Strange punishment! A teacher who refused
- ગીર સોમનાથના ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાની એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને આકરી સજા આપતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઉનાની (Una) એક સ્કૂલમાં શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને સફાઇ કરવાનું કહેતા તે વિદ્યાર્થીએ (Student) સફાઇ કરવાનું ના કહી દીધું હતું. આથી શિક્ષકે વિદ્યાર્થી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. વિદ્યાર્થીએ શિક્ષકના કહેવા પર સફાઇ ના કરતા શિક્ષકે (The teacher) વિદ્યાર્થીને 200થી વધુ ઉઠકબેઠક કરાવી હતી.
ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે 200થી વધારે ઉઠકબેઠક કરાવતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી. આથી તેને પહેલા ઉનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને રાજકોટની સવાણી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી.
પહેલેથી જ શાળાને જાણ કરી હતી, કાર્યવાહીની માંગણી કરાઇ :
વધુમાં મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના પિતાએ તેમનો પુત્ર પહેલેથી જ નબળો હોવાની જાણ શાળાના સંચાલકો અને શિક્ષકોને કરી હતી. તેમ છતાં શિક્ષકે તે વિદ્યાર્થીને ઉઠકબેઠકની સજા કરી હતી. જોકે આ ઘટનાને થોડાક દિવસ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં આ બનાવમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
મારા પુત્રને કીડની પર અસર થતા સોજો આવ્યો : વિદ્યાર્થીના પિતા
આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતા મહેશભાઇનું કહેવું એમ છે કે, મારો છોકરો સરસ્વતી સ્કૂલમાં ભણે છે. તેને સાહેબે 200 ઉઠક બેઠક કરાવી. આથી મારો છોકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે એની પિન્ની ચઢી ગઇ હતી. પછી ડૉક્ટર પાસે ગયો તો એની પિન્ની તો ચઢાવી દીધી પણ એને વોમિટ બંધ નહોતી થતી. આથી શાહ સાહેબને બતાવવા ગયા તો શાહ સાહેબે કીધું કે ત્રણ દિવસનો કોર્ષ આપું છું, જો ના ફેર પડે તો પછી રિપોર્ટ કઢાવવો પડે.
આથી ત્રણ દિવસ સારવાર કરાવી પણ કંઇ ફેર ના પડ્યો એટલે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ જોઇને પીછડિયા સાહેબ પાસે ગયા તો સાહેબે રાજકોટ મોકલ્યા. ત્યારે રાજકોટની હોસ્પિટલવાળાનું કહેવું એમ છે કે, આને ડાયાલીસીસ કરાવવું પડે. તેને કિડનીમાં સોજા ઉતરતા નથી. પછી અમે પૈસાના બંદોબસ્ત કરવામાં પડ્યા. મારા પુત્રને કીડની પર અસર થતા તેને સોજો આવ્યો હોવાથી ડોક્ટરે ડાયાલીસીસ કરવાનું કહ્યું છે.
તેમજ અમારી આર્થિક સ્થિતી પણ નબળી હોવાથી અમે સારવાર માટે કાર્ડ કઢાવવા આમથી તેમ દોડાદોડી કરી રહ્યાં છીએ. પછી હું જ્યારે સ્કૂલમાં ગયો ત્યારે કહ્યું કે, પ્રાર્થનામાં હાજરી નથી આપતો. મે ચારેબાજુથી પૈસાં ભેગાં કરીને 30થી 35 હજાર જેટલાં રૂપિયા મારી દીકરા અને પત્નીને દઇને આવ્યો અને હજુ પણ હું પૈસાનો બંદોબસ્તમાં લાગ્યો છું.’
આ પણ વાંચો :-