બસ, બે દિવસ બાકી…ચૂંટણી પહેલા શાંત દેખાતી કોંગ્રેસ 15 ઓક્ટોબરે કરી શકે છે મોટી જાહેરાત

Share this story

That’s it, two days left…Congress, which seems calm

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને (Voters) રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની (Gujarat Congress) રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી (Diwali) પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નથી કરાઈ જાહેરાત  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.

15 ઓક્ટોમ્બર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી કરી શકે છે જાહેર  :

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે.

કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જો કે આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ત્રણથી ચાર તબક્કામાં જાહેર કરાશે ઉમેદવાર : રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર કરાશે. તો તેમણે મુખ્યમંત્રી ચહેરાને લઈને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી.

આ પણ વાંચો :-