Thursday, Mar 20, 2025

Samsung ની ધમાકા ઓફર ! આ પ્રોડક્ટસ પર મળશે 20 વર્ષની વોરન્ટી

2 Min Read

Samsung’s bang offer

  • Samsung એ પોતાના ગ્રાહકો માટે એક એવી ઓફર નિકળી છે જેમાં ખરીદેલી પ્રોડક્ટ જો ખરાબ થઈ જાય છે તો 20 વર્ષ સુધી કંપની જ તેને રિપેર કરાવશે અને ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ લેશે નહી.

Samsung પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઇને આવ્યું છે. આ ઓફર અંતગર્ત કંપની પોતાના કસ્ટમર્સને સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર વોરન્ટે ઓફર કરી રહ્યું છે જે 20 વર્ષની છે. આ વોરન્ટી (warranty) ઓફર સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે. જો આ 20 વર્ષ દરમિયાન કંપનીની આ પ્રોડક્ટસમાં કોઈ પ્રકારની ખરાબી આવે છે તો તેને ઠીક કરવી અને તેના બદલામાં ગ્રાહકો (customers) પાસેથી કોઈ ચાર્જ ન વસૂલવાની જવાબદારી સંપૂર્ણપણે કંપનીની રહે છે. તેના લીધે કંપની આ ઓફર એકદમ ખાસ છે. તેમાં ગ્રાહકોને ફક્ત ફાયદો જ મળે છે.

Samsung આ પ્રોડક્ટ્સ પર આપી રહી છે ઓફર :

કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાંડ સેમસંગ પોતાના વોશિંગ મશીનમાં ઉપયોગ થનાર ડિજિટલ ઈન્વર્ટર મોટર અને રેફ્રિજરેટમાં ઉપયોગ થનાર ડિજિટલ ઈન્વર્ટર કંપ્રેસર પર પહેલીવાર 20 વર્ષની વોરન્ટીની ઓફર કરી છે. સેમસંગની આ પહેલ ગ્રાહકો માટે ફાયદાની ડીલ સાબિત થશે. કંપની આ ઓફર સાથે પોતાના ગ્રાહકોની સાથે એક નેકસ્ટ લેવલ બોન્ડીંગ બનાવવા માંગે છે અને તેમને સારો અનુભવ પુરો પાડવા માંગે છે.

કંપનીની આ ઓફરની સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે સાથે જ તેમના ખિસ્સાનો ભાર ઓછો થશે. તમને જણાવી દઇએ કે 20 વર્ષ દરમિયાન ઓફરમાં સામેલ પ્રોડક્ટ્સમાં કોઇપણ પ્રકારની કોઇ ખરાબી આવે છે તો ગ્રાહકોને પૈસા ખર્ચ કરવા નહી પડે પરંતુ કંપની તેને પોતાના ખર્ચ પર જ રિપેર કરાવી દેશે. કંપનીની આ પહેલથી 20 વર્ષ સુધી ગ્રાહક સુનિશ્વિત રહીને પ્રોડક્ટને ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

Share This Article