મતદાન વેળાએ ‘હીરોગીરી’ કરનાર નેતાઓ-કાર્યકરોમાં ફફડાટ, સોશિયલ મીડીયામાં મુકેલા વીડિયો-ફોટા માર્યા ડીલીટ

Share this story

The leaders-activists who acted

  • મતદાન મથકમાં મત આપતી વખતે ઇવીએમ સાથેના ફોટા પાડીને સોશિયલ મીડીયામાં વાયરલ કર્યા બાદ સુરત જિલ્લા કલેકટરે સાયબર ક્રાઇમ અને ચૂંટણી અધિકારીને તપાસ સોંપતા ફફડી ઉઠેલા કાર્યકરો, નેતાઓએ ફટાફટ સોશિયલ મીડીયામાં મુકેલી પોસ્ટ ડીલીટ મારી દેતા સાઇબર ક્રાઇમે હવે વધુ મહેનત કરવી પડશે.

ગુરૂવારે મતદાનની (voting) પ્રકિયા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા સેલ્ફી પોઈન્ટ (Selfie point) બનાવાયા હોવાથી યુવા મતદારો અને અન્ય મતદારોએ મત આપતી વખતે મતદાન મથકમાં મોબાઈલ ફોન લઇને જતા ચૂંટણી અધિકારીએ (Election Officer) અટકાવતા ફોટા પાડી શક્યા ન હતા.

તો બીજી તરફ કેટલાક નેતાઓ, કાર્યકરો, ઉમેદવારોએ મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જઇને ઇવીએમમાં કોને મત આપ્યો તેનું વીડીયો રેકોડીંગ, ફોટા પાડીને સોશિયલ મીડીયામાં ફોટા વાયરલ કર્યા હતા. આ ફોટાને લઇને યુવા મતદારોએ જિલ્લા કલેકટર સુધી ફરિયાદનો મારો ચલાવ્યો હતો કે અમોને મોબાઇલ ફોન લઈને બુથમાં જતા અટકાવ્યા તો બીજી તરફ નેતાઓ દ્વારા બુથોમાં જઈને ફોટા પાડ્યા હોવાથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ ફરિયાદના પગલે સુરત જિલ્લા કલેકટરે ૧૬ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ અને સાઇબર ક્રાઇમને તપાસ સોંપીને રિપોર્ટ મંગાવ્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા ચાબુક વિઝવાનુ શરૂ કરતા અને કાર્યવાહી થવાના ડરે સોશિયલ મીડીયામાં ફોટા મુકીને ફિશીયારી મારનારા નેતા, કાર્યકરોએ જિલ્લા કલેકટરની કાર્યવાહીથી ડરી જઇને જેટલા પણ ઈવીએમ સાથેના કે બુથો પર ફોટા મુક્યા હતા. તે ડીલીટ મારી દીધા છે. આથી સાઇબર ક્રાઇમે આ ફોટા પાછા રીકવર કરવા મહેનત કરવી પડે તો નવાઇ નહીં ?

આ પણ વાંચો :-