Khajurbhai got engaged
- ખજૂરભાઇ તરીકે ઓળખાતાં નીતિન જાનીની સગાઈ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. લોકોએ આ નવા કપલને ખુબ શુભેચ્છા આપી છે. જુઓ ફોટો.
ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ (YouTube Famous) ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઈને (Khajurbhai) પ્રેમિકા મળી છે. જેની સાથેનો સગાઈનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઈ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે. તેમની સગાઈ મિનાક્ષી દવે (Meenakshi Dave) સાથે આજે બારડોલી ખાતે થઇ છે.
ખજૂરભાઇની થઇ સગાઈ :
મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઈ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઈએ સગાઈ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.
કોરોનાકાળની બધી આવકનો કર્યો સદુપયોગ :
આપણે સૌ જાણીએ જ છીએ કે ખજૂરભાઇ સેવાભાવી વ્યક્તિ છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયાની સેવા ખજૂરભાઈ કરી ચૂક્યાં હશે.
કુદરતી આફત હોય કે પછી કોઈ ગરીબની જરૂરિયાત :
તૌકતે વાવાઝોડામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડયાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય, ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. માહિતી અનુસાર તેમણે તો પોતાના ખર્ચે સૌરાષ્ટ્રમાં અમુક મકાન ફરી બનાવ આપ્યાં હતાં.
આ પણ વાંચો :-