Shah Rukh Khan’s video viral
- તસવીરોમાં શાહરૂખ રીદા અને ઈઝર પહેરેલો જોવા મળે છે. તેણે પોતાનો ચહેરો પણ માસ્કથી ઢાંક્યો હતો. તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જેઓ તેના સુરક્ષાકર્મીઓ હોવાનું જણાય છે.
બોલીવુડની (Bollywood) હસ્તીઓ હંમેશા તેમની તસવીરો અને વીડિયોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાન સાઉદી અરેબિયામાં (Saudi Arabia) તેની આગામી ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા (Makka) ખાતે જોવા મળ્યો હતો.
શાહરુખની ઉમરાહ કરતી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. તે ટૂંક સમયમાં જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. જે રીતે સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાનની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર થઈ રહ્યો છે તેનાથી ચાહકોની ઉત્સુકતા પણ સતત વધી રહી છે. જેને કારણે તેના ફેન્સ પણ આ ફોટો અને તસવીરો સાથે વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.
https://www.instagram.com/reel/CloRDEdIgR1/?utm_source=ig_embed&utm_campaign=loading
ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારથી લઈને આમિર ખાન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ ભૂતકાળમાં હજ અને ઉમરાહ કરી ચૂકી છે. શાહરૂખે અગાઉ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હું તીર્થયાત્રા પર ગયો નથી. હું મારા પુત્ર આર્યન અને પુત્રી સુહાના સાથે ત્યાં જવા માગુ છું.
શાહરૂખ મક્કામાં સુહાના સાથે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ છે. તાજેતરમાં જ તેનું ટીઝર લોન્ચ થયું હતું. જેને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
આ પણ વાંચો :-