04 ડિસેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકો પર માં ખોડલ વરસાવશે કૃપા – લખો ‘જય માં ખોડલ’

Share this story

December 04, 2022 Horoscope Gujarat Guardian

મેષ
આપને માનસિક શાંતી મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાશે. સુખશાંતીમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ
ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય અેવા પ્રયત્‍નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવવાશે.

મિથુન
નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃદ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક
માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતી થતી જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

‌સિંહ
આકસ્મિક ધન પ્રાપ્‍તીના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છૂટા થાય. પરિવારમાં આનંદ, કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિય પાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃદ્ધિ અનુભવી શકશે.

વૃ‌શ્ચિક
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતીનો અનુભવ થાય.

ધન
થોડી માનસિક અશાંતી જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતી શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

કર
માતૃપક્ષની સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતી રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મિન
દિવસ દરમિયાન નાણાંની છૂટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-