મૂળ ભારતીય ટીકટોક સ્ટારનું કેનેડામાં નાની વયે નિધન થતાં સોશ્યલ મીડિયા ફેન્સને લાગ્યો ધ્રાસકો

Share this story

The social media fans were

  • બોડી પોજિટિવિટી અને આત્મવિશ્વાસનો સંદેશ ફેલાવવા માટે ઓળખાતી ઈન્ડો-કેનેડિયન ટિકટોકર મેઘા ઠાકુરનું ગયા અઠવાડિયે અચાનક નિધન થયુ. તેમના માતા-પિતાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી.

ટિકટોક (Tiktok) પર 93,000 ફોલોઅર્સવાળી બ્રેમ્પટન (Brampton) સ્થિત મેઘા ઠાકુરનું (Megha Thakur) ગયા અઠવાડિયે 21 વર્ષની ઉંમરમાં નિધન થયુ. તે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈન્દોરમાં (Indore) રહેતી હતી. મેઘાના માતા-પિતાએ ઈન્સ્ટા પર દુ:ખદ સમાચાર શેર કરતા લખ્યું ભારે મનથી અમે આ દુ:ખદ સમાચારની જાહેરાત કરીએ છીએ. અમારી દયાળુ, સારસંભાળ રાખનારી અને સુંદર પુત્રી મેઘા ઠાકુર 24 નવેમ્બર 2022ના રોજ અચાનક ગુજરી ગઈ.

માતા-પિતાએ પ્રશંસકોને દુ:ખદ વાતની જાણકારી આપી  :

મેઘા એક આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર યુવતી હતી. તે પોતાના પ્રશંસકોને પ્રેમ કરતી હતી અને ઈચ્છતી હતી કે તમે તેના નિધન અંગે જાણો. અત્યારના સમયે અમે મેઘા માટે તમારી પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. તમારા વિચાર અને પ્રાર્થનાઓ આગળની યાત્રામાં તેમની સાથે રહેશે.

https://www.instagram.com/p/Cap9kFrJBDX/?utm_source=ig_embed&ig_rid=cc51a139-e5dd-4802-b1a7-900228f6f3ed

મેઘા ઠાકુરના મોતનું કારણ સામે આવ્યું નથી :

જો કે તેના મોતનુ કારણ સામે આવ્યું નથી. મંગળવારે તેની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. એક પ્રશંસકે પોસ્ટના જવાબમાં લખ્યું મેઘાને ખબર હતી કે તે પ્રભાવશાળી ક્ષેત્રમાં કેટલી તાકાત રાખે છે અને કેટલી મહિલાઓ તેમને જોવે છે. અમે એક પરીને ગુમાવી દીધી.

આ પણ વાંચો :-