Two brides, one bride
આ લગ્નથી વરરાજા અને વરવધૂ (Groom and bride) બંને ખૂબ જ ખુશ છે. તેમ છતાં પોલીસે વરરાજા સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંને જોડિયા બહેનો આઈટી એન્જિનિયર (IT Engineer) છે. આ વીડિયો સોલાપુરના (Solapur) માલશિરાજ તાલુકાના અકલુજનો બતાવવામાં આવી રહ્યો છે. આ લગ્ન માટે છોકરા છોકરી બંનેના પરિવારજનો રાજી છે.
યુવકે 36 વર્ષની બે જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા :
પોલીસે વરરાજા વિરુદ્ધ કલમ 494 હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં પતિ કે પત્ની જીવિત હોય ત્યાં સુધી કોઈ બીજા લગ્ન કરી શકે નહીં. આ માટે 7 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. શુક્રવારે માલશિરસ તાલુકામાં થયેલા એક અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકે 36 વર્ષની બે જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા. જેઓ આઈટી એન્જિનિયર છે. આ લગ્નથી વર અને કન્યાના પરિવારના લોકોને કોઈ વાંધો નથી.
આ લગ્ન કાયદેસર કે નહીં ?
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા હતા કે આ લગ્ન કાયદેસર કે નહીં? જણાવવામાં આવી રહ્યું છે કે અતુલ માલશિરસ નામનો યુવક મુંબઈમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે. થોડા દિવસો પહેલા પિતાનું અવસાન થતાં છોકરીઓ તેની માતા સાથે માલશિરસ તાલુકા આવી રહેવા લાગી હતી.
Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Nakshab (@NakshabMawanvi) December 4, 2022
યુવકે મદદ કરી હતી, ત્યારથી અફેર શરૂ થયું :
એકવાર જ્યારે રિંકી અને પિન્કીની માતા બીમાર પડી ત્યારે અતુલની મદદ લઈ તેની કાર થકી માતાને હોસ્પિટલ પહોંચાડી હતી. એ પછી અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો. બંનેએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. શુક્રવારે બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નનો એક વીડિયો વાયરલ થયા પછી આ બાબતે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે વરરાજા સામે ગુનો નોંધ્યો છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો :-