દિવાળી સુધરી ગઈ ! રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી પહેલા જ મળશે પગાર

Share this story

Diwali has improved! State government

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકાર વિવિધ કર્મચારીઓને લઇને સતત હકારાત્મક નિર્ણયો લઇ રહી છે.

દિવાળી (Diwali) પહેલા ગુજરાત સરકારે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓને (Employee) લઇને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે (Gujarat Govt) આ વખતે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.

નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર :

રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર કરી દીધો છે. છેલ્લાં ઘણા સમયથી આ શિક્ષકો 4200 ગ્રેડ પેને લઇને લડત ચલાવી રહ્યાં હતા. ત્યારે અંતે સરકારે શિક્ષકોની તરફેણમાં હકારાત્મક નિર્ણય લેતા AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર માન્યો છે.

વર્ગ-4ના કર્મચારીઓને પણ મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવાશે :

તો બીજી બાજુ હવે વર્ગ-4ના કર્મચારીઓની પણ દિવાળી સુધરી ગઇ છે. કારણ કે રાજ્ય સરકારે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવશે. જેઓની છ મહિનાની સળંગ નોકરી હોય તેઓને ગુજરાત સરકાર બોનસ આપશે.

આ પણ વાંચો :-