ક્રિકેટ બાદ હવે ફિલ્મી દુનિયામાં પણ ધમાલ મચાવશે શિખર ધવન, જાણીતી અભિનેત્રી સાથે કરશે બોલીવુડમાં ડેબ્યૂ

Share this story

Shikhar Dhawan will make a splash in the

  • ક્રિકેટર શિખર ધવન હવે ફિલ્મ ‘ડબલ એક્સએલ’થી હુમા કુરેશી તથા સોનાક્ષી સિંહા સાથે પોતાનો બૉલીવુડ ડેબ્યૂ કરશે. જુઓ તસવીરો

ક્રિકેટના મેદાન પર ચોક્કા – છગ્ગાથી ફેન્સના દિલો પર રાજ કરનારા ભારતના ઓપનર શિખર ધવન (Opener Shikhar Dhawan) હવે ફિલ્મી પરદા પર જોવા મળશે. તેઓ એક હિન્દી ફિલ્મમાં જોવા મળશે. શિખર સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને હુમા કુરેશી (Huma Qureshi) પણ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા આ વાતની પુષ્ટિ પણ થાય છે.

શિખર ધવનનો બોલીવુડ ડેબ્યૂ :

ટીમ ઈન્ડિયામાં પોતાની કપ્તાનીથી દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં જીત અપાવ્યા બાદ શિખર દગવાં હવે ફિલ્મી પડદા પર પોતાનો જાદૂ વિખેરશે. તેઓ હુમા કુરેશી, સોનાક્ષી સિંહા સાથે પોતાનો બોલીવુડ ડેબ્યૂ કરશે.

‘ડબલ એક્સએલ’ થી કરશે શરૂઆત  :

બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ શિખર ધવન સાથે પોતાની તસવીરો શેર કરી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો છે. આમાંથી એક તસવીરમાં શિખર અને હુમા રોમેટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.  બીજી તસવીરમાં શિખર અને હુમા હસતાં જોવા મળે છે.

સોનાક્ષી અને હુમા એકસાથે  :

‘ડબલ એક્સએલ’ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી બંને શિખર સાથે જોવા મળશે. ફિલ્મમાં ઝહીર ઇકબાલ પણ છે. ફિલ્મના નિર્દેશક સતરામ રમાની છે.

આ પણ વાંચો :-