Wanted to become a serial killer
- ગ્રેટર નોઇડાનાં બિસરખ ક્ષેત્રમાં રહેવાવાળા પાયલ ભાટીએ પોતાના માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા અને પ્રેમી સાથે લગ્ન કરવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. તે પોતાના મા-બાપની આત્મહત્યા માટે પોતાના ભાઇનાં સાસરાપક્ષને અને પોતાના ફઈનાં છોકરાંને જવાબદાર માને છે અને તેમને મારવાની ફિરાકમાં છે.
ટીવી સીરિયલ (TV Serial) જોઇને સીરિયલ કિલર બનવા જતી પાયલ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોતાને મૃત દેખાડવા માટે તેણે નિર્દોષ હેમલતાની હત્યા કરી દીધી. પોતાના માતા પિતાની આત્મહત્યાનો બદલો લેવા માટે આવું ભયંકર પગલું લેશે તેવી આશા નહોતી. તેથી જ તેણે દુનિયાની નજરોમાં પોતાને મૃત દેખાડવા માટે પોતાના બોયફ્રેન્ડની (Boyfriend) સાથે મળીને હેમલતાને મારી નાખી. હેમલતાની ઓળખાણ છુપાવવા માટે પાયલે તેના મૃત ચહેરા પર ગરમ તેલ પણ ઢોળ્યું અને પોતાના કપડાં પહેરાવી પોતે ફરાર થઇ ગઈ.
હેમલતાનો ચહેરો બળી ગયો હતો :
ગરમ તેલ પડવાને લીધે મૃત હેમલતાનો ચહેરો બળી ગયો ગચો અને કદ-રૂપથી તે પાયલ જેવી જ લાગી રહી હતી. તેવામાં કોઇ એ સમજી ન શક્યું કે આ પાયલ છે કે કોઇ બીજું. ડેડબોડીની પાસે એક સુસાઇડ નોટ મળી જેનાથી સાબિત થયું કે પાયલે આત્મહત્યા કરેલ છે. ત્યારબાદ પાયલનાં ભાઈએ બોડી પોતાની બહેનની સમજીને તેનો અંતિમ સંસ્કાર પણ કરી દીધેલ હતો.
બોયફ્રેન્ડની સાથે મળીને રચ્યું ષડયંત્ર :
પાયલે પોતાને મૃત દેખાડવા માટે બોયફ્રેન્ડ અજયની સાથે મળીને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 50થી વધુ છોકરીઓ જોઇ. છેલ્લે અજયને પોતાના એક મિત્ર થકી હેમલતાનાં વિષે ખબર પડી અને પોતાના પ્લાન માટે તે સૌથી સારો ઓપ્શન દેખાણી. આ પ્લાનિંગનો વિચાર તેને ટીવી સીરિયલ ‘કુબૂલ સે‘ અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલીક ક્રિમિનલ ડોક્યુમેન્ટ્રીથી આવ્યો હતો. પરંતુ આ પ્લાનિંગ વધુ ચાલી નહીં અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
કેવી રીતે થયો પડદાફાશ…
પોલીસ અનુસાર 15 નવેમ્બરનાં હેમલતા નામની એક છોકરીનાં ગુમ થયાંની રિપોર્ટ બિસરખ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસ હેમલતાનાં નંબર અને કોલ રેકોર્ડ ટ્રેસ કરી રહી હતી ત્યારે તેમણે અજય નામના એક વ્યક્તિનો નંબર મળ્યો અને પોલીસે અજયનાં નંબરને ટ્રેસ કરી ધરપકડ કરી.
આ પણ વાંચો :-