Assembly election dates announced
- ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની (Gujarat and Himachal Pradesh) ચૂંટણીની તારીખોની જાહેરાતોની ચર્ચાની વચ્ચે આજે માત્ર હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાઈ છે. જેમાં 12 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.
મહત્વની તારીખો :
મતદાનની તારીખ : 12 નવેમ્બર, 2022
પરિણામની તારીખ : 8 ડિસેમ્બર, 2022
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર યોજાશે ચૂંટણી :
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ વખતે તનતોડ મહેનત કરી રહી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપરા છાપરી ગુજરાતના પ્રવાસો યોજી રહ્યા છે.
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ – 2017
કુલ બેઠક – 68
ભાજપ – 44
કોંગ્રેસ – 21
અન્ય – 03
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 55,07,261 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલના મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18-19 વર્ષની વય જૂથના 69,781 નવા મતદારો નોંધાયા છે.
હવે કુલ 55,07,261 મતદારો છે, જેમાં 27,80,208 પુરૂષ, 27,27,016 મહિલા અને 37 તૃતીય લિંગના મતદારો છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોની સંખ્યા વધીને 56,001 થઈ છે. જેમાં 1470નો વધારો થયો છે. મતદારોનો લિંગ ગુણોત્તર 978થી વધીને 981 થયો છે.
આ પણ વાંચો :-