Big news about Petrol-Diesel, prices will not
- પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત નહિ.
ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) તોતિંગ ભાવ જનતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. લોકો એક રાહતની નજરે સરકાર સમક્ષ જોઈ રહ્યા છે કે દિવાળી ટાણે સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં થોડી રાહત આપી શકે છે. પણ માઠા સમાચારએ મળી રહ્યા છે કે દિવાળી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં (In petrol-diesel prices) ઘટાડો નહીં થાય
તેલના ભાવો ઘટાડવા માટે ભારતે પણ કરી છે માંગણી : ધર્મેન્દ્ર પ્રધાન
આ અંગે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને અરવલ્લીમાં મીડિયા સાથે કરેલી વાતચીમાં કહ્યું કે દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત આપી શકાય તેમ નથી. કારણ કે ઉત્પાદનકારી દેશો અપ્રાકૃતિક દબાણ વધારી રહ્યા છે. જેના કારણે કાચું તેલ જ ખૂબ મોંઘું મળી રહ્યું છે. તેલના ભાવો ઘટાડવા માટે ભારત સતત ઈંધણ ઉત્પાદક દેશો પાસે માંગણી કરી રહ્યું છે.
ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી સરકાર :
મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી આંતરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે ભળતા રહેશે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી એટલે કે દિવાળીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવી આશા માંડીને બેઠેલો લોકોને ફટકો પડ્યો છે.
અરવલ્લીમાં ગુજરાત ગૌરવયાત્રામાં લીધો ભાગ :
મહત્વનું છે કે ગુજરાત ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી જેની અધ્યક્ષતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. જેમાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કે સી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંબોધન દરમિયાન ઘમેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે એક પરિવારે દેશને પોતાની જાગીર સમજી, એક પરિવાર દેશનો માલિક બની બેઠો.
તાકાત હોય તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં લઈને આવો, આ કોંગ્રેસને 27 વર્ષથી ગુજરાત માંથી ભગાડી છે કારણ કે અમે મજૂર છીએ, પ્રજા અમારી માલિક છે. ગુજરાત વિરોધી બહુરૂપી પાર્ટીથી દુર રહેવા પણ જનતાને અપીલ કરી હતી.
આ પણ વાંચો :-