Just before Diwali, an embroidery factory in
- આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. તેમાં પણ હવે તો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
હિસાબ-કિતાબને લઈને ધંધાદારીઓમાં (Entrepreneurship) ઉઘરાણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ક્રિકેટ (Cricket) મેચના સટ્ટામાં દેવું વધી જતા એમ્બ્રોડરી (embroidery) કારખાનેદારે ડબ્બા ટ્રેડીંગવાળાની (Bin trading) ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે.
કરોડોનું નુકસાન જતા તણાવમાં રહેતો હતો :
મળતી માહિતી અનુસાર ચિરાગ પારેખ સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. તે એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. તેમજ કારખાનાની સાથે તેણે શેરબજારમાં રોકાણ કરવા માટે ડબ્બા ટ્રેડિગમાં પોતાનું આઇડી ખોલાવ્યું હતું. પરંતુ ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયાનું નુકશાન થતા છેલ્લા કેટલાક સમયથી ચિરાગ માનસિક તણાવમાં રહેતો હતો.
સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી :
માનસિક તણાવને કારણે ચિરાગે બે દિવસ અગાઉ ડબ્બા ટ્રેડિંગમાં થયેલા નુકશાન સામે ઉઘરાણી કરનાર પંકજ દુધાત, જયદીપ મેર ઉપરાંત જેમની પાસેથી ઉઘરાણી બાકી છે તેવા હરેશભાઇ અને પરાગ રમેશ સાગર કે જેઓ મને મારા રૂપિયા આપતા ન હતા જેથી કંટાળીને આપઘાત કરી રહ્યાની સુસાઇડ નોટ સોશ્યિલ મિડીયા પર મુકી હતી.