ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે SP આકરા પાણીએ, મહિલા PSI ની તાબડતોબ શિક્ષાત્મક બદલી

Share this story

In the case of the attack on MLA Anant Patel in

  • ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે શિક્ષાત્મક બદલી કરી મહિલા PSI ને લિવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે.

નવસારીના (Navsari) ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર તાજેતરમાં હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઇને ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલા મહિલા PSIની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ ખેરગામના PSI એસ.એસ.માલની બદલીનો ઓર્ડર કર્યો છે. એટલું જ નહિ શિક્ષાત્મક બદલી (Punitive Substitution) કરી મહિલા PSIને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટાઉન PSI જે.વી.ચાવડાને ખેરગામમાં મુકાયા છે.

મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો :

ગત શનિવારની રાત્રીએ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ બજારમાં હુમલો થયા બાદ તેના પ્રત્યાઘાતો હજુ પણ શાંત પડ્યા નથી. હાલ ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા શિવમ હોસ્પિટલમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે અને આરોપીઓની ધરપકડ ન થતાં આદિવાસી સમાજ રસ્તા પર ઊતરી પડ્યો છે. તો બીજી તરફ તેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે.

કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે હોસ્પિટલ પહોંચીને અનંત પટેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમના સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. મુમુતાઝ પટેલે અનંત પટેલ ઉપર થયેલા હુમલાને દુઃખદ ગણાવ્યો હતો.

આદિવાસી સમાજે નેશનલ હાઇવે નંબર 56 પર કર્યો ચક્કાજામ :

હુમલા બાદ નવસારી જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે 72 કલાકની સમય મર્યાદા માંગી હતી. જે આજે પૂર્ણ થઈ ગઈ હતી છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી આથી રોષે ભરાયેલા આદિવાસી સમાજે વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56 ઉપર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. પ્રકૃતિપુજક આદિવાસી સમાજે હાઇવે પર પ્રકૃતિની પૂજા અર્ચના પણ કરી હતી.

જેના કારણે મહારાષ્ટ્રથી ડાંગ થઈ આવતા વાહનો અને વલસાડથી ધરમપુર થઈ નવસારી અથવા શામળાજી જતા વાહનોની લાગી લાંબી લાઈનો લાગી હતી. આદિવાસીઓએ પોલીસ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સામે રોષ ઠાલવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ વાંચો :-