Another controversial video of Gopal Italia has gone
- વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર (BJP) પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી સામાન્ય ઘરમાંથી આવતા ગોપાલનો વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે.
હજુ તો માંડ એક વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક વાયરલ વીડિયોએ (Viral video) વિવાદ સર્જયો છે. આમ આદમી પાર્ટીના નેતા (AAP) ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia) વધુ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે.
2018ના વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇએ.તેવો વિડીયો વાયરલ થતાં જ ભાજપના પ્રદેશ પ્રવકતા યજ્ઞેશ દવે દ્વારા ટવિટરપર ટ્વિટ કર્યો સાથે ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કર્યા હતાં. સાંભળો શું વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા.
હવે જુઓ આ ભાઈ શું કહી રહ્યા છે… આજે તો હદ જ વટાવી. pic.twitter.com/Gs2Z0RYYcc
— Dr.Yagnesh Dave (@YagneshDaveBJP) October 11, 2022
મહત્વપૂર્ણ છે કે 2 દિવસ અગાઉ ઇટાલિયાનો આવો જ એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઇટાલિયા પીએમ મોદી (PM Modi) વિશે આપત્તિજનક અને નિમ્નકક્ષાની ટિપ્પણી કરતા સાંભળવા મળ્યા હતા. વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.
તેમણે કહ્યું કે ગુજરાતની (Gujarat) જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગી રહ્યા છે અને ભાજપના લોકો કહી રહ્યા છે ગોપાલનો વીડિયો જોવો. ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી સામાન્ય ઘરમાંથી ગોપાલનો આ વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે. તો વધુમાં તેમણે કહ્યું કે જનતાને મુદ્દા પરથી ભટકાવવા માટે ભાજપ આ પ્રકરાનો કારસો ઘડી રહ્યું છે.
આ પણ વાંચો :-