‘ગરીબ અનુભવી રહ્યો છું’, જાન કાર કે ઘોડા પર નહી.. આ વાહન પર લઈ જતા લોકો રહ્યા દંગ

Share this story

This video went viral on social media

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો જેમાં એક જાનને કાર કે ઘોડા પર નહી પરંતુ પ્લેનમાં લઇ જવામાં આવી.

ભારતમાં લગ્નની સીઝન (Wedding season) પુરજોશમાં ચાલુ છે. ત્યારે ભારતીયો લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચે છે? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ભાઈ… સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયેલો આ વિડિયો જુઓ, જેને જોયા પછી ઘણા લોકો ખુદને ગરીબ અનુભવવા લાગ્યા.

હકીકતમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ ક્લિપ અનુસાર, એક દંપતિએ સંબંધીઓ અને મિત્રોને તેમના લગ્ન સ્થળ પર લઈ જવા માટે કાર, બસ અથવા ટ્રેનના કોચ નહીં પણ આખું પ્લેન બુક કર્યું હતું. હા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનની દરેક સીટ ફુલ છે અને લોકો કેમેરા સામે જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અંતે જ્યારે કેમેરો દંપતી પર લાગે છે ત્યારે તેઓ પણ કેમેરાને જોઈને સ્મિત કરે છે.

https://www.instagram.com/reel/CllI2cXK2mW/?utm_source=ig_embed&ig_rid=5a4e7bf4-7124-404f-884b-90dd7d277846

આ વાયરલ વિડિયો shreyaa_shaah ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – તમને શું લાગે છે કે અમે લગ્ન માટે ક્યાં જઈ રહ્યા છીએ? અત્યાર સુધીમાં આ વાયરલ ક્લિપને 9 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ સેંકડો યુઝર્સે તેના પર ફીડબેક પણ આપ્યા છે. એકના કેપ્શનમાં લખ્યું- આ વીડિયો જોયા પછી ગરીબ અનુભવું છું. બીજાએ લખ્યું કે શું છોકરાના કાકા પાયલટની પાસે બેઠા. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે મને કોઈ બાળક કેમ દેખાતું નથી?

આ પણ વાંચો :-