Home Blog Page 1281

પેટ્રોલ-ડીઝલને લઈ મોટા સમાચાર, દિવાળી પહેલા નહીં ઘટે ભાવ, અરવલ્લીમાં કેન્દ્રિય મંત્રી ધમેન્દ્ર પ્રધાને આપ્યો સંકેત

0

Big news about Petrol-Diesel, prices will not

  • પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત નહિ.

ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) તોતિંગ ભાવ જનતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. લોકો એક રાહતની નજરે સરકાર સમક્ષ જોઈ રહ્યા છે કે દિવાળી ટાણે સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં થોડી રાહત આપી શકે છે. પણ માઠા સમાચારએ મળી રહ્યા છે કે દિવાળી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં (In petrol-diesel prices) ઘટાડો નહીં થાય

તેલના ભાવો ઘટાડવા માટે ભારતે પણ કરી છે માંગણી : ધર્મેન્દ્ર પ્રધાન

આ અંગે કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને અરવલ્લીમાં મીડિયા સાથે કરેલી વાતચીમાં કહ્યું કે દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત આપી શકાય તેમ નથી. કારણ કે ઉત્પાદનકારી દેશો અપ્રાકૃતિક દબાણ વધારી રહ્યા છે. જેના કારણે કાચું તેલ જ ખૂબ મોંઘું મળી રહ્યું છે. તેલના ભાવો ઘટાડવા માટે ભારત સતત ઈંધણ ઉત્પાદક દેશો પાસે માંગણી કરી રહ્યું છે.

ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી સરકાર :

મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી આંતરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે ભળતા રહેશે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે ઈંધણના ભાવ ઘટાડવાના મૂડમાં નથી એટલે કે દિવાળીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે તેવી આશા માંડીને બેઠેલો લોકોને ફટકો પડ્યો છે.

અરવલ્લીમાં ગુજરાત ગૌરવયાત્રામાં લીધો ભાગ :

મહત્વનું છે કે ગુજરાત ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી જેની અધ્યક્ષતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. જેમાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કે સી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંબોધન દરમિયાન ઘમેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા કહ્યું હતું કે એક પરિવારે દેશને પોતાની જાગીર સમજી, એક પરિવાર દેશનો માલિક બની બેઠો.

તાકાત હોય તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં લઈને આવો, આ કોંગ્રેસને 27 વર્ષથી ગુજરાત માંથી ભગાડી છે કારણ કે અમે મજૂર છીએ, પ્રજા અમારી માલિક છે. ગુજરાત વિરોધી બહુરૂપી પાર્ટીથી દુર રહેવા પણ જનતાને અપીલ કરી હતી.

આ પણ વાંચો :-

BIG NEWS : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોનું આજે થઈ શકે એલાન, 3 વાગે ECની પ્રેસ કોન્ફરન્સ

0

BIG NEWS: Election dates in Gujarat

  • વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે, ત્યારે આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે.

મળતી જાણકારી પ્રમાણે આજે બપોરે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું (Press conference) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ગુજરાતની (Gujarat) વિધાનસભા ચૂંટણીની તારીખોનું મહત્વનું એલાન ચૂંટણી પંચ કરી શકે છે.

15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થાય તેવી શક્યતા :

ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલા રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રથી મળતી વિગત પ્રમાણે 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી તારીખ જાહેર થઇ શકે છે.નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે ગત ટર્મનાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી.

આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકિય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

ઉમેદવાર ભૂતકાળ અપરાધિક છે તેની મતદારોને વિગત અપાશે :

આ વખતે ઉમેદવાર તરીકે નામાંકન બાદ ત્રણ વખત ભૂતકાળ અપરાધિક ઉમેદવારોની સમાચાર પત્રોમાં જાહેરાત અપાશે. એફિડેવિટ ઓનલાઈન મુકવામા આવશે. ઉમેદવારની જાણકારી માટે ખાસ એપ્લિકેશન પણ બનાવાઇ છે. KYC કરેલી વિગતો યોર કેંડિડેટ એપ પર જાણી શકાશે.

રાજકીય પક્ષોઓ ક્રિમિનલ ઉમેદવારો અંગે માહિતી આપવી પડશે. તેમજ ચૂંટણીપંચે પક્ષોને ટકોર કરતાં કહ્યું હતું કે  શા માટે કોઈ બેઠક પર ક્રિમિનલને ટીકીટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ભાજપ સરકારના શાસન પૂર્વેના વર્ષોમાં અઢી દાયકા પહેલાં આદિવાસીઓની હાલત કેવી હતી? અને આજે કેવી છે? અમિત શાહે અરિસો ધરી દીધો

How was the condition of tribals two

  • કેટલાં ગામમાં શાળાઓ હતી, કેટલાં ગામમાં સરકારી દવાખાના હતા, કેટલાં ગામમાં પાકા રસ્તા હતા, કેટલાં ગામમાં પાણીનાં નળ હતા અને કેટલાં લોકો શિક્ષિત હતા?
  • અમિત શાહનાં એકએક સવાલનો કોઈ પાસે જવાબ નહોતો ! આદિવાસી લોકો મનોમંથન કરતાં રહી ગયા
  • ભાજપ સરકારે શહેરોમાં મળતી સુવિધાઓ સમાંતર આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચાડી હોવાથી આદિવાસી હવે કોઈની ઉપર નિર્ભર રહ્યો નથી, ખાનગી સંસ્થાના કેમ્પ માટે રાહ જોવી પડતી નથી
  • ગામડાંની ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા આદિવાસી સભ્યો અવાજ ઉઠાવી શકે છે અને સમગ્ર આદિવાસીઓનાં કલ્યાણ માટે યોજનાઓ મંજુર પણ કરાવે છે, બીજા કોઈની નહીં, ભાજપની દેન છે
  • આજે સ્થિતિ એવી છે કે, દરેક ગામમાં શાળા છે, દવાખાના છે, પાકા રસ્તા છે, ઘરમાં પીવાના પાણીના નળ છે અને નવી પેઢીનાં શિક્ષિત યુવાઓ સરકારી, ખાનગી સંસ્થાઓમાં નોકરીઓ અને વેપાર, ધંધા પણ કરે છે.

સૌરાષ્ટ્રના જામકંડોરણા (Jamkandorana of Saurashtra) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજકીયને બદલે સામાજિક વાતો કરીને લોકોના મન બદલવામાં અપે‌િક્ષત સફળતા મળ્યા બાદ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) દ‌િક્ષણ ગુજરાતનાં આદિવાસી પ્રભાવિત અને જાણિતા તીર્થસ્થળ ઉનાઈ ખાતેથી ભાજપ પ્રેરિત ‘બિરસા મુંડા આદિવાસી ગૌરવયાત્રા’ અને ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું (Gujarat Pride Yatra) પ્રસ્થાન કરાવતી વખતે બરાબર ખિલ્યા હતા.

યાત્રા પ્રસ્થાન કરાવવાનો સમય બપોરનો હતો. હવામાનમાં રાજકીય અને બપોરના તાપનો ઉકળાટ હતો. પરંતુ અમિત શાહે યાત્રામાં ઉપસ્થિત લોકોને જકડી રાખ્યા હતા. અમિત શાહે ગુજરાતમાં ૨૭ વર્ષનાં ભાજપ સરકારના અને કેન્દ્રમાં આઠ વર્ષની ભાજપ સરકારનાં શાસન પૂર્વેની આદિવાસી પરિવારોની દારૂણ સ્થિતિ અને આજની આદિવાસીઓની સ્થિતિ વચ્ચે છણાવટ કરી ભાજપ સરકારે કરેલા કાર્યોનો અહેસાસ કરાવ્યો હતો. વિતેલા વર્ષોની ભેદરેખા દોરતા અમિત શાહે કહ્યું હતું કે, અઢી દાયકા પૂર્વે પણ આદિવાસી પરિવારો જીવતા હતા અને આજે પણ જીવે છે. પરંતુ અઢી દાયકા પૂર્વેનાં જીવનમાં અને આજના જીવનમાં આસમાન જમીનનો તફાવત છે. કોઈપણ પ્રક્રિયામાં બદલાવ આવતા સમય લાગે છે. મહેનત કરવી પડે છે. આયોજનો કરવા પડે છે અને તો જ અપે‌િક્ષત બદલાવ લાવી શકાય. તેમણે આદિવાસી પરિવારોને જ સવાલ કર્યો હતો કે, આજના રાજકીય પક્ષોના ગૂમરાહ કરવાના ભાષણોને બાજુમાં મુકીને તમારી જાતે નિરીક્ષણ કરો કે, અઢી દાયકા પહેલા તમારી અને તમારા પરિવારની સ્થિતિ કેવી હતી?

માત્ર આદિવાસી હોવાના કારણે કોઈના દયા દાન ઉપર જીવવાની જરૂર નથી. આદિવાસીઓ પણ ભારત દેશના નાગરિકો છે. વિકાસ યોજનાઓ અને બદલાતા આધુનિક જીવન ઉપર જેટલો બીજા લોકોનો અધિકાર છે એટલો જ અધિકાર આદિવાસી પરિવારોનો પણ છે.

વિતેલા અઢી દાયકામાં ઘણું ઘણું બદલાયું છે. પાકા રોડ રસ્તા બન્યા છે, ગામમાં શાળાઓ બની છે, દવાખાના આવ્યા છે અને આદિવાસી સમાજનાં બાળકો શિ‌િક્ષત બનીને સરકારી કે ખાનગી નોકરી માટે હકદાર બન્યા છે. એક સમય એવો હતો કે, આદિવાસી સમાજનો માત્ર મતો મેળવવા માટે ઉપયોગ થતો હતો. ઊંડાણનાં જંગલોમાં જીવતા આદિવાસી પરિવારોને સેવાભાવી સંસ્થાઓનાં દાન, સહાય ઉપર આધાર રાખવો પડતો. તબીબી સહાય મેળવવા માટે ખાનગી સંસ્થાઓનાં મેડિકલ કેમ્પ માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે અઢી દાયકા પછી તમારા ઘરના આંગણે તબીબી સારવાર આપવામાં આવે છે. ગામના પાદરમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો કિલ્લોલ કરી રહ્યાં છે અને ડુંગરાની ટોચ ઉપર પાઈપ વાટે એટલે કે નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે.

અલબત્ત આ બધુ કરવા માટે ઈચ્છા શક્તિ અને સમય બંને જોઈએ. ઉપરાંત દિર્ઘદૃષ્ટીનું આયોજન પણ હોવું જરૂરી છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા એ દિવસથી જ ગુજરાતનાં વનબંધુઓની કાયાપલટ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની ભાજપા સરકારોએ આદિવાસી સમાજને ઉજળિયાત સહિત અન્ય સમાજ ‘સમોવડિયો’ બનાવવાનું મહાઅભિયાન ચાલુ રાખ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આદિવાસી સમાજની કાયાપલટની યોજનાઓને હંમેશા અગ્રિમતા આપી રહ્યાં છે અને ફળશ્રૃતિરૂપે ગુજરાતનાં વનબંધુઓના જીવનમાં કેવા કેવા બદલાવ આવ્યા એ કોઈને કહેવા જવાની જરૂર નથી. ખુદ આદિવાસી પરિવારો તેની અનુભૂતિ કરી રહ્યાં છે. બલ્કે આજે પ્રત્યેક આદિવાસી વ્યક્તિ સ્વમાનભેર જીવતો થયો છે. રાજકીય કે સામાજિક પ્રવૃત્તિમાં અનિવાર્ય અંગ બની ગયો છે. આદિવાસી પરિવારોની નવી પેઢીના યુવાનો સરકારી કાર્યાલયોમાં નોકરી કરી રહ્યાં છે. હવે આદિવાસી મહિલાઓને પાણી કે બળતણ માટે ભટકવું પડતુ નથી. ઘરમાં પાણી અને ગેસ બંને છે. આવો અદ્‍ભૂત બદલાવ માત્રને માત્ર ભાજપ શાસનને કારણે જ આવ્યો છે. સરકારી અને સહકારી સંસ્થાઓમાં શિ‌િક્ષત આદિવાસી યુવા ભાઈ, બહેનો કોઈનાં કહેવાથી નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે નિર્ણય કરી રહ્યાં છે. આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે?

અમિત શાહ આજે કોઈ જુદા જ મૂડમાં હતા અને તેમણે એક એક વાતો એવી રીતે રજૂ કરી હતી કે, ઉપસ્થિત લોકોની નજર સામે અઢી દાયકાનાં બદલાવનાં દૃશ્યો પસાર થઈ ગયા હતા અને આદિવાસી પરિવારોને પણ અમિત શાહે અહેસાસ કરાવ્યો હતો કે, ભાજપ શાસનમાં જ છેવાડાના આદિવાસી વિસ્તારો અને પરિવારોના જીવનમાં બદલાવ આવ્યો છે.

ગુજરાતનાં ત્રણ સ્થળેથી વિવિધ યાત્રાઓ કાઢવામાં આવી હતી, પરંતુ ઉનાઈ ખાતેથી આજે રવાના કરવામાં આવેલી બિરસા મુંડા આદિવાસી યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રા ખરેખર પ્રભાવક રહી હતી. સામાન્ય સંજોગોમાં અમિત શાહને લાંબુ વક્તવ્ય આપવાની ટેવ નથી, પરંતુ આજનું ઉનાઈ ખાતેનું તેમનું વક્તવ્ય અને એક-એક શબ્દ કાબીલેદાદ હતા. વળી તેઓ કોઈપણ પ્રકારની તૈયારી કર્યા વગર સાવ સહજ અને મૌલિક વક્તવ્ય આપી રહ્યાં હતાં.

નરી વાસ્તવિકતા અને લાગણીસભર શબ્દોમાં અમિત શાહે કરેલી વાતો આદિવાસી પરિવારોના દિલ અને દિમાગમાં અસર કરી ગઈ હતી અને આત્મનિરીક્ષણ કરવામાં આવે તો અમિત શાહે વર્ણાવેલા અઢી દાયકાના વિકાસની વાતોમાં એક પણ મુદ્દો કે વાત ખોટા નહોતા. આદિવાસી પરિવારોનું અઢી દાયકા પૂર્વેનું જીવન અને અઢી દાયકા પછીનું આજનું વાસ્તવિક જીવન પદ્ધતિને સરખાવવામાં આવે તો આદિવાસી વિસ્તારો અને આદિવાસી પરિવારોના જીવનમાં આવેલા ચમત્કારિક બદલાવનો કોઈ જ ઈન્કાર નહીં કરી શકે.

અંતમાં અમિત શાહે આદિવાસી વિસ્તારોમાં વધુ માળખાગત સુવિધાઓ આપવા આદિવાસી પરિવારોને વધુ શિ‌િક્ષત કરવા સાથે તેમના બંધારણિય હક્કો અપાવવા અને વધુ ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણ કરવા માટે ફરી ભાજપની સરકાર બનાવવા અનુરોધ કર્યો હતો અને સભામાંથી જોશભર્યા ઉત્સાહ સાથે પ્રતિસાદ પણ મળ્યો હતો.

કદાચ ઘણાં લોકોને અમિત શાહનું વક્તવ્ય તત્કાળ નહીં સમજાયું હોય, પરંતુ વિશ્લેષણ સાથે જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ આદિવાસી સમાજને કાચ જેવું સત્ય સમજાઈ જશે.

આ પણ વાંચો :-

વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન, પણ સાથે હાઈકોર્ટે લગાવ્યા આ પ્રતિબંધ

0

Accused Sajan Bharwad, who attacked lawyer

  • સાજન ભરવાડ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી સુરત શહેરમાં પ્રવેશી નહીં શકે, એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ.

સુરતમાં વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ (Sajan Bharwad) તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.

હાઇકોર્ટે શું શરતે જામીન આપ્યા ?

ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મહત્વનું છે કે અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવ્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના ?

ગત ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

આ મંદિરમાં પતિ-પત્ની સાથે નથી કરી શકતા પૂજા ! કરે તો મળે છે સજા, જાણો શું છે તેના પાછળની માન્યતા

0

Husband and wife cannot worship

  • હિન્દુ ધર્મમાં લગ્ન પછી પતિ-પત્ની ઘણીવાર મંદિરમાં દર્શન કરવા જાય છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં પતિ-પત્ની એકસાથે નથી જઈ શકતા, જાણો શા માટે..

હિંદુ ધર્મમાં (Hinduism) એવી માન્યતાઓ છે કે લગ્ન પછી વિવાહિત યુગલે (Married couple) કોઈ પણ શુભ કાર્યક્રમ, પૂજા, હવન વગેરેમાં એકસાથે ભાગ લેવો પડે છે. તીર્થયાત્રા (Pilgrimage) અને પૂજાનું શુભ ફળ પતિ-પત્નીને દંપતીના રૂપમાં જ પ્રાપ્ત થાય છે.

પરંતુ અમે તમને ભારતના એક અદ્ભુત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પતિ-પત્ની એક સાથે દર્શન કરી શકતા નથી. અહીં કોઈ યુગલને એકસાથે પૂજા કરવાની મંજૂરી નથી. આવો જાણીએ આ મંદિરની કહાની અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

અદ્ભુત અને અનોખું મંદિર :

પરણિત યુગલોના એક સાથે દર્શન પર આ પ્રતિબંધ ધરાવતું આ મંદિર દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. શિમલામાં આવેલ આ મંદિર માતા દુર્ગાનું મંદિર છે. આ અનોખા અને ખાસ મંદિર મા દુર્ગા શ્રી કોટી માતાના નામથી ઓળખાય છે. માતા ભીમા કાલી ટ્રસ્ટ આ મંદિરની દેખરેખ અને વ્યવસ્થા કરે છે. શિમલામાં આવેલા આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 11000 ફૂટ ઉપર છે.

એક સાથે દર્શન કરવા પર મળે છે સજા :

હિન્દુ માન્યતાઓ અનુસાર મા દુર્ગાના આ મંદિરમાં પતિ-પત્ની અથવા પરિણીત યુગલો માટે એકસાથે પૂજા કરવાની મનાઈ છે. જો કોઈ પરિણીત યુગલ કોઈક રીતે આ મંદિરમાં જાય છે અને માતાની મૂર્તિના દર્શન કરે છે. તો તેમને આ ગુનાની સજા પણ ભોગવવી પડી શકે છે. જો કે જો પતિ-પત્ની આ મંદિરમાં દર્શન કરવા માંગતા હોય તો તેમણે મંદિરમાં અલગ-અલગ જઈને માતાના દર્શન કરવા પડે છે.

શું છે તેના પાછળનું પૌરાણિક કથા :

આ અનોખા અને વિશેષ મંદિર વિશે ઘણી જૂની કથા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેયજી બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા હતા. ગણેશજીએ તેમના માતા-પિતાની પ્રદક્ષિણા કરી અને પૂછવા પર કહ્યું કે બ્રહ્માંડ માતા-પિતાના ચરણોમાં છે. ત્યારે કાર્તિકેયજીએ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી અને તેઓ તેમની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યાં સુધીમાં ગણેશજીના લગ્ન થઈ ચૂક્યા હતા.

શ્રાપને કારણે વિવાહિત યુગલો દર્શન નથી કરતા :

ગણેશજીના લગ્નથી કાર્તિકેય ગુસ્સે થયા અને તેમણે ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. માતા પાર્વતી પુત્ર કાર્તિકેયના લગ્ન ન કરવાના વ્રત પર ખૂબ ગુસ્સે થયા. જે જગ્યાએ કાર્તિકેયજી રોકાયા હતા ત્યાં માતા પાર્વતીએ કહ્યું કે જે પણ પતિ-પત્ની કાર્તિકેયજીના દર્શન કરશે. તેઓ એકબીજાથી અલગ થઈ જશે. આ કારણે કપલ અહીં એકસાથે પૂજા કરતાં ડરે ​​છે.

આ પણ વાંચો :-

ખુલીને હસવાથી બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં ! સ્વાસ્થ્યને થાય છે આ મોટા ફાયદા, જાણો

Laughing openly keeps blood pressure

  • સ્મિત અને ખુલીને હસવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. શું તમે જાણો છો કે ખુલીને હસવું એ શારારિક અને માનસિક સ્વાસ્થ માટે કેટલું સારું છે. હસવાથી શરીરમાં પોઝીટીવ હોર્મોન્સ રિલીઝ થાય છે.

જેનાથી બ્લડ સુગર લેવલ (Blood sugar level) નિયંત્રણમાં રહે છે. જો તમે હમેંશા હસ્તા રહો તો તેનાથી મૂડ પણ સારું રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે હસવું (To Laugh) અથવા સ્મિત આપવું તમારા સ્વાસ્થ માટે કેટલું લાભદાયી છે.

ખુલીને હસવાથી સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા :

દર્દમાં મળે છે રાહત :

જો તમે સ્પૉન્ડિલાઈટિસ કે કમરના દુખાવાથી પરેશાન છો. તો તમે ખુલ્લેઆમ હસીને આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. આટલું જ નહિ જો તમે 10 મિનિટ સુધી હાસ્ય સાથે હસશો. તો તમે થોડા કલાકો સુધી પીડામાંથી રાહત મેળવી શકો છો.

બ્લડ પ્રેશર ઘટાડે છે :

જે લોકો રોજ હસતા રહે છે અથવા ખુલીને હસતા રહે છે. તેમનું બીપી કંટ્રોલમાં રહે છે. આ એટલા માટે છે કારણ કે હસવાથી રક્ત વાહિનીઓના કાર્યમાં સુધારો થાય છે. જેથી તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને તમે હૃદયને લગતી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો

ડિપ્રેશનમાંથી રાહત :

આ વાત તો બધા જાણે છે કે હસવાથી મૂડ સારું રહે છે. કારણ કે હસવાથી શરીર વધુ મેલાટોનિન ઉત્પન્ન કરે છે, જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે. જેના કારણે તમે ડિપ્રેશનના શિકાર થતાં નથી.

આ પણ વાંચો :-

14 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે રામદેવપીરની કૃપા- જીવનમાં ક્યારેય નથી આવતું દુઃખ

14th October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જુદ્દીપણું બધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય, પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદી કરવાના યોગ બને છે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ-મિલકત સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પુરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જ‍ળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરિફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

Uttar Pradeshમાં રસ્તાની હાલત તો જુઓ, ભૂવામાંથી બાઈક નીકળ્યું

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં અટકાયત, ગોપાલે કહ્યું- ‘NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો અને…’

0

Gopal Italia Detained in Delhi, Gopal

  • દિલ્હી ગયેલા AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની મહિલા આયોગ સમક્ષ હાજર થતા અટકાયત કરવામાં આવી છે. આથી તેઓએ એક ટ્વિટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal italia) PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આથી ગોપાલ ઈટાલિયા (Gopal italia) આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી.

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું :

મહત્વનું છે કે ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના એકબીજા પર આકરા પ્રહાર વધતાં જઈ રહ્યાં છે. એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે પણ સવાલ કર્યો છે કે ભાજપ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે?

મને ધમકાવવામાં આવી રહ્યો છે : ગોપાલ ઇટાલિયા

નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે.

આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી.

ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પણ ટ્વિટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Vastu Tips For Money : શું તમે પૈસા ગણતી વખતે આ ભૂલો નથી કરતા ને ? માતા લક્ષ્મી ગુસ્સે થશે

Vastu Tips For Money Dont you

  • સામાન્ય રીતે દરેક વ્યક્તિ પરિવારને ટેકો આપવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે પોતાની રીતે સખત મહેનત કરે છે. મહેનત અને આયોજનના અભાવની સાથે તેની પાછળ નસીબનો પણ હાથ હોય છે.

 

ઘણીવાર પૈસાની (money)ગણતરી કરતી વખતે થતી ઘણી ભૂલો પણ તમારી ગરીબીનું કારણ બની શકે છે. ત્યારે આ ભૂલોને સમયસર દૂર કરવી વધુ સારું છે. તો ચાલો જાણીએ કઈ ભૂલો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

પૈસાને આડા અવળા ન રાખો :

ઘણા લોકો જ્યારે પગાર મેળવે છે અથવા બહારથી પૈસા આવે છે ત્યારે તેને અહીં અને ત્યાં ફેંકી દે છે. આવું કરવાથી મા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જેના કારણે તે ક્રોધિત થઈ જાય છે. તમારે પૈસાનું સન્માન કરીને તમારે તેને તિજોરી અથવા અલમારીમાં રાખવું જોઈએ. જે આ કામ માટે બનાવવામાં આવે છે. જો તમે અહીં અને ત્યાં પૈસા રાખો છો. તો તમે ગરીબીને આમંત્રણ આપો છો.

રૂપિયાને ઉછળીને ફેકવા જોઈએ નહીં :

ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ કોઈને આપવા માટે પૈસા ફેંકી દે છે અથવા ફેંકી દે છે. આ પદ્ધતિ યોગ્ય નથી. આ પૈસાનું અપમાન છે. જે વ્યક્તિ માટે અપમાનજનક છે જેની પાસે તમે આ રીતે પૈસા ફેંકી રહ્યા છો. જો તમને આ આદત કે શોખ છે તો આજે જ બદલી નાખો નહીંતર ગરીબી ઘર સુધી પહોંચતા વાર નહીં લાગે.

થૂંક લગાવીને નોટના ગણો : 

નોટો ગણતી વખતે ઘણા લોકો તેમની આંગળીઓ પર થૂંક લગાવતા હોય છે . આવું કરવાથી પૈસાઓ ગણવામાં સરળતા રહે છે અને સમયની બચત થાય છે. પરંતુ આ આદત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારી નથી. જ્યારે તમે થૂંકતા હાથથી નોટો ગણી રહ્યા છો. ત્યારે તમે અજાણતામાં મા લક્ષ્મીનું અપમાન કરી રહ્યા છો. આપણા મોંમાં બેક્ટેરિયા અને વાયરસ હોય છે. તેનાથી બચવા માટે તમે થૂંકવાને બદલે પાણીનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

ભારતીબાપુના નિવેદનથી ખળભળાટ ! જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો… લડી લેવા પણ તૈયાર

0

Bharti Bapu’s statement stirred

  • ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ, સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.

ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક સમાજ પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ (Dominance of caste) વધારવા તેમજ જ્ઞાતિના ઉમેદવાર ને સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે. એવા સમયે ભાવનગર (Bhavnagar) ખાતે પણ કોળી સમાજ દ્વારા અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમના (Bharti Ashram) મહંત ઋષિ ભારતીબાપુના (Bharatibapu) અધ્યક્ષ સ્થાને યુવા ચિંતન શિબિરનું (Youth Thinking Camp) આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો અને તમામ સંગઠનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા ખાસ તો કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુખ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ શિબિરમાં નક્કી કરાયેલા યોગ્ય દિશા નિર્દેશ મુજબ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ. સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.

જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો કોળી સમાજ હવે જાગૃત બન્યો છે અને સમાજ માટે લડી લેવા પણ તૈયાર છે. ઋષિ ભારતીબાપુ એ કહ્યું કે 30, 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી.

આ પણ વાંચો :-