ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’

Share this story

Gopal Italia Detained in Delhi, Gopal

  • દિલ્હી ગયેલા AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહિલા આયોગ સમક્ષ હાજર થતા અટકાયત કરવામાં આવી છે. આથી તેઓએ એક ટ્વિટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal italia) PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા (Gopal italia) આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું :

મહત્વનું છે કે ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના એકબીજા પર આકરા પ્રહાર વધતાં જઈ રહ્યાં છે. એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે પણ સવાલ કર્યો છે કે ભાજપ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે?

મને ધમકાવવામાં આવી રહ્યો છે : ગોપાલ ઇટાલિયા

નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે.

આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.

ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ ટ્વિટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-