What happened in Viramgam
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી રહી છે. એવામાં મતદાનની આખરી ઘડીએ વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે. આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે, એવામાં વિરમગામમાં ઠેર-ઠેર હાર્દિક પટેલની (Hardik Patel) વિરુદ્ધના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં (Viramgam) ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે.
હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો વિરમગામમાં લાગ્યા :
વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’ જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે હાર્દિક પટેલ :
આવતીકાલે વિરમગામ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિરમગામથી અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તેઓ મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી.
તેઓએ તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. હાર્દિક પટેલનો ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.
આ પણ વાંચો :-