Home Blog Page 1230

કોંગી ઉમેદવાર કાંતિ ખરાડીને લઇ ચૂંટણી પંચનો મોટો આદેશ, ઈજાગ્રસ્ત થતા હાલ સિવિલમાં સારવાર હેઠળ, જુઓ શું છે સમગ્ર મામલો

0

Election commission’s big order to take Congolese candidate Kanti Kharadi

  • ગઇકાલે રાત્રે ગુમ થયેલા કાંતિ ખરાડીએ જંગલમાં દોડીને જીવ બચાવ્યો હોવાનો દાવો, વહેલી સવારે સારવાર માટે સિવિલ પહોંચેલા કાંતિ ખરાડીએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈ હાલ બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં ગઇકાલ રાતે કોંગ્રેસના બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી (Kanti Kharadi) ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં તેઓ આજે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તરફ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે અને કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે.

ચૂંટણીપંચ એક્શનમાં :

કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ગઈકાલે રાત્રે ગુમ થયા બાદ વહેલી સવારે મળ્યા બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ ચૂંટણીપંચ દ્વારા કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા નિર્દેશ કર્યા છે. મહત્વનું છે કે, કાંતિ ખરાડી પર હુમલો થતા ફરિયાદ નોંધાવી હતી. આ તરફ ફરિયાદ બાદ કાંતિ ખરાડીને વધુ સુરક્ષા આપવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના ? 

ગઇકાલે રાત્રે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. જે બાદમાં જિલ્લાની પોલીસ એક્શનમાં આવી અને તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે કાંતિ ખરાડી મળી આવ્યા હતા. આજે સવારે કાંતિ ખરાડી મોટી સંખ્યામાં લોકો સાથે પાલનપુર સિવિલમાં સારવાર કરવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે, તેમણે નિવેદન મુજબ ગઇકાલે રાત્રેના સમયે જંગલ વિસ્તારમાં ભાગવા સમયે તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.

શું કહ્યું કાંતિ ખરાડીએ ? 

દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ભાજપનાં ઉમેદવાર અને અન્ય વ્યક્તિઓએ ગાડી પર હુમલો કર્યો હતો. આ સાથે હુમલો કરનારા વ્યક્તિઓ હથિયારો સાથે આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે બાદમાં જંગલમાં દોડીને મેં જીવ બચાવ્યો અને જંગલમાં પડી જવાથી ઈજા પહોંચી હોવાનું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણી આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

Millet bread is a boon for health

  • સામાન્ય રીતે લોકો ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ઘઉંની જગ્યાએ બાજરીનો લોટ શિયાળામાં વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ભારતમાં શિયાળાની (Winter) ઋતુ મોટાભાગના લોકોને ખૂબ પસંદ આવે છે પરંતુ આ ઋતુ પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડા હવામાનમાં ભેજને કારણે ફૂગ અને બેક્ટેરિયાના (Fungi and Bacteria) વિકાસ માટે તે યોગ્ય માનવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવો આપણા શરીર પર હુમલો કરે છે.

ત્યારે નબળી રોગપ્રતિકારક (Weak immune system) શક્તિને કારણે, આપણું શરીર ઝડપથી ઈન્ફેક્શનનો શિકાર બની જાય છે. આ સિઝનમાં બાજરીનો રોટલો (Millet bread) સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખશે. તેમાં રહેલ ફાઈબર પેટની સમસ્યાને દૂર કરશે અને કબજિયાતમાં રાહત આપશે.

બાજરીનો રોટલો ખાવાના ફાયદા :

  • બાજરીમાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સહિતના ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે તેનો ઉપયોગ શિયાળા દરમિયાન તેના લોટમાંથી બનેલા દલિયા, ખીચડી અથવા રોટલીના રૂપમાં કરી શકો છો. આ ખાવાથી પેટનું પાચનતંત્ર સ્થિર રહે છે અને ગેસ, પેટમાં દુખાવો, અપચો સહિતની અનેક સમસ્યાઓ દૂર રહે છે.
  • બાજરીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઓછું થાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાને અટકાવે છે અને ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે.
  • છેલ્લા કેટલાક વર્ષોમાં લોટને બદલે હોલગ્રેઈન્સની રોટલી ખાવાનું ચલણ વધવા લાગ્યું છે. જો તમને બાજરી ન ગમતી હોય તો તમે જુવાર, લોબિયા અને ચણાનો લોટ પણ વાપરી શકો છો.

આ પણ વાંચો :-

 

શિયાળામાં Car Heater વાપરતા હોવ તો ચેતજો ! આ ભૂલ કરી તો સીધું જ જીવનું જોખમ

If you are using car heater in winter

  • શિયાળામાં જો તમે કારમાં હીટર કે બ્લોઅરનો ઉપયોગ કરતા હોય તો સાવચેત રહેજો નહી તો થઈ શકે છે ગુંગળામણ.

ભારતમાં શિયાળાની ઋતુ શરુ થઇ ચુકી છે. લોકો ઠંડીથી બચવા સ્વેટરથી (Sweater) લઈને ગરમ કપડા પહેરવા લાગ્યા છે ત્યારે જો આવી ઠંડીમાં ટ્રાવેલિંગ (Traveling) કરવાનું હોય તો લોકો બધી પહેલેથી જ તૈયારીઓ કરી લેતા હોય છે. જો તમે પણ કાર લઈને બહાર ક્યાય જતા હોવ અને કારમાં તમે હીટરનો ઉપયોગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

શિયાળાની ઋતું દરમિયાન, લોકો કારમાં હીટર અથવા બ્લોઅરનો ખુબ ઉપયોગ કરે છે. જો કે, કાર હીટરનો ઉપયોગ કરતી વખતે થયેલી ભૂલો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે જ્યારે કારના હીટરને કારણે અંદર બેઠેલા વ્યક્તિનો શ્વાસ રૂંધાઈ જાય છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં કાર હીટરનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

1. એર સર્ક્યુલેશનનું ધ્યાન રાખો  :

જો તમે લાંબા સમય સુધી હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરો છો, તો કારમાં ઓક્સિજનની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગૂંગળામણ થઈ શકે છે. એટલા માટે કારની અંદર પણ તાજી હવા આવવા દો. આ માટે તમે વિન્ડો થોડી ખોલી શકો છો. આ ઉપરાંત, વાહનોને એર સર્ક્યુલેશનને ઓન-ઓફ કરવા માટે એક બટન પણ મળે છે, જેથી તાજી હવા સતત આવતી રહે છે.

2. CO2 ગેસ બનવાનું શરૂ થાય છે  :

જ્યારે કાર બ્લોઅરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનો ઓક્સાઇડ જેવા વાયુઓ બનવાનું શરૂ થાય છે. આ પ્રકારના ગેસના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ક્યારેક ગેસ તમારા લોહીમાં ઓક્સિજનની ઉણપનું કારણ પણ બની શકે છે.

3. વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ :

શિયાળામાં હીટરનો ઉપયોગ કરવાથી વાહનની અંદરનું તાપમાન વધે છે, જ્યારે બહારનું તાપમાન ઘણું ઓછું હોય છે. જેના કારણે વાહનની વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ જમા થાય છે અને તમે આગળ વાહનો જોવાનું ઝાંખું કરી દેશો. આ ધુમ્મસને દૂર કરવા માટે તમારે થોડા સમય માટે એસી ચાલુ કરવું પડશે.

4. બાળકોને એકલા ન છોડો :

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો બાળકને કારમાં બેસાડીને બ્લોઅર ચાલુ કરી દે છે. આવું બિલકુલ ન કરો. ઘણી વખત બાળકો કારને લોક કરી દે છે અને તેઓ અંદર ફસાઈ જાય છે. સતત બ્લોઅર ઓપરેશનને કારણે પણ બાળકોનો ગૂંગળામણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

‘ગરીબ અનુભવી રહ્યો છું’, જાન કાર કે ઘોડા પર નહી.. આ વાહન પર લઈ જતા લોકો રહ્યા દંગ

0

This video went viral on social media

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો જેમાં એક જાનને કાર કે ઘોડા પર નહી પરંતુ પ્લેનમાં લઇ જવામાં આવી.

ભારતમાં લગ્નની સીઝન (Wedding season) પુરજોશમાં ચાલુ છે. ત્યારે ભારતીયો લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચે છે? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ભાઈ… સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયેલો આ વિડિયો જુઓ, જેને જોયા પછી ઘણા લોકો ખુદને ગરીબ અનુભવવા લાગ્યા.

હકીકતમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ ક્લિપ અનુસાર, એક દંપતિએ સંબંધીઓ અને મિત્રોને તેમના લગ્ન સ્થળ પર લઈ જવા માટે કાર, બસ અથવા ટ્રેનના કોચ નહીં પણ આખું પ્લેન બુક કર્યું હતું. હા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનની દરેક સીટ ફુલ છે અને લોકો કેમેરા સામે જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અંતે જ્યારે કેમેરો દંપતી પર લાગે છે ત્યારે તેઓ પણ કેમેરાને જોઈને સ્મિત કરે છે.

આ વાયરલ વિડિયો shreyaa_shaah ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – તમને શું લાગે છે કે અમે લગ્ન માટે ક્યાં જઈ રહ્યા છીએ? અત્યાર સુધીમાં આ વાયરલ ક્લિપને 9 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ સેંકડો યુઝર્સે તેના પર ફીડબેક પણ આપ્યા છે. એકના કેપ્શનમાં લખ્યું- આ વીડિયો જોયા પછી ગરીબ અનુભવું છું. બીજાએ લખ્યું કે શું છોકરાના કાકા પાયલટની પાસે બેઠા. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે મને કોઈ બાળક કેમ દેખાતું નથી?

આ પણ વાંચો :-

05 ડીસેમ્બર 2022 રાશિફળ : મહાદેવ આ 6 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

05 December 2022 Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃ‌તિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની ત‌બિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ
આત્મ બળ વધે. યોગ્ય ‌નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પ‌રિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

‌મિથુન
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ‌ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃ‌દ્ધિ જણાય. આક‌સ્મિક ધન લાભ ના યોગ છે.

કર્ક
‌દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માન‌સિક અ‌‌સ્થિરતા વાળી વ્ય‌ક્તિનો રોગ વધતો જણાય. આ‌‌ર્થિક ક્ષેત્રે લાભ મળે. ‌મિત્રો તરફથી સાહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

‌સિંહ
રાજકીય ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અ‌‌પ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પ‌રિવારમાં આનંદ. માતા-‌પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
‌વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્ય‌ક્તિ માટે પ્રગ‌‌‌તિ. પ‌રિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આ‌‌ર્થિક ક્ષેત્રે ફાયદો. પ‌રિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃ‌શ્ચિક
‌દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આ‌‌ર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો. બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન
નાણાંકીય બાબતો અંગે શુભ ‌દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની ત‌બિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

મકર
આજે આપ સુખ, શાં‌તિ, સમૃ‌દ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની ત‌બિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ‌ચિંતા રહે. આરોગ્ય જળવાય. પ‌ત્નિની ત‌બિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ
પોતાનો કક્કો ખરો કરવાની વૃ‌ત્તિ વધે. આ‌‌ર્થિક મોરચે સફળતા. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ‌રિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન
સમાજ સેવાની ભાવના પ્રબળ બને. પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. ‌દિવસ આનંદમાં વ્ય‌તિત થતો જણાય.

આ પણ વાંચો :-

વિરમગામમાં છેલ્લી ઘડીએ થયું એવું કે હાર્દિક પટેલનું વધ્યું ટેન્શન, પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળ્યો

0

What happened in Viramgam

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી રહી છે. એવામાં મતદાનની આખરી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે. આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે, એવામાં વિરમગામમાં ઠેર-ઠેર હાર્દિક પટેલની (Hardik Patel) વિરુદ્ધના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં (Viramgam) ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે.

હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા :

વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’ જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે હાર્દિક પટેલ :

આવતીકાલે વિરમગામ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિરમગામથી અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તેઓ મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી.

તેઓએ તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. હાર્દિક પટેલનો ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :-

Paytm વડે ગેસ સિલિન્ડર બુક કરશો તો મળશે તગડું Cashback, જાણો શું છે બુકિંગની પ્રોસેસ

0

If you book a gas cylinder with Paytm

  • જો તમે ઓનલાઇન એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે.એ એક એપ છે જ્યાં ગેસ બુકિંગ પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ડિટેલમાં.

Paytm સમયાંતરે નવી ઓફર્સ પોતાના યૂઝર્સ માટે લાવે છે. હવે પેટીએમ Bharatgas, Indane અને  HP Gas ના LPG સિલિન્ડર બુકિંગ પર યૂઝર્સને કેશબેક (Cashback) આપી રહ્યા છે. આ ઓફરે લોકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પહેલા ગેસ સિલિન્ડર બુકિંગ (Gas cylinder booking) પર 15 રૂપિયાનું કેશબેક આપી રહ્યા છે અને તો બીજી તરફ પેટીએમ વોલેટ દ્વારા બુકિંગ કરશો તો 50 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા યૂઝર્સ બુકિંગને ટ્રેક કરી શકશો.

Paytm એ 29 નવેમ્બર એટલે કે મંગળવારે યૂઝર્સ માટે નવી કેશબેક ઓફરની જાહેરાત કરી છે. LPG Cylinder બુક કરનારાઓ માટે આ શાનદાર ઓફર છે. જો પેટીએમ પર નવા યૂઝર છો તો 15 રૂપિયા કેશબેક મેળવવા માટે યૂઝરને ‘FIRSTGAS‘ કોડનો ઉપયોગ કરવો પડશે.

તો બીજી તરફ તમે Paytm વોલેટનો ઉપયોગ કરશો તો બુકિંગ કરતાં 50 રૂપિયાનું કેશબેક ત્યારે મળશે જ્યારે યૂઝર ‘WALLET50GAS‘ કોડનો ઉપયોગ કરશે. પેટીએમ યૂઝર્સને રજિસ્ટર્ડ ફોન નંબર અને એડીશનલ ચાર્જીસ પર ગેસ રિફિલ બુક કરવાની પરવાનગી આપે છે. ટ્રેકિંગ દ્વારા તમે જોઇ શકો છો કે તમે ક્યારે બુકિંગ કર્યું છે અને ક્યાં સુધી સિલિન્ડર ડિલીવર થશે. પેટીએમ પર આ પુરી પ્રક્રિયા બતાવશે.

પ્રથમ બુકિંગ થતાં જ તે તમારા એલપીજી કનેક્શનની ડિટેલ્સ સેવ કરી લેશે. જો તમે બીજીવાર બુકિંગ પર જશો તો વારંવાર એલપીજી આઇડી નાખવાની જરૂર નહી પડે. આવો તમને જણાવીએ કે પેટીએમ બુકિંગ કરવાની સમગ્ર પ્રોસેસ…

Paytm વડે LPG Cylinder કેવી રીતે કરશો બુક? 

Step 1: Paytm ઓપન કરો અને રિચાર્જ અને બિલ ચૂકવણી કેટેગરી અંતગર્ત ‘Book Gas Cylinder’ ટેબ પર જાવ.
Step 2: હવે એલપીજી સિલિન્ડર સર્વિસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો અને પછી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર/17 આંકડાની એલપીજી આઇડી/ગ્રાહક નંબર એન્ટર કરો.
Step 3: ચૂકવણી કરવા માટે પોતાની બુકિંગ સાથે આગળ વધો. તમે પેમેન્ટની કોઇપણ મનપસંદ રીત જેમકે પેટીએમ વોલેટ, પેટીમ યૂપીઆઈ, કાર્ડ અને નેટ બેકિંગના માધ્યમથી ચૂકવણી કરી શકો છો.
Step 4: પેમેન્ટ કર્યા બાદ તમારું બુકિંગ કન્ફોર્મ થઈ જશે. ત્યારબાદ જણાવવામાં આવશે કે સિલિન્ડર 2 થી 3 દિવસમાં ડિલીવર થઇ જશે.

પેટીએમના પ્રવકતાએ જણાવ્યું હતું કે “ અમે જે સર્વિસિસ ઓફર કરી રહયા છીએ તેમાં એલપીજી સિલીન્ડર બુકીંગ એક મહત્વની સર્વિસ હોવાથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયર તરીકે અમે પેટીએમ એપ્પ પર બુકીંગની સુગમતા પૂરી પાડી રહયા છીએ અમે પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઈ પોસ્ટ પોઈડ તથા અન્ય સવલતો મારફતે ચૂકવણીમાં પણ સુગમતા પૂરી પાડી રહયા છીએ.

આ પણ વાંચો :-

મધુ શ્રીવાસ્તવનો ફરી એકવાર દબંગ અવતાર ! અધિકારીઓને ધમકી આપતા કહ્યું; ‘ચૂંટણી જીત્યા પછી નહીં છોડું’

0

Madhu Srivastava’s Dabang avatar once again

  • મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ ગયો છે. હવે પાર્ટીના ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા (Social media) થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ફરી અધિકારીઓને ચીમકી આપી છે.

વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ગઈકાલે નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા ધમકી આપી હતી.

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું.

ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે.

અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું. હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો… હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.

આ પણ વાંચો :-

04 ડિસેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકો પર માં ખોડલ વરસાવશે કૃપા – લખો ‘જય માં ખોડલ’

December 04, 2022 Horoscope Gujarat Guardian

મેષ
આપને માનસિક શાંતી મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતીમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ
ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય અેવા પ્રયત્‍નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવવાશે.

મિથુન
નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક
માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતી થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

‌સિંહ
આકસ્મિક ધન પ્રાપ્‍તીના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છૂટા થાય. પરિવારમાં આનંદ, કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકશે.

વૃ‌શ્ચિક
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતીનો અનુભવ થાય.

ધન
થોડી માનસિક અશાંતી જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતી શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

કર
માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતી રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મિન
દિવસ દરમિયાન નાણાંની છૂટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

આ 2 જગ્યા પર જવાની ભૂલેચૂકે ભૂલ ન કરતા, ઈજ્જતની સાથે સાથે પૈસા ગુમાવવાનો વારો આવશે

If you don’t make the mistake

  • નેપાળની ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે.

નેપાળની (Nepal) ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં અનેક ખ્યાતનામ મંદિરો, માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય જગ્યાઓ પર ઘૂમવા ઉપરાંત તમે સ્કીઈંગ, બાઈકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો.

પરંતુ આ બધી તો સારી સારી વાતો થઈ પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નેપાળમાં એક જગ્યા એવી પણ છે જ્યાં જવાથી તમે મુસીબતમાં મૂકાઈ શકો છો. તમને આ વિસ્તાર વિશે વિગતવાર જાણકારી આપીએ..

રિપોર્ટ મુજબ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક જગ્યા છે જેનું નામ થમેલ છે. અહીં જવાથી બચવાની સલાહ નેપાળ ઘૂમવા આવેલા લોકોને અપાતી હોય છે. અહીં બાર અને ક્લબમાં તો ભૂલેચૂકે ન જવું જોઈએ. વાત જાણે એમ છે કે અહીં છોકરીઓ તમારી સાથે બેસશે અને દારૂ મંગાવવાનું કહેશે.

અહીં એક પેગની કિંમત 700-800 રૂપિયા ચાર્જ કરાય છે. આ ઉપરાંત તે થોડા સમયમાં તમને તેને હુસ્નની જાળમાં ફસાવવા લાગશે અને નશાનો ફાયદો ઉઠાવીને તમારો ખોટો વીડિયો પણ બનાવી લેશે તથા રૂપિયા પડાવશે.

એટલું જ નહીં જો ત્યાંની પોલીસ સુધી આ સૂચના પહોંચી તો તમારી ધરપકડ નક્કી છે અને ત્યારબાદ તમને છોડવાના બદલામાં લાખો રૂપિયા પડાવવામાં આવશે. રૂપિયા ન આપવા પર ફોટો અને વીડિયો વાયરલ કરીને તમારી છબી ખરાબ કરવામાં આવશે. એ જ રીતે પોખરા ઘૂમવા માટે યોગ્ય નથી. અહીં પણ પ્રવાસીઓને અલગ અલગ રીતે ફસાવવાની કોશિશ થાય છે.

આ જગ્યા છે બેસ્ટ :

નેપાળ ફરનારા કેટલાક લોકોએ જણાવ્યું કે જો તમે બેસ્ટ જગ્યાની વાત કરો તો કાઠમંડુ, લુંબિની, જનકપુર, વગેરે એવી જગ્યાઓ છે જ્યાં ઘૂમવા અને જોવા માટે ઘણું બધુ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં કોઈ પણ પ્રકારે ફસાવવાનું કોઈ જોખમ પણ હોતું નથી.

આ પણ વાંચો :-