શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણી આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

Share this story

Millet bread is a boon for health

  • સામાન્ય રીતે લોકો ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ઘઉંની જગ્યાએ બાજરીનો લોટ શિયાળામાં વધુ ફાયદાકારક સાબિત થાય છે.

ભારતમાં શિયાળાની (Winter) ઋતુ મોટાભાગના લોકોને ખૂબ પસંદ આવે છે પરંતુ આ ઋતુ પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડા હવામાનમાં ભેજને કારણે ફૂગ અને બેક્ટેરિયાના (Fungi and Bacteria) વિકાસ માટે તે યોગ્ય માનવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવો આપણા શરીર પર હુમલો કરે છે.

ત્યારે નબળી રોગપ્રતિકારક (Weak immune system) શક્તિને કારણે, આપણું શરીર ઝડપથી ઈન્ફેક્શનનો શિકાર બની જાય છે. આ સિઝનમાં બાજરીનો રોટલો (Millet bread) સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખશે. તેમાં રહેલ ફાઈબર પેટની સમસ્યાને દૂર કરશે અને કબજિયાતમાં રાહત આપશે.

બાજરીનો રોટલો ખાવાના ફાયદા :

  • બાજરીમાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સહિતના ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે તેનો ઉપયોગ શિયાળા દરમિયાન તેના લોટમાંથી બનેલા દલિયા, ખીચડી અથવા રોટલીના રૂપમાં કરી શકો છો. આ ખાવાથી પેટનું પાચનતંત્ર સ્થિર રહે છે અને ગેસ, પેટમાં દુખાવો, અપચો સહિતની અનેક સમસ્યાઓ દૂર રહે છે.
  • બાજરીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઓછું થાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાને અટકાવે છે અને ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે.
  • છેલ્લા કેટલાક વર્ષોમાં લોટને બદલે હોલગ્રેઈન્સની રોટલી ખાવાનું ચલણ વધવા લાગ્યું છે. જો તમને બાજરી ન ગમતી હોય તો તમે જુવાર, લોબિયા અને ચણાનો લોટ પણ વાપરી શકો છો.

આ પણ વાંચો :-