HomeSportsશ્રીલંકાને બદલે હવે ક્યાં રમાશે ICC Women’s Champions Trophy 2027?

શ્રીલંકાને બદલે હવે ક્યાં રમાશે ICC Women’s Champions Trophy 2027?

Date:

Related stories

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...

જાપાનના ઓસાકામાં ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ યોજી હાઈલેવલ બેઠક, જાપાની ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ...

ગુજરાતમાં દશેરા 2026 ક્યારે ? જાણો રાવણ દહન અને શસ્ત્ર પૂજાનું શુભ મુહૂર્ત

ગુજરાતમાં દશેરા 20 ઓક્ટોબરે ઉજવાશે, શસ્ત્ર પૂજા માટે બપોરનો...

દશેરા 2026 : આ દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 કામ, ધાર્મિક માન્યતા અનુસાર અશુભ મનાય છે !

હિન્દુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીના પર્વનું વિશેષ મહત્ત્વ...
spot_img

મહિલા ક્રિકેટના ચાહકો માટે ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) પ્રથમ વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું યજમાનપદ ભારતને સોંપ્યું છે અને આ ઐતિહાસિક ટૂર્નામેન્ટની મેચોમાં વડોદરાને પણ સ્થાન મળ્યું છે. 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાનારી આ સ્પર્ધા મુંબઈ અને વડોદરામાં રમાશે.

સત્તાવાર માહિતી મુજબ તમામ મેચો મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) અને વડોદરા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. અગાઉ આ ટૂર્નામેન્ટનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ ત્યાં ચાલી રહેલી ક્રિકેટ વહીવટ સંબંધિત સુધારાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને યજમાની ભારતમાં ખસેડવામાં આવી છે. ભારતની પસંદગી ત્રણ દાવેદાર દેશોના હોસ્ટ-ઇવેલ્યુએશન બાદ કરવામાં આવી હતી અને ICC બોર્ડે તેને મંજૂરી આપી હતી.

આ પ્રથમ આવૃત્તિમાં ભારત સહિત કુલ છ ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા અન્ય ટીમો છે. તમામ ટીમો રાઉન્ડ-રોબિન લીગ ફોર્મેટમાં એકબીજા સામે રમશે. લીગ તબક્કા બાદ પોઈન્ટ્સ ટેબલની ટોચની બે ટીમો 28 ફેબ્રુઆરીએ ફાઇનલમાં ટકરાશે.

વડોદરામાં આટલી મોટી ICC મહિલા ટૂર્નામેન્ટ યોજાવાથી શહેરના ક્રિકેટપ્રેમીઓમાં સ્વાભાવિક રીતે જ ઉત્સાહ વધશે અને ગુજરાતના ક્રિકેટ નકશા પર પણ વડોદરાની ઓળખ વધુ મજબૂત બનશે.

Subscribe

Latest stories