમોમાં ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસનું રાત્રી રોકાણ સાથે રહેવા, જમવાની વ્યવસ્થા સાથે પિકઅપ અને ડ્રોપની લોભામણી સુવિધાનો કહેવામાં આવતું.
આરોપીઓ લોકોને સ્કીમો આપી મોબાઈલ OTP લઈ છેતરપિંડી આચરતા હતા. આરોપી મનિષ સિંહે ફરિયાદી પાસેથી જાણ બહાર OTP મેળવ્યુ હતું અને તે OTPના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 2 લાખ 10 હજારની ઉચાપત કરવામાં આવી હતી. ફરિયાદીએ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડને પૈસા રિફંડ કરવા કહ્યું છતાં રિફંડ ન કરવામાં આવ્યા અને જે બાદ ફરિયાદીએ કંપની વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.
છેતરપિંડીના આરોપીઓ :
આ છેતરપિંડી કેસમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ અને વિમલ પ્રજાપતિ સામેલ છે તેમજ સાયબર સેલ દ્વારા તપાસ કરતા લાખો રુપિયાનો મુદ્દામાલ કબજે પણ કરાયો છે. ત્રણ કોમ્પ્યુટર, પાંચ POS મશીન, એક લેપટોપ, બાર મોબાઈલ અને આઠ ચેકબુક IPAYSLIP સહિતની વસ્તુ પોલીસે કબજે કરી છે.
આ પણ વાંચો :-