આ 2 જગ્યા પર જવાની ભૂલેચૂકે ભૂલ ન કરતા, ઈજ્જતની સાથે સાથે પૈસા ગુમાવવાનો વારો આવશે

Share this story

If you don’t make the mistake

  • નેપાળની ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે.

નેપાળની (Nepal) ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં અનેક ખ્યાતનામ મંદિરો, માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય જગ્યાઓ પર ઘૂમવા ઉપરાંત તમે સ્કીઈંગ, બાઈકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો.

પરંતુ આ બધી તો સારી સારી વાતો થઈ પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નેપાળમાં એક જગ્યા એવી પણ છે જ્યાં જવાથી તમે મુસીબતમાં મૂકાઈ શકો છો. તમને આ વિસ્તાર વિશે વિગતવાર જાણકારી આપીએ..

રિપોર્ટ મુજબ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક જગ્યા છે જેનું નામ થમેલ છે. અહીં જવાથી બચવાની સલાહ નેપાળ ઘૂમવા આવેલા લોકોને અપાતી હોય છે. અહીં બાર અને ક્લબમાં તો ભૂલેચૂકે ન જવું જોઈએ. વાત જાણે એમ છે કે અહીં છોકરીઓ તમારી સાથે બેસશે અને દારૂ મંગાવવાનું કહેશે.

અહીં એક પેગની કિંમત 700-800 રૂપિયા ચાર્જ કરાય છે. આ ઉપરાંત તે થોડા સમયમાં તમને તેને હુસ્નની જાળમાં ફસાવવા લાગશે અને નશાનો ફાયદો ઉઠાવીને તમારો ખોટો વીડિયો પણ બનાવી લેશે તથા રૂપિયા પડાવશે.

એટલું જ નહીં જો ત્યાંની પોલીસ સુધી આ સૂચના પહોંચી તો તમારી ધરપકડ નક્કી છે અને ત્યારબાદ તમને છોડવાના બદલામાં લાખો રૂપિયા પડાવવામાં આવશે. રૂપિયા ન આપવા પર ફોટો અને વીડિયો વાયરલ કરીને તમારી છબી ખરાબ કરવામાં આવશે. એ જ રીતે પોખરા ઘૂમવા માટે યોગ્ય નથી. અહીં પણ પ્રવાસીઓને અલગ અલગ રીતે ફસાવવાની કોશિશ થાય છે.

આ જગ્યા છે બેસ્ટ :

નેપાળ ફરનારા કેટલાક લોકોએ જણાવ્યું કે જો તમે બેસ્ટ જગ્યાની વાત કરો તો કાઠમંડુ, લુંબિની, જનકપુર, વગેરે એવી જગ્યાઓ છે જ્યાં ઘૂમવા અને જોવા માટે ઘણું બધુ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં કોઈ પણ પ્રકારે ફસાવવાનું કોઈ જોખમ પણ હોતું નથી.

આ પણ વાંચો :-