ચૂંટણી પ્રચારમાં ડાન્સર બોલાવાઈ, કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરે તે પહેલા સ્ટેજ પર લાગ્યા ઠુમકા

Share this story

A dancer was called in the election campaign

  • આણંદના બોરસદમાં કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરે લગાવ્યા ઠુમકા. કોગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સભામાં ભીડ ભેગી કરવા ડાન્સરનો લેવાયો સહારો. વીડિયા અંગે Gujarat Guardian નથી કરતું પુષ્ટી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ નવું નવું લઈને આવી રહ્યાં છે. પરંતું કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારથી વિવાદમાં આવ્યા છે. આણંદના બોરસદમાં (Borsad) કોંગ્રેસની જાહેર સભામાં ડાન્સરને બોલાવવામાં આવી હતી. ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા.

બોરસદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકોએ કહ્યું કે શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કોંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવારનાં બેનરવાળા મંચ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાના વીડિયો વાયરલ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સભામાં ભીડ ભેગી કરવા ડાન્સરનો સહારો લેવાયો તેવું કહેવાયું છે. જો કે વીડિયા અંગે Gujarat Guardian નથી કરતું પુષ્ટી. સાથે જ આ વીડિયો કયા ગામનો છે તેની પૃષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો :-