હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે ! ચૂકવવો પડશે 18 ટકા GST, જાણી લો વિગત

Share this story

From now on, eating parathas

  • હવેથી હોટેલ રેસ્ટોરાંમાં પરાઠા ખાવા મોંઘા પડશે. કારણ કે પરાઠા પર 18% GST લગાડવામાં આવ્યો છે.

એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી (Inflation) વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ રેસ્ટોરાંમાં (Hotel Restaurants) પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે.

પરાઠાઓ એ સાદી રોટલી નથી : GAAAR

GAAARનું કહેવું છે કે પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.’ મહત્વનું છે કે પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી હતી.

Uttar Pradeshમાં રસ્તાની હાલત તો જુઓ, ભૂવામાંથી બાઈક નીકળ્યું

તમને જણાવી દઇએ કે યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ તેની ગૂંચવણો હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. ત્યારે રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ કંઇક આવું જ છે.

પરાઠા પર 18 ટકા GST અને રોટલી પર લાગશે 5 ટકા GST :

જો તમારે પરાઠા (frozen) ખાવા હોય તો હવે તેની પર તમારે 18 ટકા GST ચૂકવવો પડશે. જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા GST રહેશે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે, બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ જ છે, આથી તેની પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ.

આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. માલાબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા હોય છે.

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકો છો, પરંતુ તેની વગર પરાઠા નથી બનતા. કારણ કે ઘી ચોપડેલી રોટલી કે પરાઠા એક રીતે અલગ કેટેગરીમાં આવે છે, આથી તેની પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.

દૂધ અને ફ્લેવર્ડ દૂધ વચ્ચે પણ છે આવો જ તફાવત :

રોટલી અને પરાઠાની જેમ જ GST વિવાદ દૂધ અને સુગંધિત અથવા તો ફ્લેવર્ડ મિલ્કને લઈને છે. ગુજરાતના GST સત્તાવાળાઓએ ફ્લેવર્ડ મિલ્ક પર 12 ટકા GST માન્ય રાખ્યો છે, જ્યારે દૂધ પર કોઈ ટેક્સ નથી રાખ્યો.

આ પણ વાંચો :-