Home Blog Page 1303

મતદાનથી વંચિત જૂનાગઢની આ જગ્યાએ પહેલીવાર પહોંચશે ચૂંટણી પંચ ! મતદાન બુથ ઉભું કરવા વિચારણા

0

The Election Commission will reach this

  • ઉપલા દાતારની જગ્યામાં મતદાન બુથ ઉભું કરવા વિચારણા, ઉપલા દાતારના મહંતોની પરંપરા મુજબ તેઓ કદી જગ્યા છોડી નીચે આવતા નથી.

જૂનાગઢ (Junagadh) ઉપલા દાતારની (Upper Datar) જગ્યા કોમી એકતાનું પ્રતિક સમાન છે, ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો (Mahanto) મતદાનથી વંચિત રહ્યા છે. ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને મતદાન મથક (Polling station) ઉભુ કરવાની અપીલ કરી છે.

જૂનાગઢ ગીરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા ખુબ ઊંચાઈ ઉપર આવેલી છે અને ઉપલા દાતારની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે, ત્યારે ઉપલા દાતાર જગ્યાના નવાબી સમયમા પહેલા મહંત પટેલ બાપુ હતા. તે બ્રહ્નલીન થયા તેની જગ્યાએ વિઠ્ઠલ બાપુ મહંત બન્યા પણ સમય જતા તે પણ બ્રહ્મલીન થતા હાલ ભીમ બાપુ ગાદીપદે બિરાજમાન છે.

ઉપલા દાતારની જગ્યા આસન સિદ્ધ તરીકે ઓળખાય છે એટલે ઉપલા દાતાર જગ્યાના જે પણ મહંત બને એ કોઇ દિવસ જગ્યા છોડીને નીચે ઉતરતા નથી. પટેલ બાપૂ અને વિઠ્ઠલ બાપુ દેવ પામ્યા બાદ બંને મહંતની સમાધી પણ તે જગ્યામા આપવામા આવી હતી. ત્યારે આઝાદી કાળથી જગ્યાના મહંત તમામ મહંતો મતદાનથી વંચિત રહ્યા છે.

No description available.

2022 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું પર્વ ખરા અર્થમાં સાર્થક બને એક પણ વ્યક્તિ મતદાન થી વંચિત ના રહે તેવા પ્રયાસો કરવામા આવતા હોઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા મધ્ય ગીરમાં આવેલ બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપૂ માટે એક મત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.

પરંતુ ભરતદાસ બાપુનું અવસાન થતા એ મતદાન મથક બંધ થયું ત્યારે ઉપલા દાતારની જગ્યા એવી છે કે ત્યાંના મહંત કોઇ દિવસ જગ્યા છોડીને જતા નથી. ત્યારે જગ્યાના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે પવિત્ર અને કિંમતી મત આપવાનો અધિકાર દરેક ભારતીય નાગરિકને છે ત્યારે જો ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે તો ખુશી વ્યક્ત થશે અને મતદારોને પણ અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

રાઘવજી પટેલે લોકોને ખડખડાટ હસાવ્યા, કહ્યું; ‘…ત્યારથી મારી પત્ની ચૂંટણી લડવાનું નામ લેતી નથી’

0

Raghavji Patel made people laugh

  • રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર-જામકંડોરણાના (Jetpur-Jamkandorana) ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના (Jayesh Radadia) ગઢમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામ્યો છે. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં (Jamkandorana) કન્યા છાત્રાલયમાં યોજાઈ હતી. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે અને જનતાને ખોટાં વચન આપી રહ્યા છે.

રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું. રાજ્યમાં પ્રાદેષિક પાર્ટીઓનું અસ્તિત્વ ન હોવાની વાત કરી હતી.

રાઘવજી પટેલે લોકોને હસાવ્યા :

રાજ્ય મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુની જાનમાં અમે પણ જોડાયા હતા. હું અને મારી પત્ની બન્ને હારી ગયા હતા. મારી પત્ની ત્યારથી ચૂંટણી લડવાનું નામ લેતી નથી. ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે.

મહત્વનું છે કે રાજ્ય સરકારના મંત્રી આજ કાલ આક્રમક જોવા મળ્યા હતા, ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના નેતાઓ એક પછી એક આક્રમક બની રહ્યા છે. હવે 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા આવી રહ્યા છે. જામકંડોરણામાં વડાપ્રધાનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો :-

બ્રહ્માંડનું પ્રતિક કહેવાતા ઘટ સ્થાપનાનું નવરાત્રિમાં કેમ હોય છે મહત્વ, વિધિ મુજબ કેવી રીતે કરશો જાણો અહીં બધું

0

What is the significance of the statue called the

  • શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધના (Adoration of the primal power) વિશેષ નવરાત્રિ પર્વની (Navratri Festival) શાસ્ત્રોકત રીતે આરાધનાર્થે ભુજ આશાપુરા મંદિર (Ashapura Temple) ખાતે વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કર્યું હતું. નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં (Navratri 2022) ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

નવરાત્રિમાં મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી શુભ કાર્યો કરી શકાય છે :

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની નવ તિથિ એવી છે. જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. નવરાત્રિની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે.

ઘટ સ્થાપના કેવી રીતે કરાય છે :

ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે.

કળશ બ્રહ્માંડનું પ્રતિક ગણાય છે  :

શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ભુજ ખાતે આશાપુરા મંદિરે પૂજારી જનાર્દનભાઈ દવે દ્વારા પરંપરાગત તેમજ વર્ષો જુની ધાર્મિક વિધિ મુજબ ઘટસ્થાપન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

કોઈ પણ શુભ પ્રસંગે કળશ સ્થાપના કેમ કરાય છે :

ઘટ સ્થાપનાના મહત્વ વિશે દવેએ જણાવ્યું કે, નવરાત્રિમાં કળશની સ્થાપના સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે ઘરના કોઈપણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો :-

માત્ર 500 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે iPhone 14 Pro Max !, જાણીને તમે પણ ખુશ થઇ જશો

You will also be happy to know

  • Appleએ તેની iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે અને લોકો તેના દિવાના બની ગયા છે. કંપનીએ પ્રો વર્ઝનમાં કંઈક એવું કર્યું છે, જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી.

કંપનીએ એક અલગ ડિઝાઇન (Different design) નોચ આપી છે, જે ઘણા કામ કરે છે. તે લુકમાં એકદમ યુનિક અને શાનદાર છે. કંપનીએ તેનું નામ ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island) રાખ્યું છે. તેને વિવિધ પ્રકારના એલર્ટ, નોટિફિકેશન અને ઇન્ટરેક્શન બતાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સે (Android users) નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર એક એપ આવી છે. જે યુઝર્સને આવો જ એક્સપિરિયન્સ આપશે.

જોમો દ્વારા ડેવલપ કરવામાં આવેલ ડાયનેમિકસ્પોટ નામની નવી એપ કદાચ એપલના ડાયનેમિક આઇલેન્ડની કોપી જેવી લાગે છે. એપ્લિકેશન હાલમાં પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે અને તમને તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર જ્યાં નોચ સ્થિત છે તે “આઇલેંડ” ની સ્થિતિ અને આકારને સમાયોજિત કરવા દે છે. તે ઘણા કસ્ટમાઇઝેશન પણ આપે છે. તે તમને તમારી સ્ક્રીન પર કયા પ્રકારની નોટિફિકેશન દેખાય છે તે સિલેક્ટ કરવાની મંજૂરી આપે છે.

આ સિવાય Dynamicspot એક જ સમયે બે પોપઅપ નોટિફિકેશન પણ બતાવી શકે છે. એપ્લિકેશનનું ફ્રી વર્ઝન સિમિત કાર્યો સાથે આવે છે. જો કે, જો તમે તેની સંપૂર્ણ ક્ષમતાને ટેસ્ટ કરવા માંગતા હો, તો તમે 4.99 ડોલર (રૂ. 500) ચૂકવી શકો છો અને પ્રો વિકલ્પ મેળવી શકો છો.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ફોનરેનાએ પ્રિન્ટશોટ શેર કર્યો છે જે વધુ સુવિધાઓને અનલોક કરે છે. ઉદાહરણ તરીકે તે યુઝર્સને લોક સ્ક્રીન પર ડાયનેમિક્સસ્પોટ પ્રદર્શિત કરવાની અને સિંગલ ટેપ અને લોન્ગ પ્રેસની ક્રિયાઓ એક્સેસ કરવાની ક્ષમતા આપે છે. ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેમાં કોઈ જાહેરાતો નથી. જો કે, તે હજુ પણ બીટા તબક્કામાં છે અને તેમાં સુસંગતતા સાથે કેટલીક સમસ્યાઓ છે.

આ ઉપરાંત એપમાં કેટલાક બગ્સ પણ હોઈ શકે છે. કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી Android નિર્માતાઓ એક સમાન વિકલ્પ લાવવાનું નક્કી ન કરે ત્યાં સુધી તમારા Android ફોન પર Appleના ડાયનેમિક આઇલેન્ડ મેળવવાની આ તમારી પાસે સારો મોકો છે.

આ પણ વાંચો :-

નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું – ટીમ ક્યાં નબળી છે ?

0

Even after beating Australia after

  • ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝને જીતી લીધી છે.

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને વિરાટ કોહલીએ (Virat Kohli) અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં (Hyderabad) ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે 3rd ટી20 સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં હરાવ્યું છે. 2019માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી20 હારી ગયું હતું. ત્યાં 2017-18માં સિરીઝ 1-1થી ટાઈ થઈ હતી.

આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જોવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે જ્યાં ટીમને સુધારાની જરૂર છે. મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઘણાં ખેલાડીઓએ જીત મેળવામાં યોગદાન આપ્યું :

રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે. અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જોતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે.

આ ટી20 ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જોઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જોખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી. પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું.’

બુમરાહે પહેલી વાર 50 રન આપ્યા :

બુમરાહે હૈદરાબાદ ટી-20માં ચાર ઓવરમાં 50 રન આપ્યા છે. પોતાના ટી-20 કરિયરમાં પહેલીવાર બુમરાહે 50 રન આપ્યા છે. તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં 2016માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે 47 રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની 4 ઓવર કરી જ નથી શક્યા.

તેમણે બે ઓવરમાં 18 રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી 18મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા. તેમણે આ ઓવરમાં 21 રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંય ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

 

ગોધરાનો યુવક ઘરેથી આખા ગુજરાતની સરકાર ચલાવતો હોય તેવું મસમોટું કૌભાંડ પકડાયું

A huge scam was caught that the

  • પંચમહાલની એલસીબી પોલીસે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

સરકારી વિભાગની (Government Deptt) આખા રાજ્યની કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ (Duplicate coins) અને લેટરપેડ બનાવી જાણે ઘરેથી જ સરકાર ચલાવતા હોય તેમ ભેજાબાજોએ આજ ડુપ્લીકેટ સર્ટીફિકેટથી સરકારી તિજોરીને (Government treasury) લાખોનો ચુનો ચોપડ્યો છે.

ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટીફિકેટની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે “ગેરી”ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બાતમી મુજબ એલસીબી પોલીસે છાપો મારી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેથી ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં રેડ પાડવામા આવી હતી.

ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝનની વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડ, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હેડિંગ સાથેના લખાણોના કાગળો અહીંથી મળી આવ્યા હતા. આ ઉરાંત બે લેપટોપ અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યાં.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

પોલિસે મેળવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. પોલીસે ગોધરામાંથી અકિલની ઓફિસમાંથી જપ્ત કરેલ તમામ દસ્તાવેજો ડુપ્લીકેટ હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે, ભેજાબાજ કોન્ટ્રાક્ટર અકિલ અને તેની ટુકડીએ રાજ્યના લગભગ તમામ જિલ્લાઓના ગેરીના અધિકારીઓના સિક્કાઓ સહિત અનેક દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા હતા.

રાજ્યની બાંધકામ વિભાગની ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને ડુપ્લીકેટ સર્ટીફિકેટની લ્હાણી કરવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે પકડમા આવ્યો છે.

ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 474 મુજબનો ગુનો નોંધી રાજ્યવ્યાપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેવું ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવ્યું.

આ પણ વાંચો :

હાઈવે નંબર 666 છે દુનિયાનો સૌથી ભૂતિયા હાઈવે, ચાલુ કાર પણ ગાયબ થઈ જાય છે

0

Highway number 666 is the most

  • હાઈવે જો મુસીબતોનો સફર બની જાય તો શું કરવું. અમેરિકામાં એક એવો હાઈવે છે જે દુનિયાનો સૌથી ખતરનાક હાઈવે છે. તેને ડરાવનો હાઈવે કહેવાય છે. અહી ચાલુ ગાડીઓ ગાયબ થઈ જાય છે.

તમે અત્યાર સુધી અનેક હોન્ટેડ સ્થળો (Haunted places) વિશે તમે અનેક કહાનીઓ સાંભળી હશે. પરંતુ તમને અમેરિકાના હાઈવે નંબર 666 વિશે નહિ ખબર હોય. આ દુનિયાનો સૌથી ડરાવનો હાઈવે છે. અહીં ગાડીની એન્ટ્રી થતા જ મુસાફરો સાથે એવી ઘટનાઓ બને છે તેઓ ગભરાઈને બહાર નીકળે છે. આ હાઈવેનો ઈતિહાસ જુનો છે. આ હાઈવે ડેવિલ્સ રોડ (Devil’s Road) કે ધ ડેવિલ્સ હાઈવેના નામથી ઓળખવામાં આવે છે.

બદલવામાં આવ્યું હાઈવેનું નામ :

અમેરિકાનો હાઈવે 666 નું નામ મે, 2013 માં બદલીને 491 રાખવામા આવ્યુ હતું. હકીકતમાં આ હાઈવેને નંબર વર્ષ 1926 માં આપવામાં આવ્યુ હતું. આ હાઈવે બન્યા બાદથી તેના પર અનેક એક્સિડન્ટ્સ થતા રહે છે અને ચાલુ બાઈક, કાર અને વાહનો ગાયબ થઈ જાય છે.

આ કારણે બદલવું પડ્યું નામ :

ધ ડેવિલ્સ હાઈવે પર સતત થઈ રહેલા એક્સિડન્ટના પગલે લોકોએ આ હાઈવેનો નંબર બદલવાની માંગ કરી હતી. કારણ કે, તેમનુ માનવુ છે કે આ તમામ ઘટનાઓ પાછળ હાઈવેનો અશુભ નંબર કારણભૂત છે. તેથી હાઈવેનું નામ બદલવામાં આવ્યું છે. જેના બાદ અહી થતા અકસ્માતોમાં ઘટાડો થયો હતો.

ગાયબ થઈ ગઈ કાર :

આ હાઈવેના ઈતિહાસની વાત કરીએ તો એવુ કહેવાય છે કે, 1930 માં હાઈવે પરથી કાળા રંગની એક કાર અચાનક ગાયબ થઈ ગઈ હતી. લોકોએ આ ગુમ કારને શોધવાનો બહુ જ પ્રયાસ કર્યો. પરંતુ કારનો કોઈ અત્તોપત્તો ન લાગ્યો.

હાઈવેનું રહસ્ય :

એવુ કહેવાય છે કે હાઈવે પર થઈ રહેલા એક્સિડન્ટની પાછળ અનેક શૈતાની તાકાતોનો હાથ છે. હવે હાઈવે પર થઈ રહેલી ઘટનાઓનો ખૌફ એટલો વધી ગયો છે કે લોકો અહીંથી પસાર થતા ડરે છે.

આ પણ વાંચો :-

સુર્ય ઊર્જાથી ચાલતી પહેલી કાર આવી ગઈ ! 1 હજાર કિલોમીટરથી વધારે રેન્જ, જાણો કિંમત અને ફીચર્સ

The first solar powered car has arrived

  • બે કંપનીઓ સોલર કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ અત્યારે શુદ્ધ સૌર ઊર્જા આધારિત કાર નથી. તેમની પાસે હાઇબ્રિડ મોટર છે.

કારના ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર કમ્બશન બેઝ્ડ એન્જિન (Combustion based engine) જ કાર ચલાવતા હતા. પ્રાયોગિક તબક્કામાં પહેલા સ્ટીમ એન્જિન, પછી પેટ્રોલ, પછી ડીઝલ, હાઇડ્રોજન, સીએનજી, એલ.પી.જી. જો કે હવે તેને બદલવા માટે ઇલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) તૈયારી થઇ રહી છે. આ બધા સિવાય આવા વાહનો પર કામ ચાલી રહ્યું છે જેમાં કોઈ પણ પ્રકારના બળતણના બાહ્ય સ્ત્રોતની જરૂર નથી. આ સોલર કાર (Solar car) હશે. બે કંપનીઓ સોલર કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ આ અત્યારે શુદ્ધ સૌર ઊર્જા આધારિત કાર નથી.

તેમની પાસે હાઇબ્રિડ મોટર છે. આવો જાણીએ હાલમાં ઉપલબ્ધ આ સોલર કાર્સ વિશે. અપ્ટેરા અમેરિકા સ્થિત સ્ટાર્ટઅપ છે. જેણે પોતાની સોલર કારનું પ્રદર્શન કર્યું છે અને ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવનાર છે. આ કાર હાઇબ્રિડ મોટરવાળી છે. આ કારની ખાસ વાત એ છે કે તે ફુલ ચાર્જ પર 1 હજાર માઇલ (1609 કિમી)ની રેન્જ આપે છે. તેની ભવિષ્યલક્ષી ડિઝાઇન છે અને તે 177 કિ.મી. તેને પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે.

આ કાર સોલર પાવરથી પણ ચાર્જ થાય છે અને તમે પ્લગ-ઇન ચાર્જરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી એક દિવસની ડ્રાઇવ 64 કિ.મી. કે તેનાથી ઓછી હશે તો તમારે આ કારને ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે કારણ કે આ કાર આટલું ચાર્જ સોલર એનર્જીથી ચાર્જ કરશે. આ સાથે જ કાર ડ્રાઇવ દરમિયાન સોલર એનર્જી ચાર્જ થતી રહેશે. તેમાં 700 વોટનો સોલર પાવરનો ચાર્જ મળે છે.

હવે તેની મોટરની વાત કરીએ તો આ કાર 150 કિલોવોટની મોટરથી સજ્જ છે, જે તેને શાનદાર પાવર આપે છે. કારને એરોડાયનેમિક શેપ આપવામાં આવ્યો છે જેથી તેની સ્પીડ ઝડપી રહે અને સરફેસ કૂલિંગની સમસ્યા ન રહે. આ કાર હાલમાં 25900 ડોલર (લગભગ 21 લાખ રૂપિયા)માં ઉપલબ્ધ છે. તેને કંપનીની વેબસાઇટ પરથી બુક કરી શકાય છે. આ કારમાં બે લોકોની બેસવાની જગ્યા છે અને તેમાં 25 ક્યુબિક સ્ક્વેર ફૂટની બૂટ સ્પેસ પણ છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

ડચ સ્ટાર્ટઅપ લાઇટઇયર તાજેતરમાં જ 81 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે અને ટૂંક સમયમાં જ તેની કાર લાઇટઇયર ઝીરોને બજારમાં લાવવાની યોજના બનાવી છે. આ પહેલા લાઇટયર ઝીરોએ 150 યુનિટને ફુલ એમાઉન્ટમાં બુક કરાવ્યા છે અને હાલ બુકિંગ લેવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર લાઇટઇયર ઝીરોમાં ઇલેક્ટ્રિક મોટર્સ સાથે 60 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી પેક આપવામાં આવી છે. આ છતની પાછળની બાજુએ, ડબલ કર્વ સોલર એરેની 53.8 ચોરસ ફૂટ પેનલ્સ છે. તેમાં એક હાઇબ્રિડ મોટર પણ છે જે 174 હોર્સપાવર ઉત્પન્ન કરે છે અને કાર 10 સેકંડમાં 0 થી 62 માઇલ પ્રતિ કલાકની ઝડપે વેગ આપી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર કાર ફુલ ચાર્જ પર 600 માઇલ (965 કિમી) દોડી શકે છે. આ સાથે જ કાર પ્યોરલી સોલર એનર્જી પર 40 માઇલ (64 કિમી) સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી ડ્રાઇવ ઓછી છે તો પછી તમે તેને પ્લગઇન ચાર્જર વિના લાંબા સમય સુધી ચલાવી શકો છો.

હાલ કંપની લાઇટઇયર ઝીરાના 1000 યુનિટ બનાવશે અને તે બાદ તેના લો-કોસ્ટ લાઇટઇયર 2 વર્ઝન પર કામ કરવામાં આવશે. હાલમાં કંપનીની વેબસાઇટ પર લાઇટઇયર ઝીરો 2.5 લાખ યુરો (લગભગ 1.99 કરોડ રૂપિયા)માં બુક કરાવી શકાય છે. કંપનીના પીઆર અને કોમ્યુનિકેશન્સના વડા રશેલ રિચર્ડસનના જણાવ્યા અનુસાર, લાઇટઇયરનું ઉત્પાદન મર્યાદિત હશે અને તેનું વેચાણ માત્ર યુરોપિયન યુનિયન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહમાં માનસિક અશાંતિનો અનુભવ થશે, જાણો કેવું રહેશે તમારું સપ્તાહ

Libra-Scorpio natives will e

મેષ
શા‌રિ‌રિક અને માન‌સિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભ
મોજ શોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ‌વિદ્યાર્થી ‌મિત્રો માટે સારો ‌દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

‌મિથુન
વાહન સુખમાં વૃ‌દ્ધિ. સ્થાવર જંગમ ‌મિલકતના ખરીદ વેચાણ શકય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પ‌રિ‌સ્થિ‌તિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક
પ‌રિવારમાં સુખ-શાં‌તિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શકય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. ‌વિશ્વાસઘાતના ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહ
આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી, ધંધામાં પ્રગ‌તિ, નવી નોકરી, ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું ‌મિલન શકય બને. આરોગ્ય જળવાશે.

કન્યા
માન‌સિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની ત‌બિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલા
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં વાદ-‌વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના ‌નિર્ણયો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિક
‌મિત્રોના સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ભાગ્ય સારૂ છે. જ્ઞાનતંતુ ના રોગોથી સાચવવું.

ધન
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ ‌દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પ‌ત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકર
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભ
નકારાત્મક ‌વિચારો રહે, માન‌સિક પ‌રિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના ‌નિર્ણયો ટાળવા. રોગ પ્ર‌તિકાર શ‌ક્તિ ઘટે. પ‌રિવારમાં ‌વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીન
આત્મ ‌વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ મળતો જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

એક પણ પૈસાના રોકાણ કર્યા વગર તગડી કમાણી કરાવી આપે છે આ બિઝનેસ, જાણો વિગતો

0

This business makes you earn hard

  • બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ (Talent) હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

જો તમે કઈક હટકે કરવા માંગતા હોય તો અમે તમને આજે એકદમ નવો આઈડિયા બતાવી રહ્યા છીએ. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને લોકો મોટી કમાઈ કરી રહ્યા છે.

જો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય તો તેનો ઉપયોગ પ્રોફેશનલ રીતે જરૂર કરો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાંડ એન્ડોર્સમેન્ટ કરીને કમાણી થઈ શકે છે. જો કે તે માટે ફોલોઅર્સનો સ્ટ્રોંગ બેસ હોવો ખુબ જ જરૂરી છે. જેથી કરીને લોકો તમારા પર ભરોસો કરી શકે.

કેવી રીતે બની શકાય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર :

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે તમારે તમારી ક્રિએટિવિટી ઉપર પૂરેપૂરી રીતે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્લુએન્સર (પ્રભાવશાળી) બનવા માટે તમારે તમારી સ્પેશિયાલિટીને ઓળખવી પડશે. એક ફિક્સ પ્રોગ્રામ હેઠળ કામ કરવું પડશે. ધીરે ધીરે તમારી સ્પેશિયાલિટી લોકોને આકર્ષિત કરશે અને તમારા ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી જશે.

ફેસબુક એકાઉન્ટ પર લાઈક્સ વધારવા માટે કવર અને પ્રોફાઈલ ફોટો યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. જો તમારું બિઝનેસ પેજ હશે તો પ્રોફાઈલ ફોટો પર પોતાનો ફોટો લગાવો પરંતુ કવર ફોટા સાથે ક્રિએટિવિટી કરી શકો છો.

કન્ટેન્ટ પર કરો ફોકસ :

સોશિયલ મીડિયા પર લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તો તમારે તમારા કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. માની લો કે જે રીતે તમારા ઘરમાં અખબાર આવે છે અને તમે બિઝનેસ પેજ ખોલીને જાણવા માંગો કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં શું થયું. કઈ કંપનીએ કાર કે બાઈકનું નવું મોડલ લોન્ચ કર્યું. બસ આ જ નોલેજ તમને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવી શકે છે.

તમારે બસ એ કરવાનું છે કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોની સાથે તમારું નોલેજ શેર કરવાનું છે. તમે ઈચ્છો તો લોન્ચ થનારા નવા મોડલની સમીક્ષા પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોસ્ટ કરવાના નામે ગમે તે વસ્તુ કે કન્ટેન્ટ પોસ્ટ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ ઉઠી શકે છે.

આ પણ વાંચો :-