How was the condition of tribals two
- કેટલાં ગામમાં શાળાઓ હતી, કેટલાં ગામમાં સરકારી દવાખાના હતા, કેટલાં ગામમાં પાકા રસ્તા હતા, કેટલાં ગામમાં પાણીનાં નળ હતા અને કેટલાં લોકો શિક્ષિત હતા?
- અમિત શાહનાં એક–એક સવાલનો કોઈ પાસે જવાબ નહોતો ! આદિવાસી લોકો મનોમંથન કરતાં રહી ગયા
- ભાજપ સરકારે શહેરોમાં મળતી સુવિધાઓ સમાંતર આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચાડી હોવાથી આદિવાસી હવે કોઈની ઉપર નિર્ભર રહ્યો નથી, ખાનગી સંસ્થાના કેમ્પ માટે રાહ જોવી પડતી નથી
- ગામડાંની ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા આદિવાસી સભ્યો અવાજ ઉઠાવી શકે છે અને સમગ્ર આદિવાસીઓનાં કલ્યાણ માટે યોજનાઓ મંજુર પણ કરાવે છે, આ બીજા કોઈની નહીં, ભાજપની દેન છે
- આજે સ્થિતિ એવી છે કે, દરેક ગામમાં શાળા છે, દવાખાના છે, પાકા રસ્તા છે, ઘરમાં પીવાના પાણીના નળ છે અને નવી પેઢીનાં શિક્ષિત યુવાઓ સરકારી, ખાનગી સંસ્થાઓમાં નોકરીઓ અને વેપાર, ધંધા પણ કરે છે.
સૌરાષ્ટ્રના જામકંડોરણા (Jamkandorana of Saurashtra) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજકીયને બદલે સામાજિક વાતો કરીને લોકોના મન બદલવામાં અપેિક્ષત સફળતા મળ્યા બાદ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) દિક્ષણ ગુજરાતનાં આદિવાસી પ્રભાવિત અને જાણિતા તીર્થસ્થળ ઉનાઈ ખાતેથી ભાજપ પ્રેરિત ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવયાત્રા’ અને ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું (Gujarat Pride Yatra) પ્રસ્થાન કરાવતી વખતે બરાબર ખિલ્યા હતા.
યાત્રા પ્રસ્થાન કરાવવાનો સમય બપોરનો હતો. હવામાનમાં રાજકીય અને બપોરના તાપનો ઉકળાટ હતો. પરંતુ અમિત શાહે યાત્રામાં ઉપસ્થિત લોકોને જકડી રાખ્યા હતા. અમિત શાહે ગુજરાતમાં ૨૭ વર્ષનાં ભાજપ સરકારના અને કેન્દ્રમાં આઠ વર્ષની ભાજપ સરકારનાં શાસન પૂર્વેની આદિવાસી પરિવારોની દારૂણ સ્થિતિ અને આજની આદિવાસીઓની સ્થિતિ વચ્ચે છણાવટ કરી ભાજપ સરકારે કરેલા કાર્યોનો અહેસાસ કરાવ્યો હતો. વિતેલા વર્ષોની ભેદરેખા દોરતા અમિત શાહે કહ્યું હતું કે, અઢી દાયકા પૂર્વે પણ આદિવાસી પરિવારો જીવતા હતા અને આજે પણ જીવે છે. પરંતુ અઢી દાયકા પૂર્વેનાં જીવનમાં અને આજના જીવનમાં આસમાન જમીનનો તફાવત છે. કોઈપણ પ્રક્રિયામાં બદલાવ આવતા સમય લાગે છે. મહેનત કરવી પડે છે. આયોજનો કરવા પડે છે અને તો જ અપેિક્ષત બદલાવ લાવી શકાય. તેમણે આદિવાસી પરિવારોને જ સવાલ કર્યો હતો કે, આજના રાજકીય પક્ષોના ગૂમરાહ કરવાના ભાષણોને બાજુમાં મુકીને તમારી જાતે નિરીક્ષણ કરો કે, અઢી દાયકા પહેલા તમારી અને તમારા પરિવારની સ્થિતિ કેવી હતી?
માત્ર આદિવાસી હોવાના કારણે કોઈના દયા દાન ઉપર જીવવાની જરૂર નથી. આદિવાસીઓ પણ ભારત દેશના નાગરિકો છે. વિકાસ યોજનાઓ અને બદલાતા આધુનિક જીવન ઉપર જેટલો બીજા લોકોનો અધિકાર છે એટલો જ અધિકાર આદિવાસી પરિવારોનો પણ છે.
વિતેલા અઢી દાયકામાં ઘણું ઘણું બદલાયું છે. પાકા રોડ રસ્તા બન્યા છે, ગામમાં શાળાઓ બની છે, દવાખાના આવ્યા છે અને આદિવાસી સમાજનાં બાળકો શિિક્ષત બનીને સરકારી કે ખાનગી નોકરી માટે હકદાર બન્યા છે. એક સમય એવો હતો કે, આદિવાસી સમાજનો માત્ર મતો મેળવવા માટે ઉપયોગ થતો હતો. ઊંડાણનાં જંગલોમાં જીવતા આદિવાસી પરિવારોને સેવાભાવી સંસ્થાઓનાં દાન, સહાય ઉપર આધાર રાખવો પડતો. તબીબી સહાય મેળવવા માટે ખાનગી સંસ્થાઓનાં મેડિકલ કેમ્પ માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે અઢી દાયકા પછી તમારા ઘરના આંગણે તબીબી સારવાર આપવામાં આવે છે. ગામના પાદરમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો કિલ્લોલ કરી રહ્યાં છે અને ડુંગરાની ટોચ ઉપર પાઈપ વાટે એટલે કે નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે.
અલબત્ત આ બધુ કરવા માટે ઈચ્છા શક્તિ અને સમય બંને જોઈએ. ઉપરાંત દિર્ઘદૃષ્ટીનું આયોજન પણ હોવું જરૂરી છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા એ દિવસથી જ ગુજરાતનાં વનબંધુઓની કાયાપલટ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની ભાજપા સરકારોએ આદિવાસી સમાજને ઉજળિયાત સહિત અન્ય સમાજ ‘સમોવડિયો’ બનાવવાનું મહાઅભિયાન ચાલુ રાખ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આદિવાસી સમાજની કાયાપલટની યોજનાઓને હંમેશા અગ્રિમતા આપી રહ્યાં છે અને ફળશ્રૃતિરૂપે ગુજરાતનાં વનબંધુઓના જીવનમાં કેવા કેવા બદલાવ આવ્યા એ કોઈને કહેવા જવાની જરૂર નથી. ખુદ આદિવાસી પરિવારો તેની અનુભૂતિ કરી રહ્યાં છે. બલ્કે આજે પ્રત્યેક આદિવાસી વ્યક્તિ સ્વમાનભેર જીવતો થયો છે. રાજકીય કે સામાજિક પ્રવૃત્તિમાં અનિવાર્ય અંગ બની ગયો છે. આદિવાસી પરિવારોની નવી પેઢીના યુવાનો સરકારી કાર્યાલયોમાં નોકરી કરી રહ્યાં છે. હવે આદિવાસી મહિલાઓને પાણી કે બળતણ માટે ભટકવું પડતુ નથી. ઘરમાં પાણી અને ગેસ બંને છે. આવો અદ્ભૂત બદલાવ માત્રને માત્ર ભાજપ શાસનને કારણે જ આવ્યો છે. સરકારી અને સહકારી સંસ્થાઓમાં શિિક્ષત આદિવાસી યુવા ભાઈ, બહેનો કોઈનાં કહેવાથી નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે નિર્ણય કરી રહ્યાં છે. આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે?
અમિત શાહ આજે કોઈ જુદા જ મૂડમાં હતા અને તેમણે એક એક વાતો એવી રીતે રજૂ કરી હતી કે, ઉપસ્થિત લોકોની નજર સામે અઢી દાયકાનાં બદલાવનાં દૃશ્યો પસાર થઈ ગયા હતા અને આદિવાસી પરિવારોને પણ અમિત શાહે અહેસાસ કરાવ્યો હતો કે, ભાજપ શાસનમાં જ છેવાડાના આદિવાસી વિસ્તારો અને પરિવારોના જીવનમાં બદલાવ આવ્યો છે.
ગુજરાતનાં ત્રણ સ્થળેથી વિવિધ યાત્રાઓ કાઢવામાં આવી હતી, પરંતુ ઉનાઈ ખાતેથી આજે રવાના કરવામાં આવેલી બિરસા મુંડા આદિવાસી યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રા ખરેખર પ્રભાવક રહી હતી. સામાન્ય સંજોગોમાં અમિત શાહને લાંબુ વક્તવ્ય આપવાની ટેવ નથી, પરંતુ આજનું ઉનાઈ ખાતેનું તેમનું વક્તવ્ય અને એક-એક શબ્દ કાબીલેદાદ હતા. વળી તેઓ કોઈપણ પ્રકારની તૈયારી કર્યા વગર સાવ સહજ અને મૌલિક વક્તવ્ય આપી રહ્યાં હતાં.
નરી વાસ્તવિકતા અને લાગણીસભર શબ્દોમાં અમિત શાહે કરેલી વાતો આદિવાસી પરિવારોના દિલ અને દિમાગમાં અસર કરી ગઈ હતી અને આત્મનિરીક્ષણ કરવામાં આવે તો અમિત શાહે વર્ણાવેલા અઢી દાયકાના વિકાસની વાતોમાં એક પણ મુદ્દો કે વાત ખોટા નહોતા. આદિવાસી પરિવારોનું અઢી દાયકા પૂર્વેનું જીવન અને અઢી દાયકા પછીનું આજનું વાસ્તવિક જીવન પદ્ધતિને સરખાવવામાં આવે તો આદિવાસી વિસ્તારો અને આદિવાસી પરિવારોના જીવનમાં આવેલા ચમત્કારિક બદલાવનો કોઈ જ ઈન્કાર નહીં કરી શકે.
અંતમાં અમિત શાહે આદિવાસી વિસ્તારોમાં વધુ માળખાગત સુવિધાઓ આપવા આદિવાસી પરિવારોને વધુ શિિક્ષત કરવા સાથે તેમના બંધારણિય હક્કો અપાવવા અને વધુ ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણ કરવા માટે ફરી ભાજપની સરકાર બનાવવા અનુરોધ કર્યો હતો અને સભામાંથી જોશભર્યા ઉત્સાહ સાથે પ્રતિસાદ પણ મળ્યો હતો.
કદાચ ઘણાં લોકોને અમિત શાહનું વક્તવ્ય તત્કાળ નહીં સમજાયું હોય, પરંતુ વિશ્લેષણ સાથે જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ આદિવાસી સમાજને કાચ જેવું સત્ય સમજાઈ જશે.
આ પણ વાંચો :-