શિયાળામાં Car Heater વાપરતા હોવ તો ચેતજો ! આ ભૂલ કરી તો સીધું જ જીવનું જોખમ

Share this story

If you are using car heater in winter

  • શિયાળામાં જો તમે કારમાં હીટર કે બ્લોઅરનો ઉપયોગ કરતા હોય તો સાવચેત રહેજો નહી તો થઈ શકે છે ગુંગળામણ.

ભારતમાં શિયાળાની ઋતુ શરુ થઇ ચુકી છે. લોકો ઠંડીથી બચવા સ્વેટરથી (Sweater) લઈને ગરમ કપડા પહેરવા લાગ્યા છે ત્યારે જો આવી ઠંડીમાં ટ્રાવેલિંગ (Traveling) કરવાનું હોય તો લોકો બધી પહેલેથી જ તૈયારીઓ કરી લેતા હોય છે. જો તમે પણ કાર લઈને બહાર ક્યાય જતા હોવ અને કારમાં તમે હીટરનો ઉપયોગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

શિયાળાની ઋતું દરમિયાન, લોકો કારમાં હીટર અથવા બ્લોઅરનો ખુબ ઉપયોગ કરે છે. જો કે, કાર હીટરનો ઉપયોગ કરતી વખતે થયેલી ભૂલો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે જ્યારે કારના હીટરને કારણે અંદર બેઠેલા વ્યક્તિનો શ્વાસ રૂંધાઈ જાય છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં કાર હીટરનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

1. એર સર્ક્યુલેશનનું ધ્યાન રાખો  :

જો તમે લાંબા સમય સુધી હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરો છો, તો કારમાં ઓક્સિજનની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગૂંગળામણ થઈ શકે છે. એટલા માટે કારની અંદર પણ તાજી હવા આવવા દો. આ માટે તમે વિન્ડો થોડી ખોલી શકો છો. આ ઉપરાંત, વાહનોને એર સર્ક્યુલેશનને ઓન-ઓફ કરવા માટે એક બટન પણ મળે છે, જેથી તાજી હવા સતત આવતી રહે છે.

2. CO2 ગેસ બનવાનું શરૂ થાય છે  :

જ્યારે કાર બ્લોઅરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનો ઓક્સાઇડ જેવા વાયુઓ બનવાનું શરૂ થાય છે. આ પ્રકારના ગેસના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ક્યારેક ગેસ તમારા લોહીમાં ઓક્સિજનની ઉણપનું કારણ પણ બની શકે છે.

3. વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ :

શિયાળામાં હીટરનો ઉપયોગ કરવાથી વાહનની અંદરનું તાપમાન વધે છે, જ્યારે બહારનું તાપમાન ઘણું ઓછું હોય છે. જેના કારણે વાહનની વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ જમા થાય છે અને તમે આગળ વાહનો જોવાનું ઝાંખું કરી દેશો. આ ધુમ્મસને દૂર કરવા માટે તમારે થોડા સમય માટે એસી ચાલુ કરવું પડશે.

4. બાળકોને એકલા ન છોડો :

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો બાળકને કારમાં બેસાડીને બ્લોઅર ચાલુ કરી દે છે. આવું બિલકુલ ન કરો. ઘણી વખત બાળકો કારને લોક કરી દે છે અને તેઓ અંદર ફસાઈ જાય છે. સતત બ્લોઅર ઓપરેશનને કારણે પણ બાળકોનો ગૂંગળામણ થઈ શકે છે.

આ પણ વાંચો :-