VIDEO: The driver suffered a heart attack in the running bus
- બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને છ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.
મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાંથી (Jabalpur) હાલઆ જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્યાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરને (The Driver) અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક (Heart attack) આવતાની સાથે જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને છ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ એ છ લોકોમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. આ વાતને લઈને પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને હાલ કેસની તપાસ ચાલી રહી છે.
પહેલા લોકોને લાગ્યું કે બસ ડ્રાઈવર નશામાં હશે :
જણાવી દઈએ કે જબલપુરના દમોહ નાકા વિસ્તારમાં મેટ્રો બસ અનિયંત્રિત થઈ જતાં હંગામો મચી ગયો હતો અને રસ્તામાં લોકો અને વાહનોને ટક્કર મારીને મેટ્રો બસ રસ્તાના ખૂણે જઈને ઊભી રહી હતી. સાથે જ જેને પણ આ અકસ્માત આંખો સામે જોયો તેના રુવાંટા ઉભા થઈ ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ પહેલા લોકોને લાગ્યું કે મેટ્રો બસ ડ્રાઈવર નશામાં હશે પણ જ્યારે લોકોએ બસ ડ્રાઈવરને બેભાન હાલતમાં જોયો ત્યારે તેઓ ચોંકી ગયા હતા.
मध्य प्रदेश के जबलपुर में बस चलाते हुए ड्राइवर की हार्टअटैक से मौत। सड़क पर कई लोग बस की चपेट में आए
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 2, 2022
ડોક્ટરે ડ્રાઈવરને મૃત જાહેર કર્યો :
આ ઘટના પછી જ્યારે બસ ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાંના ડોક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. સાથે જ ડોક્ટરે એ જણાવ્યું કે બસ ચલાવતી વખતે બસ ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો અને એ કારણે તેનું મોત થયું હતું. એ સમયે જ તેને બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો :
જણાવી દઈએ કે આ અકસ્માત દરમિયાન ઈ-રિક્ષા, ઓટો રિક્ષા અને ટુ વ્હીલર ચાલકો બેકાબૂ બસની અડફેટે આવી ગયા હતા અને કુલ છ લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલ મેટ્રો બસ ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-