Home Blog Page 1229

ખજૂરભાઈએ કરી લીધી સગાઈ, પોસ્ટ શેર કરી આપી માહિતી, જુઓ કોણ છે મંગેતર

0

Khajurbhai got engaged

  • ખજૂરભાઇ તરીકે ઓળખાતાં નીતિન જાનીની સગાઈ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. લોકોએ આ નવા કપલને ખુબ શુભેચ્છા આપી છે. જુઓ ફોટો.

ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ (YouTube Famous) ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઈને (Khajurbhai) પ્રેમિકા મળી છે. જેની સાથેનો સગાઈનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઈ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે. તેમની સગાઈ મિનાક્ષી દવે (Meenakshi Dave) સાથે આજે બારડોલી ખાતે થઇ છે.

ખજૂરભાઇની થઇ સગાઈ :

મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઈ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઈએ સગાઈ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.

કોરોનાકાળની બધી આવકનો કર્યો સદુપયોગ :

આપણે સૌ જાણીએ જ છીએ કે ખજૂરભાઇ સેવાભાવી વ્યક્તિ છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયાની સેવા ખજૂરભાઈ કરી ચૂક્યાં હશે.

કુદરતી આફત હોય કે પછી કોઈ ગરીબની જરૂરિયાત :

તૌકતે વાવાઝોડામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડયાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય, ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. માહિતી અનુસાર તેમણે તો પોતાના ખર્ચે સૌરાષ્ટ્રમાં અમુક મકાન ફરી બનાવ આપ્યાં હતાં.

આ પણ વાંચો :-

વધારે પડતા કલર જીન્સ પહેરવાની છે આદત તો સાવધાન ! નહીં તો બોડીને થશે આ નુકસાન

Be careful if you have a habit of wearing

  • ડાઈ જીન્સ પહેરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ ફોલો કરવા માંગે છે. પછી તે કપડાંની ફેશન (Fashion of clothes) હોય કે મેકઅપની, હેર સ્ટાઈલની હોય કે બીજી કોઈ વસ્તુની. આપણે ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા પછી તેમને કોપી કરીએ છીએ.

આજકાલ આપણને બજારોમાં વધુ સ્ટાઇલિશ જીન્સ જોવા મળી રહ્યા છે. તે રિપ્ડ જીન્સ હોય કે સ્કિની ફિટ, સ્લિમ ફિટ.

રંગીન જીન્સ પહેરવાના ગેરફાયદા :

જીન્સને રંગવા માટે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણને કેમિકલની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જીન્સને રંગ આપવા માટે કૃત્રિમ રંગોનો ઉપયોગ ઘણીવાર થાય છે.

આ કારણથી કપડાંમાં વપરાતો રંગ ત્વચા માટે પણ હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમને તેનાથી એલર્જી થઈ શકે છે. જીન્સના જાડા ફેબ્રિકને કારણે આપણને સૂર્યપ્રકાશ અને હવા યોગ્ય રીતે મળતી નથી, જેના કારણે આપણને સ્કિન ઈન્ફેક્શનનો પણ ડર રહે છે.

ફિટ જીન્સ પહેરવાના આ છે ગેરફાયદા :

બ્લડ સર્કુલેશન :

ટાઈટ જીન્સ આપણને ખૂબ જ ગમે છે કારણ કે આપણે તેમાં જાડા દેખાતા નથી. પરંતુ ફીટેડ જીન્સ પહેરવું એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે આપણને શરીરમાં સોજો, દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ફર્ટિલિટી :

વધુ ફીટ જીન્સ પહેરવાથી પેશાબની નળીમાં સોજો આવી શકે છે. જેના કારણે પુરૂષોના શુક્રાણુઓની માત્રા ઘટવા લાગે છે અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ભય રહે છે.

સ્કીન પ્રોબ્લેમ : 

વધારે ટાઈટ જીન્સ પહેરવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આ રક્ત પરિભ્રમણ અને નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે.

કેન્સરનો ડર :

ફીટેડ જીન્સ પહેરવાથી ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. કારણ કે ટાઈટ જીન્સ પહેરવાથી પગની નસોમાં લોહીનું પરિભ્રમણ થતું નથી.

આ પણ વાંચો :-

હેકર્સ ખંડણીની રકમ કેમ ક્રિપ્ટોકરન્સીમાં વસૂલે છે ? જાણો આ પાછળની સંપૂર્ણ માહિતી

Why Hackers Charge Ransom in Cryptocurrency

  • ક્રિપ્ટોકરન્સી એ શરૂઆતથી જ હેકરો અથવા સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર રહ્યું છે. પરંતુ શા માટે હેકર્સ આ ચલણમાં જ વ્યવહાર કરે છે.જાણો સંપૂર્ણ વિગતવાર

લગભગ એક અઠવાડિયાથી દિલ્હી AIIMS હોસ્પિટલનું સર્વર હેકિંગના કારણે ઠપ્પ છે. જેના કારણે ઓપીડી અને અન્ય સેવાઓ પર અસર પડી રહી છે. સર્વર હેક (Server hack) થવાને કારણે કરોડો દર્દીઓનો ડેટા દાવ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેકર્સ પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં (Crypto currency) 200 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

કરોડોની કરી માંગણી :

જોકે દિલ્હી પોલીસે ક્રિપ્ટો કરન્સીમાં ખંડણીની માંગને ફગાવી દીધી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ જો આ સાચું છે તો પછી હેકર્સ ખંડણીની રકમ માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ શા માટે વસૂલ કરે છે?

ક્રિપ્ટોકરન્સી શું છે?

ક્રિપ્ટો કરન્સી એ એક ચલણ છે જે સંપૂર્ણપણે કમ્પ્યુટર અલ્ગોરિધમ પર બનેલ છે. તેના તમામ વ્યવહારો પણ કોમ્પ્યુટર દ્વારા જ થાય છે, એટલે કે તેમાં કોઈ ભૌતિક ચલણ નથી. ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સીને ડિજિટલ કરન્સી પણ કહેવામાં આવે છે. તે એન્ક્રિપ્શન ટેક્નોલોજીની મદદથી જનરેટ થાય છે અને પછી તેને નિયંત્રિત કરવામાં આવે છે.

હેકર્સ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કેમ કરે છે?

ક્રિપ્ટોકરન્સી એ શરૂઆતથી જ હેકરો અથવા સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વપરાશકર્તાની ઓળખ જાહેર કરી શકાતી નથી, એટલે કે તે સંપૂર્ણપણે અનામી રહે છે.

કારણ કે તે વિકેન્દ્રિત ચલણની જેમ કામ કરે છે અને તેમાં બેંક જેવી કોઈ સંસ્થા નથી. સાથે જ તેનો બીજો ફાયદો એ છે કે બિટકોઈન અને તેના જેવી અન્ય કરન્સી વર્ચ્યુઅલ વોલેટમાં રાખી શકાય છે. તેઓ માત્ર નંબર દ્વારા ઓળખાય છે.

આ પણ વાંચો :-

Tata ની નવી ઈલેક્ટ્રિક કાર આપી રહી છે દગો, કોઈનું ટાયર ખરાબ તો ક્યાંક Software Issue

0

Tata’s new electric car is giving betrayal

  • નેક્સોન ઉપરાંત કંપની ટાટા ટિગોર ઈવી અને ટાટા ટિયાગો ઈવી જેવી કારોનું વેચાણ પણ કરે છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાની કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લાગે છે. પરંતુ જો નવી ગાડી જ દગો આપવા લાગે. તો ગ્રાહક છેતરાયાનો અનુભવ કરે છે.

ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓના (Electric car) સેગમેંટમાં ટાટા મોટર્સ પહેલાં ક્રમ પર છે. કંપનેની ટાટા નેક્સોન દેશની સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર છે. ટાટાની ગાડીઓ સેફ્ટી માટે પણ જાણિતા છે. Nexo EV ના ઉપરાંત Tata Tigor EV અને Tata Tiago EV જેવી કાર્સનું વેચાણ પણ વેચાણ છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાના કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લગાવે છે. પરંતુ જો નવી ગાડી (New Car) જ દગો આપવા લાગે તો ગ્રાહક છેતરાયાનો અનુભવ કરે છે.

ટાટા મોટર્સ ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ટ્વિટર એકાઉન્ટ પર એવા ગ્રાહકોની ફરિયાદ નોંધાઇ છે. અલગ-અલગ ગ્રાહકોએ ટ્વીટ દ્વારા પોતાની નવી ટાટા ઈલેક્ટ્રિક કારમાં આગામી સમસ્યાઓને શેર કરી છે. જ્યાં કેટલાક યૂઝર સોફ્ટવેર ઇશ્યૂથી પરેશાન છે. તો એક ગ્રાહકે ટાયરમાં સમસ્યા બતાવી છે.

સોફ્ટવેરની સમસ્યા :

ટ્વિટ પર બબીતા (@babithamarinas) નામની યૂજરે લખ્યું, ”મે જે દિવસથી નવી નેક્સન ઈવી પ્રાઈમને ખરીદી છે. તેમાં સોફ્ટવેર અને એન્જીનની સમસ્યા હતી. હવે તમે લોકો વોરન્ટી પોલિસીનો હવાલો આપીને તેને મારા ગળે નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે વોરન્ટી પોલિસી અંતગર્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળી કાર કેવી લઇ શકો છો?

આ પ્રકારે આકાશ (@AkashRadhakri15) નામના યૂજરે લખ્યું ‘મેં 2 ડિસેમ્બર 2022 ના રોજ Nexon ev ખરીદી હતી. તે દિવસે ગાડી ખરાબ થઇ ગઇ હતી. ડીલરશિપે સ્ટોકમાંથી જૂની કાર આપી છે. મેં 16.5 લાખ ખર્ચ કર્યા જેને રસ્તા પર ઉભા કરી દીધા. કૃપિયા મદદ કરે.”

ટિગોર ઈવીને અઠવાડિયાની અંદર નવી ખરીદી કરવામાં આવી અને કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી કેવી સેવા અમને મળી… આ ટાટામોટર…ગાંધીધામ કાર્ગોમોટર અમદાવાદ બ્રાંચની સાથે સમાન અનુભવ છે…જોકે ડીફ્રેક્ટ સરળતાથી અને અઠવાડિયાની અંદર મળી ગઈ 500 કિમી ડ્રાઇવ…

Tata Nexon EV Problems

ટાયરમાં Bump  :

તો બીજી તરફ પ્રકાશ (@Prakash28953808) નામના યૂઝરે ગાડીના ટાયરમાં સમસ્યા આવી છે. યૂઝરે લખ્યું , ”નવી ટિગોર ઈવીને એક અઠવાડિયા પહેલાં જ ખરીદી હતી, તેનું ટાયર એક જગ્યાએથી ફૂલી ગયું છે. કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી. આ 500 કિમી. ચલાવતાં જ જોવા મળ્યું છે.”

આ પણ વાંચો :-

06 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : આ 8 રાશિના જાતકો પર ગણેશજીની વિશિષ્ટ કૃપાથી દરેક દુ:ખો થશે દુર

06 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

વૃષભ
‌માનસિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ

મિથુન
નિખાલસ અને ચરિત્રવાન રહેશો. આવકનું પલ્લું ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતી જાળવવી.

કર્ક
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કા‍ળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતી થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા
લાગણીશીલતા વધે. ખોટું લાગે અેવા પ્રસંગો ઉભા થયા. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમનસ્ય તથા મતભેદ ટાળવા. અ‌િગ્‍નથી સાચવવું. માથુ, મગજ તથા નેત્રરોગોથી સાચવવું

વૃ‌શ્ચિક
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્‍તી થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજમાં રોગોથી સાચવવું

મકર
શાંતીનો અનુભવ થાય. નાના ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારોમાં થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

આ જાણીતી હસીનાએ લીધા છુટાછેડા, 4 બાળકોની છે માતા, ઉછેર માટે દર મહિને મળશે 1.65 કરોડ રૂપિયા

This well-known Hasina got divorced

  • કિમ કાર્દશિયન પોતાના છુટાછેડાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે તે ફાઇનલી કાન્યે વેસ્ટથી અલગ થઈ ગઈ છે. અત્યાર સુધી વળતરને લઈને બંને વચ્ચે સહમતિ બની રહી નહોતી પરંતુ હવે આ મુદ્દો પણ સેટલ થઈ ગયો છે.

કિમ કાર્દશિયન (Kim Kardashian) અને કાન્યે વેસ્ટ (Kanye West) તેમના છૂટાછેડાને લઈને સૌથી વધુ ચર્ચામાં છે અને હવે આખરે તેમના અલગ થવા પર સત્તાવાર રીતે મહોર મારી દેવામાં આવી છે. બંને કાયદેસર રીતે અલગ થયા બાદ હવે તે મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે જેને લઈને બંને વચ્ચે કોઈ સહમતિ નહોતી. બંને સ્ટાર્સ બાળકોના ઉછેર અને પ્રોપર્ટીના વિભાજનને (Division of Property) લઈને અસહમત હતા. પરંતુ હવે કોર્ટે બંને વચ્ચે સમાધાન કરી લીધું છે અને સંમતિથી બંને બાળકોનો ખર્ચ ઉઠાવશે.

બાળકોનો ખર્ચ બંને વચ્ચે વહેંચવામાં આવશે :

કારણ કે કિમ અને કાન્યે બંનેને બાળકોની કસ્ટડી મળી ગઈ છે. બંને કમાતા હોવાથી ખર્ચ પણ તેમની વચ્ચે વહેંચવામાં આવશે. પરંતુ બાળકો મોટાભાગે કિમ સાથે જ રહેશે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાન્યે કિમને બાળકોના ઉછેર માટે દર મહિને 1.65 કરોડ રૂપિયા આપશે. તમને જણાવી દઈએ કે બંનેને ચાર બાળકો છે.

તેમની મોટી દીકરી 9 વર્ષની છે અને સૌથી નાની દીકરી 3 વર્ષની છે. તેમના લગ્ન 6 વર્ષથી વધુ ચાલ્યા હતા પરંતુ ગયા વર્ષે કિમે છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે કાન્યે વેસ્ટ કિમથી છૂટાછેડા ઇચ્છતા ન હતા. જેના માટે તેણે કાનૂની લડત પણ લડી હતી.

પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે :

કિમ કાર્દાશિયન તેની બોલ્ડનેસને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. કિમ હંમેશા તેના મેટ ગાલા લુક્સને લઈને મસ્ત રહે છે. બીજી તરફ કાન્યેની વાત કરીએ તો તે વિવાદોથી ઘેરાયેલો લાગે છે. તાજેતરમાં પણ તે ઘણી મુશ્કેલીઓમાં ફસાયેલ છે. એડિડાસ કંપનીએ તેમની સામે તપાસ શરૂ કરી છે. આરોપ છે કે તે મીટિંગ દરમિયાન લોકોને વાંધાજનક સામગ્રી બતાવે છે.

આ પણ વાંચો :-

ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારે વોટિંગ કર્યું, શું તમે મતદારોને અપીલ કરતું ગીત સાંભળ્યું ?

0

Gujarati singer Aishwarya Majmudar voted

  • આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે. ત્યારે ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ અમદાવાદમાં મતદાન કર્યું છે. ગુજરાતી સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના (Central-Eastern Gujarat) 14 જિલ્લાની 93 બેઠક પર એટલે કે કુલ 182 બેઠકમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. છેલ્લે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે.

આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે. ત્યારે ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ (Aishwarya Majmudar) અમદાવાદમાં મતદાન કર્યું છે. ગુજરાતી સિંગર અમદાવાદની વેજલપુર (Vejalpur) વિધાનસભા બેઠકની મતદાર છે.

દર વખતે ચૂંટણીમાં એશ્વર્યા મજમુદાર મુંબઈથી મતદાન કરવા માટે અહીં આવે છે. તેણે પણ આજે મતદાન કરીને એક ગીત ગાયું છે અને મતદારોને અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછું મહીસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયું છે.

આ પણ વાંચો :-

હવે આ કંપની કરશે વંદે ભારત ટ્રેનમાં ફેરફાર ! જાણો, જાળવણી માટે કેટલાં કરોડની બોલી લગાવી

0

Now this company will change Vande Bharat train

  • Vande Bharat Express Train : સરકારી કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ તે પાંચ કંપનીઓમાંની એક છે જે 200 વંદે ભારત ટ્રેન બનાવવા અને આગામી 35 વર્ષો સુધી તેની જાળવણી માટે બિડ લગાવી છે. BHEL એ તેના માટે ટીટાગઢ વેગન્સની સાથે એક કન્સોર્ટિયમ બનાવીને 58,000 કરોડ રૂપિયાની બિડ લગાવી છે.

સરકારી કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited) તે પાંચ કંપનીઓમાંની એક છે જે 200 વંદે ભારત ટ્રેન બનાવવા અને આગામી 35 વર્ષો સુધી તેની જાળવણી માટે બિડ લગાવી છે. BHEL એ તેના માટે ટીટાગઢ વેગન્સની (Titagarh Vegans) સાથે એક કન્સોર્ટિયમ બનાવીને 58,000 કરોડ રૂપિયાની બિડ લગાવી છે.

BHEL ઉપરાંત આમાં અન્ય ચાર કંપનીઓ-ફ્રાંસીસી રેલવે કંપની એલ્સટોમ, સ્વિસના રેલવે રોલિંગ સ્ટોક મેન્યુફ્ક્ચરર સ્ટેડલર રેલ અને હેદરાબાદની મીડિયા સર્વે ડ્રાઈવ્સનું કન્સોર્ટિયમ-સ્ટેડલર, BEML અને સીમેન્સ અને એક ભારતીય ફર્મની સાથે રશિયન રોલિંગ સ્ટોક મેન્યુફેક્ચર ટ્રાંન્સમાશહોલ્ડિંગનું કન્સોર્ટિયમ પણ સામેલ છે.

BHEL એ 58,000 કરોડ રૂપિયાની બિડ લગાવી :

અધિકારીઓએ જણાવ્યુ કે BHEL એ 200 વંદે ભારત ટ્રેનના નિર્માણ અને જાળવણી માટે 58,000 કરોડ રૂપિયાની બિડ લગાવી છે. જેમાં 26,000 કરોડ રૂપિયા ટ્રેનોની ડિલીવરી પર એડવાન્સ પેમેન્ટ છે. જ્યારે આ ટ્રેનોમાં મેન્ટેનેન્સના 35 વર્ષની મુદ્દતમાં 32,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ભારતીય રેલવે હવે કોન્ટ્રેક્ટ માટે ટેકનિકલ બિડનું મૂલ્યાંકન કરી રહી છે. નાણાકીય બિડસ આગામી 45 દિવસોમાં ખોલવામાં આવશે.

વંદે ભારત ટ્રેનોમાં થશે આ ફેરફાર :

ટેન્ડર દસ્તાવેજ પ્રમાણે, સફળ બિડ લગાવવાવાળાને 24 મહિનાની અંદર વંદે ભારત ટ્રેનો માટે સ્લીપર ક્લાસનો પ્રોટોટાઈપ તૈયાર કરવાનો રહેશે. Indian Railways 2024 ના પહેલા ક્વાટર સુધી વંદે ભારત ટ્રેનના પહેલા સંસ્કરણને શરૂ કરવાનો લક્ષ્ય બનાવવામાં આવી રહ્યો છે. હજુ સુધી રેલવેએ 102 વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. જે બધી જ ચેર કાર છે.

આ પણ વાંચો :-

ક્યારે મોકલવામાં આવ્યો હતો પહેલો Text Messages, જાણો કોણે મોકલ્યો અને SMS માં શું હતું ?

When was the first text message sent

  • નવી શોધમાં જાણવા મળ્યું છે કે મેસેજ કરવાના ઘણા આધુનિક વિકલ્પો છતાં એસએમએસ મેસેજ (SMS)આજે પણ લોકપ્રિય છે અને દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરે છે.

આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં ટેકસ્ટ મેસેજની (Text message) મહત્વપૂર્ણ ભૂમિકા છે અને દરરોજ કરોડો લોકો ઘણા માધ્યમોમાંથી ટેકસ્ટ મેસેજ મોકલે છે. નવા આંકડા અનુસાર આજે મોકલવામાં આવતા ત્રણ ટેકસ્ટ મેસેજમાંથી એક એસએમએસ (Short Message Service) દ્વારા સેન્ડ અને રિસીવ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ (First text message) ક્યારે મોકલવામાં આવ્યો હતો અને પહેલીવાર કોણે તેનો ઉપયોગ કર્યો હતો?

30 વર્ષ પહેલાં મોકલવામાં આવ્યો હતો પ્રથમ SMS :

પ્રથમ ટેકસ્ટ મેસેજ 3 ડિસેમ્બર 1992 માં મોકલવામાં આવ્યો હતો અને ક્રિસમસની શુભેચ્છા પાઠવવવામાં આવી હતી. દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ ‘મેરી ક્રિસમસ’ હતો અને 15 અક્ષરવાળા આ શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

કોણે મોકલ્યો હતો પ્રથમ ટેકસ્ટ મેસેજ? 

દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ (Text Message) વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થે કોમ્યુટરથી પોતાના બીજા સાથી રિચર્ડ જારવિસને મોકલ્યો હતો. જે કંપનીના ડાયરેક્ટર હતા. રિચર્ડને આ એસએમએસ ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો.

આજે પણ ખૂબ પોપ્યુલર છે SMS  :

સંચાર ફર્મ ઇંફોબિપના સર્વેમાં ખુલાસો થયો છે કે સામેલ લોકોમાંથી 30 ટકાએ કહ્યું કે તે દરરોજ મેસેજ મોકલે છે અને તેમાંથી 54 ટકા લોકોએ જણાવ્યું હતું કે મેસેજ મોકલવા માટે SMS નો ઉપયોગ કરે છે. ઇંફોબિપ યૂકેની કંટ્રી મેનેજર નિખિલ સૂરજીએ કહ્યું કે 30 વર્ષોમાં મેસેજિંગ ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થયો છે.

હવે લોકો વોટ્સએપથી માંડીને સ્કાઇપ સુધીનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો આ તર્ક આપે છે કે મેસેજિંગ પ્લેટફોર્મની લોકપ્રિયતાની દોડમાં એસએમએસે પોતાની જમની ગુમાવી દીધી છે, પરંતુ અમારી શોધ પરિણામ તેના બિલકુલ વિપરીત છે.

ખબર ન હતી આટલી પોપ્યુલર થશે ટેક્સ્ટિંગ : નીલ

મેસેજ મોકલનાર વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થ ટેકસ્ટ મેસેજને લઈને કહ્યું કે ‘1992 માં જ્યારે પહેલીવાર એસએમએસ મોકલ્યો હતો. ત્યારે ખબર ન હતી કે ટેક્સ્ટિંગ આટલી પોપ્યુલર થઈ જશે અને દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો :-

5G સ્માર્ટફોન માટે નહિ કરવો વધારે ખર્ચ, 20000થી ઓછામાં ખરીદો આ 5 બેસ્ટ ફોન

Don’t spend too much for 5G smartphone

  • જો તમારી પાસે 4G ફોન છે પરંતુ હવે 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો અમે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પો લાવ્યા છીએ.

નવો 5G ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે આ 5 સ્માર્ટફોન 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

Samsung Galaxy M33 5G  :

આ 5G સ્માર્ટફોન 6.6-ઇંચ LCD, FHD + ડિસ્પ્લે સાથે આવે છે. તેના 6GB + 128GB વેરિઅન્ટની વાસ્તવિક કિંમત 24,999 રૂપિયા છે. પરંતુ તમે આ ફોનને એમેઝોન પરથી માત્ર 18,999 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 6,000mAh બેટરીનો સપોર્ટ મળે છે. તે જ સમયે 50MP+5MP+2MP+2MPનો ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. વીડિયો કોલ્સ અને સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કૅમેરો ઉપલબ્ધ હશે.

OnePlus Nord CE 2 Lite 5G :

OnePlus ના 5G સ્માર્ટફોન (6GB+128GB)ની વાસ્તવિક કિંમત રૂ. 19,999 છે. જો કે, તમે આ ફોનને એમેઝોન પરથી રૂ.1,000ના ડિસ્કાઉન્ટ સાથે રૂ.18,999માં ખરીદી શકો છો.

તેમાં 6.59 ઇંચની ડિસ્પ્લે છે. તે જ સમયે, સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે 64MP+2MP+2MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 16MP ફ્રન્ટ કોમેરો છે. આ ફોન 5000mAh બેટરીથી સજ્જ છે.

Redmi Note 11 Pro+ 5G :

Redmi ના શાનદાર 5G સ્માર્ટફોનમાં 6.67-ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ છે. આ ફોન (6GB + 128GB) Amazon પર 5,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 19,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં 5000mAh બેટરી અને 108 MP+8MP+2MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.

તે જ રીતે સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ હશે. વપરાશકર્તાઓ ICICI બેંક ક્રેડિટ કાર્ડથી અલગથી રૂ. 1,500નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Realme 9i 5G : Realme 9i :

5G સ્માર્ટફોન (4GB+64GB) ફ્લિપકાર્ટ પર 14,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 810 5G ચિપસેટના સપોર્ટ સાથે આવે છે. યુઝર્સને તેમાં 6.6-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. પાવર માટે, આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. તે જ સમયે, 50MP + 2MP + 2MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 8MP ફ્રન્ટ કેમેરા સેલ્ફી માટે ઉપલબ્ધ હશે.

Poco X4 Pro 5G :

યુઝર્સ Pocoનો 5G સ્માર્ટફોન (6GB+128GB) ફ્લિપકાર્ટ પરથી માત્ર રૂ. 16,999માં ખરીદી શકે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 695 5G પ્રોસેસરના સપોર્ટ સાથે આવે છે. યુઝર્સને તેમાં 6.67-ઇંચ HD+ સુપર AMOLED ડિસ્પ્લે મળે છે. 5000mAh બેટરીથી સજ્જ, આ ફોનમાં 64MP+8MP+2MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને વીડિયો કૉલ્સ અથવા સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કોમેરો છે.

આ પણ વાંચો :-