પાટીદારોને લઈને ફરી ગરમાયું રાજકારણ – PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

Share this story

Politics heated up again over Patidars

  • વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાને ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે એવામાં એક સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા. ત્યારે આ અંગે અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) ફરી એક વાર મોટું નિવેદનન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હાલ ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે.’

સુરતમાં ગબ્બર તરીકે જાણીતા છે અલ્પેશ કથીરિયા :

પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે પણ જાણીતા છે. ત્યારે આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે સ્પષ્ટતા કરી હતી.

અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે : અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાએ જણાવતા કહ્યું કે આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવે.

આવનારા દિવસોમાં સરકાર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન રાખી રહ્યા છીએ. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમારા દ્વારા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, તેમને ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીમાંથી ઓફર આવી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સીટને મજબૂત કરવા અને આમ આદમી પાર્ટીના મત ભાજપ તરફ વાળવા અલ્પેશ કથીરિયાને ભાજપમાં લઈ લેવાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે તેમજ પ્રભુત્વ જમાવવાના તમામ પ્રયાસો પણ થઈ રહ્યા છે. સુરતની વરાછા અને તેની આસપાસની બે મળી કુલ ત્રણ સીટ પર ભાજપ નબળી સાબિત થઇ રહી છે.

બીજી બાજુ સ્થાનિક હોવાને કારણે અલ્પેશ કથીરિયાનું આ ત્રણેય સીટ પર વધારે પ્રભુત્વ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ વિસ્તારમાં જોરશોરમાં પ્રચાર કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની મત બેંક કાપવા અલ્પેશ કથિરીયાની ભાજપમાં લઈને ધારાસભ્યની ટિકિટ પણ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-