Diwali at home…Gujarat ST took a big decision
- દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી દિવાળીને ધ્યાનમાં લઇને ST વિભાગ દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં તહેવારોની સિઝન (Festive season) શરૂ થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને લઈને ST વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ (State Road Transport Department) દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે.
પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમનો એક્શન પ્લાન :
દરેક તહેવારોમાં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ત્યારે આગામી દિવાળીના તહેવારમાં પણ પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય :
આપને જણાવી દઈએ કે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. આ લોકો દિવાળીના વેકેશન દરમિયાન વતનમાં જતા હોય છે. દિવાળીના તહેવારને લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધી જાય છે.
PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ
ત્યારે પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.
700 જેટલી બસો અમદાવાદ વિભાગમાંથી દોડાવાશે :
જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું છે.
આ પણ વાંચો :-
- TMKOC : તારક મહેતાના ‘દયાબેન’ને ગળાનું કેન્સર છે ? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યું
- દિવાળી સુધરી ગઈ ! રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી પહેલા જ મળશે પગાર