પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે બેંકથી પણ વધુ ફાયદો, જાણો વિગત

Share this story

Invest in this post office scheme

 

જો તમે પણ સુરક્ષિત અને નફાવાળા રોકાણ (A safe and profitable Investment) કરવા માંગો છો તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસમાં ફીક્સ્ડ ડિપોઝીટમાં (Fixed Deposit) રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં (Post Office) એફડી કરાવતા તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. જેમાં તમને નફાની સાથે સરકારી ગેરંટી પણ મળશે. જેમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ  :

પોસ્ટ ઓફિસમાં FD કરાવવું ખૂબ સરળ પણ છે. ભારતીય પોસ્ટે પોતાની વેબસાઈટ પર તેની માહિતી આપી. આ માહિતી મુજબ પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ 1,2,3, 5 વર્ષ માટે એફડી કરાવી શકો છો. આવો જાણીએ કે આ સ્કીમમાં કયા-કયા ફાયદા મળે છે.

  1. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવાથી તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
  2. જેમાં રોકાણકારોના પૈસા પૂરી રીતે સુરક્ષિત રહે છે.
  3. જેમાં એફડી ઓફલાઈન અથવા ઓનલાઈન દ્વારા કરી શકો છો.
  4. જેમાં તમે 1થી વધુ એફડી કરી શકો છો.
  5. આ ઉપરાંત એફડી એકાઉન્ટ જોઈન્ટ કરી શકો છો.
  6. જેમાં 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ પર તમને આઈટીઆર ફાઈલ કરતી સમયે ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળશે.
  7. એક પોસ્ટ ઓફિસમાંથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.

આ પણ વાંચો :-