દોસ્ત હેં!! રાજકોટમાં ભાજપ અને આપના નેતા સાથે દેખાયા, ચૂંટણી સમયે મુલાકાતે જગાવી ચર્ચા…

Share this story

Appeared with BJP and AAP leaders in

  • રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણી અને AAPના વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા શરૂ થયા તર્કવિતર્ક.

ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે સાથો સાથ નેતાઓના જિલ્લા અને તાલુકાસ્તર સુધીના આંટા ફેરા વધી ગયા છે. રાજકીય માહોલમાં (Political environment) આ વખતે ત્રીજોપક્ષ પણ ચૂંટણીની લહેરમાં જોડાઈ ગયો છે. રાજકીય માહોલ રોજે-રોજ ગરમ થતો જાય છે ત્યારે એક બીજા પર આરોપ અને આક્ષેપ બાજી વચ્ચે આજે બે પક્ષના નેતાઓ એકબીજાના હાલ-ચાલ પૂછતા અનેક અટકળો શરૂ થઈ છે.

તે નેતાઓ પર અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો ભેગા થતા અનેક તર્કવિર્તક શરૂ થયા છે. આજે રાજકોટમાં ભાજપનાં નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળતા અનેક તર્કવિતર્કના વાદળો ઘેરાયા છે.

અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાત :

રાજકોટ એરપોર્ટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં આગેવાનો એકબીજાને મળતા અને સાથે જોતા અનેક તર્કવિર્તક વાદળો ઘેરાયા છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી અને આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા એરપોર્ટ પર બંને એકબીજાને મળ્યા હતા.

વશરમ સાગઠીયા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા. તો બીજી તરફ અરવિંદ રૈયાણી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રિસીવ કરવા પણ ત્યાં પહોંચ્યા હતા. બંને નેતા એરપોર્ટ પર જૂના મિત્રો હોવાનું કહી મળતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

રાજકીય અટકળો તેજ થઈ :

રાજકોટ-71ની બેઠકના આપના ઉમેદવાર વશરામ સાગઠીયા મંત્રી અરવિંદ રૈયાણીને મળતા રાજકીય બાબતમાં હલચલ મચી છે અને અવનવી અટકળોનો દોર શરૂ થઈ છે. ભાજપ નેતા અને મંત્રી અરવિંદ રૈયાણી તેમજ સાંસદ રામ મોકરીયા આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયાના મિત્રો હોવાનું કહ્યું હતું.

મળતી માહિતી મુજબ મંત્રી અરવિંદ રૈયાણી અને વશરામ સાગઠીયાની મુલાકાતને આપના કાર્યકર્તા જોતા જ રહી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ રાજકીય અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો :-