Half… 143 kg of silver was seized from
- આગરાથી અમદાવાદ આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી 86 લાખની ચાંદી ઝડપાઈ.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર (Gujarat-Rajasthan border) પર આવેલી માવલ ચોકી પરથી આબુરોડની રિકો પોલીસે નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરતાં આગરાથી અમદાવાદ (Agra to Ahmedabad) જઈ રહેલી લકઝરી બસમાંથી અંદાજે ૮૬ લાખ રૂપિયાની કિંમતની ૧૪૩ કિગ્રા ચાંદીનો જથ્થો જપ્ત કરી આ લકઝરીને રિકો પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી અને તેમાં સવાર અન્ય મુસાફરોને બીજા વાહનોમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના આબુરોડની રિકો પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવલ પોલીસ ચોકીએ નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન આગરાથી અમદાવાદ જઈ રહેલી એક સ્લીપર લકઝરી નં. GJ-14-X-9845ને થોભાવી તેમાં તપાસ હાથ ધરી હતી. જેમાં લકઝરીની સીટ નંબર ૧૧ અને ૧૨ની નીચે ખાસ પાટેશન બનાવવામાં આવ્યું હતું.
જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કટ્ટામાં ચાંદીની ધાતુથી બનેલા ઘરેણાં ભરેલાં હતા. કોઈ પણ જાતના પાસ પરમિટ વિના વધુ માત્રામાં ચાંદીનું પરિવહન કરતાં કલમ ૧૦૨ સીઆરપીસી મુજબ ચાંદીને જપ્ત કરી સ્લીપર બસને કલમ ૨૦૭ એમવી એક્ટ અંતર્ગત ડિટેઇન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-