Not Possible ! Loan will be available
- હવે તમને વોટ્સએપ પર ચપટી વગાડતા જ લોન મળી જશે. ભારતીય યુઝર્સ હવે વોટ્સએપ દ્વારા કોઈપણ સમયે લોન લઈ શકે છે અને તેમના અર્જન્ટ કામને પૂર્ણ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે કોઈ ડોક્યુમેન્ટસની જરૂર નહીં પડે.
જો તમને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો હવે તમે WhatsApp પર ચપટી વગાડતા જ લોન લઈ શકો છો. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરતા ભારતીય યુઝર્સ હવે પળવારમાં પ્લેટફોર્મ પરથી લોન મેળવી શકે છે. આ માટે તમારે ન તો કોઈ ડોક્યુમેન્ટસ આપવા પડશે અને ન તો તમારે કોઈ ફોર્મ ભરવાનું રહેશે.
હકીકતે એક ફિનટેક કંપની CASHe ભારતીય યુઝર્સને WhatsApp પર ઈન્સ્ટન્ટ લોન આપી રહી છે. આ સુવિધા માટે, કંપનીએ તાજેતરમાં ચેટબોટ સોલ્યુશન પ્રોવાઈડર Jio Haptik સાથે પાર્ટનરશિપ કરી છે.
30 સેકન્ડમાં મળી જશે લોન :
વોટ્સએપ પર લોન લેવા માટે યૂઝર્સ વધુ કંઈ કરવાની જરૂર નથી અને તેમને 30 સેકન્ડની અંદર સરળતાથી લોન મેળવી જશે. મહત્વનું છે કે કેવાયસી પૂર્ણ કરવા માટે CASHની પોતાની સિસ્ટમ છે. તે Jio Haptik એડવાન્સ્ડ કન્વર્સેશનલ કોમર્સ કેપેબિલિટીની સુવિધા આપે છે. એકવાર યુઝર વેરિફિકેશન થઈ જાય પછી કંપની યુઝર્સને ખૂબ જ સરળતાથી લોન આપી શકે છે.
CASHe ને બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે માત્ર યુઝરના નામની જરૂર છે. જે તેના પાન કાર્ડ પર રજીસ્ટર્ડ છે. લોન મેળવવા માટે યુઝર્સએ WhatsApp પર ડેડિકેટેડ નંબર દ્વારા CASHe સાથે કનેક્ટ થવાનું રહેશે.
50,00થી વધુ યુઝર્સને મળી લોન :
CASHe દ્વારા WhatsApp યુઝર્સને ખૂબ જ સુવિધાજનક એક્સપીરિયન્સ મળી શકે છે, કારણ કે તેનાથી તેમને ક્રેડિટ મેળવવાની ઝંઝટ દૂર થઈ જશે. આ સંદર્ભમાં CASHeના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર સ્વપન રાજદેવે જણાવ્યું હતું કે કંપની તેના WhatsApp ચેટબોટ સાથે લાઈવ થઈ હતી. CASHe એ રૂ. 25 કરોડથી વધુની 50,000 ક્રેડિટ લાઈન્સ જાહેર કરી છે.
CASHe સાથે કેવી રીતે જોડાઈ શકાય?
તેમણે કહ્યું કે બંને કંપનીઓ વચ્ચેની આ ભાગીદારીની સૌથી સારી વાત એ છે કે જે યુઝરને ક્રેડિટની જરૂર છે તેણે હવે પ્લેટફોર્મ છોડવું પડશે નહીં. ઉપરાંત યુઝર્સ WhatsApp પર CASHe દ્વારા ઈન્સ્ટન્ટ ક્રેડિટ સરળતાથી મેળવી શકે છે.
WhatsApp Chatbot એ યુવા વ્યાવસાયિકો માટે વન-સ્ટોપ, એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે. યુઝર્સ WhatsApp પર +918097553191 પર CASHe સાથે જોડાઈ શકે છે.
આ પણ વાંચો :-