મધુ શ્રીવાસ્તવનો ફરી એકવાર દબંગ અવતાર ! અધિકારીઓને ધમકી આપતા કહ્યું; ‘ચૂંટણી જીત્યા પછી નહીં છોડું’

Share this story

Madhu Srivastava’s Dabang avatar once again

  • મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ ગયો છે. હવે પાર્ટીના ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા (Social media) થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ફરી અધિકારીઓને ચીમકી આપી છે.

વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ગઈકાલે નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા ધમકી આપી હતી.

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા મધુ શ્રીવાસ્તવ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું.

ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે.

અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું. હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો… હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.

આ પણ વાંચો :-