TMKOC: Tarak Mehta’s ‘Dayaben’ Has
- તારક મહેતા સિરિયલમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા દયાભાભી? દયાબેન ઉર્ફે દિશા વાકાણી કેમ આટલાં લાંબા સમયથી સિરિયલથી દૂર છે? શું દિશા વાકાણીને ગળાનું કેન્સર થયાની વાત સાચી છે? તારક મહેતાના દયાબેનને કેન્સર અંગે દિશા વાકાણીના ભાઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી (Dayabhabhi of Tarak Mehta Ka Oolta Chashma) એટલે કે દિશા વાકાણી વર્ષ 2017થી શોમાંથી ગાયબ છે. હવે અચાનક તેઓ શો માંથી કેમ ગાયબ થઈ ગયા? આના પાછળ શું કારણ છે તે અત્યાર સુધી સામે આવ્યું નથી. એવામાં એક સમાચાર સામે આવ્યાં છે કે દિશા વાકાણીને (Disha Vakani) ગળાનું કેન્સર થયું છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઈમ દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે એવી વાત ચારેય કોર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેને કારણે તેમના ચાહકો પણ ચિંતામા સરી પડ્યાં છે. ઘણાં બધા ચાહકો કોઈકને કોઈક રીતે દિશા વાકાણીનો સંપર્ક કરીને તેમની ખબર પુછવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ
દયાબેન ઉર્ફે દિશા વાકાણીના સગા ભાઈ તારક મહેતા સિરિયલના સુંદર વીરા ઉર્ફે મયુર વાકાણીએ જણાવ્યું કે, દિશાબેન બિલકુલ ઠીક છે. ઈશ્વરની કૃપા છે. લોકો ખોટો અફવા ફેલાવી રહ્યાં છે. બેન તો પોતાના પરિવાર સાથે મુંબઈમાં મજાથી રહે છે. મયુર વાકાણીએ વધુમાં જણાવ્યું કે મારા દિશાબેન સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ પોતાના પરિવાર સાથે ખુબ આનંદથી સમય પસાર કરી રહ્યાં છે.
ગળાના કેન્સર અંગેના વાત સાવ ખોટી છે. આ વાત એક અફવા છે. ચાહકો આવી અફવા પર ધ્યાન ન આપે. હું કેન્સર અંગેની અફવાને રદિયો આપું છું. બીજી તરફ આ સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ પણ જણાવ્યું કે તારક મહેતા શો અંગે દર વખતે માર્કેટમાં કંઈકને કંઈક નવી વાતો વહેતી રહે છે. આ વખતે દિશા અંગે ચાલેલી વાત પણ એક અફવા છે એના પર ધ્યાન ન આપો.
આ પણ વાંચો :-