વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન, પણ સાથે હાઈકોર્ટે લગાવ્યા આ પ્રતિબંધ

Share this story

Accused Sajan Bharwad, who attacked lawyer

  • સાજન ભરવાડ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી સુરત શહેરમાં પ્રવેશી નહીં શકે, એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ.

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.

હાઇકોર્ટે શું શરતે જામીન આપ્યા ?

ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મહત્વનું છે કે અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવ્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના ?

ગત ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-