ક્યારે મોકલવામાં આવ્યો હતો પહેલો Text Messages, જાણો કોણે મોકલ્યો અને SMS માં શું હતું ?

Share this story

When was the first text message sent

  • નવી શોધમાં જાણવા મળ્યું છે કે મેસેજ કરવાના ઘણા આધુનિક વિકલ્પો છતાં એસએમએસ મેસેજ (SMS)આજે પણ લોકપ્રિય છે અને દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરે છે.

આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં ટેકસ્ટ મેસેજની (Text message) મહત્વપૂર્ણ ભૂમિકા છે અને દરરોજ કરોડો લોકો ઘણા માધ્યમોમાંથી ટેકસ્ટ મેસેજ મોકલે છે. નવા આંકડા અનુસાર આજે મોકલવામાં આવતા ત્રણ ટેકસ્ટ મેસેજમાંથી એક એસએમએસ (Short Message Service) દ્વારા સેન્ડ અને રિસીવ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ (First text message) ક્યારે મોકલવામાં આવ્યો હતો અને પહેલીવાર કોણે તેનો ઉપયોગ કર્યો હતો?

30 વર્ષ પહેલાં મોકલવામાં આવ્યો હતો પ્રથમ SMS :

પ્રથમ ટેકસ્ટ મેસેજ 3 ડિસેમ્બર 1992 માં મોકલવામાં આવ્યો હતો અને ક્રિસમસની શુભેચ્છા પાઠવવવામાં આવી હતી. દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ ‘મેરી ક્રિસમસ’ હતો અને 15 અક્ષરવાળા આ શોર્ટ મેસેજને વોડાફોન નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

કોણે મોકલ્યો હતો પ્રથમ ટેકસ્ટ મેસેજ? 

દુનિયાનો પ્રથમ ટેકસ્ટ મેસેજ (Text Message) વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થે કોમ્યુટરથી પોતાના બીજા સાથી રિચર્ડ જારવિસને મોકલ્યો હતો. જે કંપનીના ડાયરેક્ટર હતા. રિચર્ડને આ એસએમએસ ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલ્યો હતો.

આજે પણ ખૂબ પોપ્યુલર છે SMS  :

સંચાર ફર્મ ઇંફોબિપના સર્વેમાં ખુલાસો થયો છે કે સામેલ લોકોમાંથી 30 ટકાએ કહ્યું કે તે દરરોજ મેસેજ મોકલે છે અને તેમાંથી 54 ટકા લોકોએ જણાવ્યું હતું કે મેસેજ મોકલવા માટે SMS નો ઉપયોગ કરે છે. ઇંફોબિપ યૂકેની કંટ્રી મેનેજર નિખિલ સૂરજીએ કહ્યું કે 30 વર્ષોમાં મેસેજિંગ ટેક્નોલોજીનો ઝડપથી વિસ્તાર થયો છે.

હવે લોકો વોટ્સએપથી માંડીને સ્કાઇપ સુધીનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો આ તર્ક આપે છે કે મેસેજિંગ પ્લેટફોર્મની લોકપ્રિયતાની દોડમાં એસએમએસે પોતાની જમની ગુમાવી દીધી છે, પરંતુ અમારી શોધ પરિણામ તેના બિલકુલ વિપરીત છે.

ખબર ન હતી આટલી પોપ્યુલર થશે ટેક્સ્ટિંગ : નીલ

મેસેજ મોકલનાર વોડાફોન એન્જીનિયર નીલ પાપવોર્થ ટેકસ્ટ મેસેજને લઈને કહ્યું કે ‘1992 માં જ્યારે પહેલીવાર એસએમએસ મોકલ્યો હતો. ત્યારે ખબર ન હતી કે ટેક્સ્ટિંગ આટલી પોપ્યુલર થઈ જશે અને દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો :-