Home Blog Page 1305

કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે ? ST ડેપો બન્યો દારૂનો અડ્ડો; દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

0

Who says there is liquor ban in Gujarat

  • છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે. જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે. પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં (Social media) આજકાલ અનેક વીડિયો વાયરલ થાય છે. જેના કારણે અનેક લોકોની પોલ ખૂલી જતી હોય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના (Prohibition of alcohol) ધજાગરા ઉડતો વીડિયો વાયરલ થયો છે. હાલ છોટા ઉદેપુરના (Chota Udaipur) બોડેલીમાં એસટી કચેરીમાં કર્મચારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. સિક્યોરિટી ઓફિસમાં (Security Office) 3 શખ્સો દારૂ પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે. જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે. પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બોડેલી એસ.ટી. ડેપોમાં લોકો પી રહ્યા હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. જેના કારણે ખળભળાટ મચ્યો છે. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાઇરલ થયા છે.

દારૂની મહેફિલ માણતા વીડિયોમાં શું છે ?

એસટી કચેરીના વાયરલ વીડિયોમાં એક ખુરશીમાં એક વ્યક્તિ સફેદ કલરની બંડી અને ખાખી પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતો દેખાઈ રહ્યો છે. તેનો સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે. પરંતુ અહીં તો સરેઆમ ધજાગરા થતા દેખાઈ રહ્યા છે. અહીં સરકારી કર્મચારીઓ કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર રાખ્યા વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે.

આ પણ વાંચો :-

અંબાણીની વધુ એક મોટી ડીલ ! રિલાયન્સના સ્ટોર પર હવે આ બ્રાન્ડની વસ્તુઓ પણ મળશે

Another big deal of Ambani ! Reliance stores will now also offer products of this brand

  • રિલાયન્સ રિટેલ લિમીટેડ હવે અમેરિકાની ફેશન બ્રાંડ ગૈપ(GAP)નું ઓફિશિયલ રીટેલર બની ગયું છે. આ અમેરિકન કંપની 1969માં સેન ફ્રાંસીસ્કોમાં સ્થપાયી હતી.

ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલે (Reliance Retail) અમેરિકન ફેશન બ્રાન્ડ GAP લિમિટેડ સાથે લાંબા ગાળાનો ફ્રેન્ચાઇઝી (Franchise) કરાર કર્યો છે. આ કરારથી રિલાયન્સ રિટેલ ભારતમાં ગેપ બ્રાન્ડની (Gap brand) ઓફિશિયલ રિટેલર બની ગઇ છે. રિલાયન્સ રિટેલ તેના એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ભારતીય ગ્રાહકોને (Indian customers) ફેશન આઇટમ્સની ગેપ બ્રાન્ડ ઉપલબ્ધ કરાવશે.

ગેપ એ ઘણી લાઈફ સ્ટાઈલ બ્રાન્ડ્સનો સંગ્રહ છે જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે કપડાં, એસેસરીઝ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી ખાસ પ્રોડક્ટ્સ બનાવે છે. આ અમેરિકન એપરલ કંપનીની રચના 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં થઇ હતી અને તે ડેનિમ આધારિત ફેશન માટે વિશ્વભરમાં જાણીતી છે. ગેપનું નાણાકીય વર્ષ 2021 નું નેટ વેચાણ 16.7 અબજ ડોલર હતું.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ગ્રાહકોને સારો અનુભવ રહેશે :

કરારના પ્રસંગે રિલાયન્સ રિટેલ લિમિટેડના સીઇઓ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ, અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલમાં, અમે અમારા ગ્રાહકો માટે નવીનતમ અને શ્રેષ્ઠ લાવવામાં ગર્વ અનુભવીએ છીએ અને અમને અમારા ફેશન અને જીવનશૈલી પોર્ટફોલિયોમાં આઇકોનિક અમેરિકન બ્રાન્ડ, ગેપનો ઉમેરો કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમારું માનવું છે કે રિલાયન્સ અને ગેપ તેમના ગ્રાહકો માટે ઉદ્યોગ-અગ્રણી ફેશન ઉત્પાદનો અને રિટેલ અનુભવોને એક સાથે લાવવાના તેમના અભિગમમાં એકબીજાના પૂરક છે,”

રિલાયન્સ સાથે રહીને અમારા ગ્રાહકો સુધી પહોચી શકશું :

ગેપના ઇન્ટરનેશનલ, ગ્લોબલ લાઇસન્સિંગ એન્ડ હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિએન જર્નાન્ડે જણાવ્યું હતું કે, “અમે મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેપ બિઝનેસમાં વૃદ્ધિ માટે આતુર છીએ. ભારતમાં રિલાયન્સ રિટેલ જેવા પ્રાદેશિક નિષ્ણાતો સાથે ભાગીદારી કરવાથી અમને અમારા ગ્રાહકો સુધી અમારી બ્રાન્ડ સુધી પહોંચવામાં મદદ મળશે. ”

આ પણ વાંચો :-

કેનેડા રહેતા અને આવવા માંગતા લોકો સાવધાન રહે…:  ભારતે જાહેર કરી એડવાઇઝરી

People living and wanting to come

  • ભારતે કેનેડા જતા પોતાના વિદ્યાર્થીઓને હેટ ક્રાઇમના ચાલતા કિસ્સાઓના લીધે સાવધાન અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

ભારતે કેનેડા (India to Canada) જતા પોતાના વિદ્યાર્થીઓને હેટ ક્રાઇમના (Hate crime) ચાલતા કિસ્સાઓના લીધે સાવધાન અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ભારતે એક ટ્રાવેલ એડવાઇઝરી (Travel advisory) જારી કરીને કહ્યું હતું કે કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો થયો છે.

સરકારે કહ્યું છે કે વિદેશ મંત્રાલયે કેનેડામાં હેટ ક્રાઇમના કેસો અને ભારત વિરોધી ગતિવિધિઓ પર કેનેડિયન અધિકારીઓ સાથે વાતચીત કરી છે. કેનેડિયન સત્તાવાળાઓને આ ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, “આ ગુનાઓ માટે જવાબદાર લોકોને કેનેડામાં હજી સુધી સજા કરવામાં આવી નથી.”

ભારતીય વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા કહ્યું :

ભારત તરફથી જારી કરવામાં આવેલ એડવાઇઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે કેનેડાની યાત્રા અને અભ્યાસ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. છેલા કેટલાક સમયથી કેનેડામાં ભારતીય વિરુદ્ધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં ભારતીયો વિષે ખરાબ કહેવામાં આવ્યું છે અને ભારતીય મંદિરોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ભારતીય મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી :

થોડા દિવસ પહેલા કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ટોરેન્ટોના એક પ્રમુખ હિન્દુ મંદિર પર ભારત વિરોધી ભીતચિત્ર બનાવવાનો મામલો સામે આવ્યો હતો. ભારતે આ ઘટનાને નફરતનો ગુનો ગણાવી હતી અને કેનેડિયન અધિકારીઓને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ટોરેન્ટોના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી.

Image

પરંતુ ટોરન્ટોમાં ભારતીય હાઈકમિશને બુધવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “અમે ટોરેન્ટોમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી આ ભીતચીત્રથી બદનામ કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.”

કેનેડાના સંસદે પણ ઘટનાને વખોડી :

કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું હતું કે, “કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને દરેકે વખોડી કાઢવી જોઈએ. આ માત્ર એકલદોકલ ઘટના નથી. કેનેડામાં હિન્દુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા ઘણા નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓ અંગે કેનેડિયન હિન્દુઓની ચિંતા વાજબી છે.”

આ પણ વાંચો :-

આ સાંસદે બ્રશની રાહ જોયા વગર પોતાના હાથ થી જ શાળાની ટોઈલેટ સીટ સાફ કરી નાખી, જુઓ Video

0

This MP cleaned the school toilet seat

  • રીવાના બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય ખટખરી ગયા હતા.

રીવાના (Reeva) બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો (Janardhan Mishra) એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય (Girls’ College) ખટખરી ગયા હતા. ટોઈલેટ સાફ કરવા દરમિયાન સાંસદે હાથમાં મોજા સુદ્ધા પહેર્યા નહતા કે બ્રશનો ઉપયોગ પણ ન કર્યો.

વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને ગાંધી જયંતી (2ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું ચલાવી રહ્યો છે. આ કડીમાં બાલિકા શાળામાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.

શાળામાં ભ્રમણ દરમિયાન સાંસદે જોયું કે બાલિકાઓ જે ટોઈલેટનો ઉપયોગ કરે છે તે ખુબ ગંદુ છે. તેમણે તરત જ પોતે સાફ કરવાનો નિર્ણય લીધો. આ માટે સાંસદે કેમિકલ કે પછી બ્રશની પણ રાહ ન જોઈ. એક ડોલમાં પાણી મંગાવ્યું અને ટોઈલેટ સાફ કરવા લાગ્યા. સાંસદે હાથથી ટોઈલેટ સાફ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો.

અત્રે જણાવવાનું કે ગુનાની એક શાળામાં ગંદા ટોઈલેટને સ્વચ્છ કરતી બાળકીઓનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ આલોચના થઈ હતી. એવામાં સાંસદનો આ વીડિયો અરીસો દેખાડે છે. જનાર્દન મિશ્રાએ કહ્યું કે બધાએ સ્વચ્છતા જાળવવી જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને પીએમ મોદી સ્વચ્છતાનો સંદેશ આપે છે. આ કોઈ નવી વાત નથી. મે પહેલાં પણ ટોઈલેટ સાફ કર્યા છે.

આ અગાઉ સાંસદ જનાર્દન મિશ્રાએ હાથ રિક્ષા ચલાવીને ઘરે ઘરે જઈ કચરાનું કલેક્શન કર્યું હતું ત્યારે પણ તે ખુબ ચર્ચામાં આવ્યા હતા. સાંસદ વિવાદિત બોલ બોલીને પણ ચર્ચામાં રહે છે. કચરો ફેલાવનારાઓને ફાંસી આપવી, IAS ને જીવતા દાટી દેવા જેવા નિવેદનો આપી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

વાસી રોટલી ખાવાની ટેવ હોય તો ચેતી જજો, થઈ શકે છે આ 4 બીમારીઓ

If you have a habit of eating stale

  • વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જાણી લો આ નુક્સાનો વિશે.

પહેલાં લોકો વાસી ભોજન (Stale food) ખાવાનું ટાળતા હતા, કારણ કે લોકોનું માનવું હતું કે વાસી ખોરાકથી નુકસાન થાય છે. પરંતુ આજના સમયમાં ફ્રીઝના લીધે લોકો વાસી ખોરાક ખાવા લાગ્યા છે. વાસી ખોરાક ખાવા પાછળનું ચલણ વ્યસ્ત લાઇફસ્ટાઇલ (Busy lifestyle) છે. વાસી ભોજન તમારા હેલ્થ માટે કોઇ પણ પ્રકારે સારું નથી. રાંધેલા ભોજનને ૧૨ કલાક બાદ આરોગવું ન જોઇએ.

વાસી ભોજન ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. વાસી ખોરાક પેટમાં જાય તેનાથી ફ્રી રેડિકલ્સ છૂટા પડે છે. ફ્રી રેડિકલ્સ શરીરની અંદર જાય તો સૌથી પહેલું નુકસાન ઢીંચણના સાંધાને કરે છે. આ જ કારણથી ભારતીય સ્ત્રીઓના ઢીંચણ સૌથી વહેલા ખરાબ થાય છે. વાસી ખોરાક ખાવાથી પેટ વધે છે, ‌િલવર નબળું પડે છે, હાડકાં પોલાં થાય છે. ગેસ પણ થાય છે.

વાસી રોટલી ખાવાનાં નુકસાન :

ફૂડ પોઇજનિંગ  :

જો તમે વધુ સમય સુધી રાખેલી રોટલી ખાઓ છો તો તમને ફૂડ પોઇજનિંગની સમસ્યા થઇ શકે છે એટલું જ નહીં, તેનાથી ઝાડા-ઊલટી જેવી સમસ્યા પણ જોવા મળી છે. ઊલટી થઈ શકે છે. વાસી રોટલી ખાવાથી તમને ઊલટીઓ થવાનું શરૂ થઇ શકે છે.

પેટની તકલીફો :

વાસી રોટલીમાં જે બેક્ટેરિયા હોય છે તે તમારા પેટમાં પ્રવેશ કરી જાય છે અને હાનિકારક કેમિકલ બનવા લાગે છે, જેના લીધે તમને ફક્ત ઊલટીઓ જ નહીં, પરંતુ પેટ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

બેચેની થવી :

વાસી રોટલીમાં ફંગસ અને બેક્ટેરિયાના કારણે આ બેચેની અથવા ઊબકાનું કારણ બની શકે છે, એટલા માટે તમારે વાસી રોટલી ખાવી જોઇએ નહીં.

એલર્જિક રિએક્શન થઈ શકે છે :

વાસી રોટલીમાં બેક્ટેરિયા હોય છે અને તે બેક્ટેરિયાના કારણે તમને એલર્જિક રિએક્શન થઇ જાય. તે તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે તો બીજી તરફ જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ નબળી થઇ જાય છે તેમને આવું બિલકુલ પણ ન થવું જોઇએ.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રવિવારે અમદાવાદ આવશે, સફાઈકર્મી અને આશાવર્કરો સાથે સંવાદ કરશે

0

Arvind Kejriwal and Bhagwant Mann will

  • રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયા છે. કેન્દ્રીય નેતાઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Maan) પણ ગુજરાત આવશે. 25મી સપ્ટેમ્બરે રવિવારે એક દિવસ બંને મુખ્યમંત્રી અમદાવાદ (Ahmedabad) આવશે. સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે સંવાદ કરશે.

સફાઈકર્મી, આશાવર્કરો અને યુવાઓ સાથે સંવાદ :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દર અઠવાડિયે ગુજરાતમાં કોઈપણ કાર્યક્રમ કરી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હાલ ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન થીમ પર યાત્રા કરી રહ્યા છે. ત્યારે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ બંને મુખ્યમંત્રીઓ અમદાવાદમાં સફાઈ કર્મીઓ, આશાવર્કર અને યુવાઓ સાથે સંવાદ કરવાના છે.

બંને નેતાઓ આજે મોડી સાંજે આવે તેવી શક્યતાઓ :

બંને મુખ્યમંત્રીઓ આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણીને લઇ અને લોકો સુધી પહોંચવા માટે ટાઉનહોલ કાર્યક્રમો અને યાત્રાઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રા શરૂ કરાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બેચરાજી સહિતના વિસ્તારોમાં આ યાત્રા અત્યારે ફરી રહી છે. આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાતમાં જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે અને જે પણ સરકારી કર્મચારીઓ કે અર્ધસરકારી કર્મચારીઓ અથવા તો સમાજના લોકો નારાજ છે તેની સાથે વાતચીત કરી આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

Turbo Ventilator : ફેક્ટરીમાં ઉપર ગોળ ફરતી સ્ટીલની વસ્તુ શું છે? કેવી રીતે કર્મચારીઓ માટે છે ઉપયોગી

Turbo Ventilator : What is the steel thing that

  • કારખાનાઓની છત પરના આ સ્ટીલના બાઉલ વાસ્તવમાં ટર્બો વેન્ટિલેટર (What is turbo ventilator) કહેવાય છે. તે શું કરે છે તે જાણો.

વિજ્ઞાને (Science) માનવ જીવનને ખૂબ જ સરળ બનાવ્યું છે. ઘણી સરળ દેખાતી આવિષ્કારો લોકોને એટલી બધી સગવડ આપે છે કે તેમના વિના જીવવું મુશ્કેલ છે. જો તમે વિજ્ઞાનની મદદથી એન્જિનિયરો (Engineers) દ્વારા બનાવેલી અદ્ભુત વસ્તુઓ જોવા માંગો છો, તો તમારે ફેક્ટરીની અંદર ડોકિયું કરવું જોઈએ. કારખાનામાં કે કારખાનાઓમાં (Factory) રાખવામાં આવેલા મોટા મશીનો વિજ્ઞાનના વિકાસનું ઉદાહરણ છે.

હવે જ્યારે આપણે ફેક્ટરીઓ વિશે વાત કરી છે. શું તમે ક્યારેય તેની છત પર સ્ટીલના બાઉલ (what is steel domes on factory roof) ફરતા જોયા છે? આનો ઉપયોગ ડિઝાઈન (What are these rotating things on the roof of a factory) અથવા લોકોને આકર્ષવા માટે કરવામાં આવતો નથી. આ પણ વિજ્ઞાનનો ચમત્કાર બતાવવાનો એક માર્ગ છે, જેના દ્વારા કારખાનામાં કામ કરતા લોકોને સુવિધા આપવામાં આવે છે.

કારખાનાઓની છત પરના આ સ્ટીલના બાઉલ વાસ્તવમાં ટર્બો વેન્ટિલેટર કહેવાય છે. આ ઉપકરણો અન્ય ઘણા નામોથી ઓળખાય છે. જેને એર વેન્ટિલેટર, ટર્બાઇન વેન્ટિલેટર, રૂફ એક્સટ્રેક્ટર વગેરે પણ કહેવાય છે. આજના સમયમાં આ વેન્ટિલેટર માત્ર ફેક્ટરીઓમાં જ નહીં, પણ શોપિંગ મોલ, મોટી દુકાનો અને રેલ્વે સ્ટેશનોમાં પણ લગાવવામાં આવે છે.

ટર્બો વેન્ટિલેટરનું કાર્ય શું છે ?

હવે અમે તમને આ ફરતી સ્ટીલ બાઉલનું નામ જણાવી દીધું છે, તો ચાલો તમને એ પણ જણાવીએ કે તે શેના માટે ઉપયોગી છે. ટર્બો વેન્ટિલેટર વિજ્ઞાનના સમાન સિદ્ધાંત પર કામ કરે છે. તમારે જે જાણવું જોઈએ તે એ છે કે ગરમ હવા હળવી હોય છે. તેથી તે ઉપરની તરફ વધુ વધે છે. ઓરડામાં ધીમે ધીમે ગરમ હવા ભરવાથી, આખો રૂમ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં આ વેન્ટિલેટર આ હવાને બહાર કાઢવામાં મદદ કરે છે.

ગરમ હવા બહાર કાઢે છે :

જ્યારે તેઓ ચાલે છે. ત્યારે તેઓ ફેક્ટરીની અંદર ઉત્પન્ન થતી ગરમ હવાને ખેંચે છે અને તેને બહાર કાઢે છે. આ પછી, બારીઓ અને દરવાજામાંથી ઠંડી હવા, જે ભારે હોય છે તે ફેક્ટરીની અંદર પ્રવેશ કરે છે અને કામદારોને આરામ આપે છે. આ ઉપરાંત આ વેન્ટિલેટર ઓરડામાંથી દુર્ગંધ અને વરસાદ દરમિયાન થતી ભેજને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો :-

પુત્ર પ્રાપ્તિના બહાને મહિલાને કેદ કરી સતત ૧૦ દિવસ પીંખતો રહ્યો તાંત્રિક

On the pretext of getting a son,

  • નિવારી વિસ્તારમાં એક મહિલાએ તાંત્રિક સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની બિમારીના ઈલાજના બહાને તાંત્રિકે તેને બંધક બનાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોલીસે એવા એક તાંત્રિકની (Tantric) ધરપકડ કરી છે. જે પુત્ર પેદા કરવાના ખોટા વાયદાઓ આપી મહિલાઓ પર દુષ્કર્મ (Misdemeanor) આચરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તાંત્રિક પોતે પાંચ દીકરીઓનો પિતા છે. નિવારી વિસ્તારમાં એક મહિલાએ તાંત્રિક સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની બિમારીના ઈલાજના (Cure of disease) બહાને તાંત્રિકે તેને બંધક બનાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આટલું જ નહીં જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેને વિવિધ પ્રકારે ટોર્ચર પણ કરવામાં આવી. પીડિતા કોઈક રીતે તાંત્રિકના જાળમાંથી બહાર નીકળી અને સીધી પોલીસ સ્ટેશન ગઈ અને કેસ દાખલ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે ઘણા સમયથી બીમાર હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા બાદ પણ તેને રાહત ન મળી. પછી ગામમાં કોઈએ પ્રખ્યાત તાંત્રિક વિશે કહ્યું અને તે તેના પતિ સાથે તેની પાસે સારવાર માટે ગઈ.

તાંત્રિકે કહ્યું કે તેના પર ભૂતનો પડછાયો છે. જેની સારવાર ઘણા દિવસો સુધી કરવી પડશે. ત્યારબાદ મહિલાએ તાંત્રિકની મુલાકાત લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન તાંત્રિકે મહિલાને કહ્યું કે ભૂત તેને ગમે ત્યારે ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ માટે અનેક તંત્ર મંત્ર કરવા પડશે અને તેણીને અહીં જ રહેવું પડશે. ત્યારબાદ પીડિતા 9 સપ્ટેમ્બરે તાંત્રિક પાસે આવી જ્યાં તેણે મંત્ર જાપના બહાને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો.

તાંત્રિકે મહિલાને 10 દિવસ સુધી બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તાંત્રિક ગફાર તેને માર મારતો હતો. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું અને આરોપી તાંત્રિકની ધરપકડ કરી. આ ઘટના બાદ પીડિતા અને તેનો પરિવાર આઘાતમાં છે. પોલીસ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :- 

તારા વિના શ્યામ મને એકલડું લાગે… 40 વર્ષ પહેલાં 5 મિત્રોએ ભેગા મળી બનાવ્યો હતો ગરબો, હવે કોપીરાઈટ કરાયો

0

Shyam feels lonely without you… 40 years ago

  • લોકપ્રિય ગરબો ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ નો કોપીરાઇટ મેળવવામાં આવ્યો છે. વડોદરાના પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતે ગરબાને રજિસ્ટર કરાવી કોપીરાઈટ મેળવી લીધા છે. 40 વર્ષ પહેલાં વડોદરાના પાંચ મિત્રોએ ભેગા મળી ગરબો બનાવ્યો હતો. જે આજે દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે.

લોકપ્રિય ગરબો ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ નો કોપીરાઇટ મેળવવામાં આવ્યો છે. વડોદરાના (Vadodara) પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતે (Atul Purohite) ગરબાને રજિસ્ટર કરાવી કોપીરાઈટ મેળવી લીધા છે. 40 વર્ષ પહેલાં વડોદરાના પાંચ મિત્રોએ ભેગા મળી ગરબો બનાવ્યો હતો જે આજે દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. ત્યારે કોપીરાઇટ (Copyright) મેળવી ગરબો બધા ગાઈ શકશે તેવી ગાયક દ્વારા જાહેરાત કરાઈ છે. હવેથી આગરબો ગાવા પર કોઈ રોયલ્ટી લેવામાં નહિ આવે.

1982માં લખાયો હતો ગરબો :

1982 માં દિગ્ગજ ગાયક અતુલ પુરોહિતે તેમના પાંચ મિત્રો સાથે મળી ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ ગરબો રચ્યો હતો. અતુલ પુરોહિત ઉપરાંત વિજય આયંગર, કુશલ મહેતા, અસીમ સરકાર, કૌશિક મિસ્ત્રી અને અચલ મહેતા એક દિવસ ભેગા મળીને આ ગરબાની રચના કરી હતી. વડોદરાના મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ પર પહેલીવાર આ ગરબો ગાવામાં આવ્યો હતો.

ગરબો દેશદુનિયામાં પ્રખ્યાત :

‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ આ ગરબો દેશ દુનિયામાં પ્રખ્યાત છે. અનેક ગરબા ગ્રાઉન્ડ પર આ જ ગરબાથી શરૂઆત થતી હોય છે. કોઈ પણ ગ્રાઉન્ડનો ગરબો આ ગીત વગર અધૂરો લાગે છે. ત્યારે હવે તેના કોપીરાઈટ કરવામાં આવ્યા છે.

તો હવે કોપીરાઈટ કેમ :

કોપીરાઈટ કરાવવા પાછળનું કારણ જણાવતા અતુલ પુરોહિત કહે છે કે આ ગરબા પર મેં કોપીરાઇટ કરાવ્યો છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ ગરબો કોઈ ગાઈ ન શકે. કોપીરાઇટ મેળવવાનો એટલો જ ઉદ્દેશ છે કે આ ગરબો અમારું સહિયારું સર્જન છે. આ ગરબા પર કોઈ રોયલ્ટી વસૂલવાનો નથી. ગરબો બધા ગાઈ શકે છે. આ ગરબા પર મારો હક-દાવો જમવવાનો કોઈ જ આશય નથી. તેના પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે આજકાલ કોઈ વસ્તુ પ્રખ્યાત થાય એટલે કોઈપણ કંપની તેને ધડ દઈને રજિસ્ટર કરાવી દે છે અને એનો કોપીરાઇટ કરાવી દે છે. એનો કોઈ અનુચિત લાભ ન ઉઠાવે.

ઘણી જગ્યાએ આ ગરબાને કોઈ ને કોઈ પોતાનું સર્જન છે એવો દાવો કરતું હતું એટલે આવી બધી અફવાને દૂર માટે કોપીરાઇટ લીધો છે. અમારી રચના સુરક્ષિત છે. હું કોપીરાઇટથી કોઈ ધંધાકીય લાભ નથી લેવાનો. કોઈપણ ગાયકને આ ગરબો ગાતો બંધ નથી કરવાનો કે નથી કોઈ એની રોયલ્ટી ક્લેઇમ કરવાની. આ ગરબો ગાવા માટે મારી કોઈ પરમિશન લેવાની જરૂર નથી. હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી. મને માત્ર એટલો જ રસ છે કે ગરબો અમારો છે અને ગાય બધા જ, એમાં કોઈ ને કોઈ જ બંધન નથી. બસ અમારો એટલો જ હેતુ છે કે અમારી રચના સુરક્ષિત રહે.

ગાયકે પોતાને થયેલા કડવા અનુભવથી કોપીરાઈટ કરાવ્યું :

ગરબાને કોપીરાઈટ કરાવવા પાછળ ગાયક અતુલ પુરોહિતનો એક કડવો અનુભવ છે. અતુલ પુરોહિત સુંદરકાંડ માટે પ્રખ્યાત છે. ત્યારે તેમના ગાયેલા સુંદરકાંડ પર T સિરીઝે તેના પર સ્ટ્રાઇક કરી કે આ તેમનું છે. આ મુદ્દે અતુલ પુરોહિતે કહ્યું કે આ રચના તુલસીદાસજીની છે અને તે આખી દુનિયામાં ગવાય છે. તેના પર કેવી રીતે સ્ટ્રાઈક આપી શકાય. તેથી લોકો જાણે કે ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ કોની રચના છે તે માટે મેં કોપીરાઈટ કરાવ્યું છે. પરંતુ મારો આ ગરબો બધા જ ગાઈ શકશે.

આ પણ વાંચો :-

RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, કિંમતી સામાન રાખતા પહેલા જાણી લો વિગત

0

RBI changes bank locker rules

  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી જારી નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનારા ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીને ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે રિઝર્વ બેન્કે લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ કોઈ બેન્કમાં લોકર લીધેલું છે અને તેમાં તમે સોના-ચાંદી (Gold and silver) કે કિંમતી સામાન રાખ્યો છે તો આ સમાચાર જરૂર વાંચો.

ગ્રાહકો વળતર મેળવવાના હકદાર :

રિઝર્વ બેન્ક તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનાર ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. હંમેશા ગ્રાહકો તરફથી બેન્ક લોકર્સમાં ચોરીની ફરિયાદો આવતી હતી. પરંતુ હવે લોકરમાંથી કોઈ સામાન ચોરાયો તો સંબંધિત બેન્ક તરફથી ગ્રાહકને લોકર ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવામાં આવશે.

વેઇટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવો પડશે :

હકીકતમાં ઘણીવાર જોવામાં આવ્યું કે બેન્ક ચોરીની ફરિયાદથી છુટકારો મેળવી લે છે. ગ્રાહકને કહી દેવામાં આવે છે કે તેની કોઈ પ્રકારની જવાબદારી નથી. આરબીઆઈ તરફથી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ ખાલી લોકરનું લિસ્ટ, લોકર માટે વેઇટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવું પડશે. તેનાથી લોકર સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે. આરબીઆઈનું કહેવું છે કે બેન્ક તરફથી ગ્રાહકોને અંધારામાં રાખી શકાય નહીં.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

એક સાથે લઈ શકાશે ત્રણ વર્ષનું ભાડુ :

તમે જ્યારે પણ લોકર એક્સેસ કરશો તો તેનું એલર્ટ બેન્ક દ્વારા તમને ઈ-મેલ અને એસએમએસ પર આપવામાં આવશે. આરબીઆઈએ આ નિયમ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે બનાવ્યો છે. બેન્કોને લોકરનું એક સાથે વધુમાં વધુ ત્રણ વર્ષનું ભાડુ લેવાનો હક છે.

લોકર રૂમમાં આવતા-જતા લોકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવી જરૂરી છે. આ સિવાય સીસીટીવીનું 180 દિવસનું ફુટેજ સુરક્ષિત રાખવું પડશે. ચોરી કે અન્ય કોઈ પ્રકારની દુર્ઘટના થવા પર પોલીસ સીસીટીવી ફુટેજથી તપાસ કરશે.

આ પણ વાંચો :-